SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન અને માનવતાનિકા છે. ખરી રીતે પરમાત્મામાં માનવતા અને માનવતામાં પરમાત્મા જેવાની તેમની એક નવદષ્ટિ છે. જ્યારે તેઓ એમ કહે છે કે જે મેટામાં મોટી ક્રાંતિ કરવાની છે તે આપણે જડ જાહોજલાલી કરતાં ભાણસાઈને સૌથી વધારે મહત્વ અને જીવ માટે સૌથી વધારે આદર આપતાં શીખવવાની છે. એને અભાવે કોઈ પણ પ્રકારનું રાજતંત્ર કે અર્થવાદ કે ધર્મ મનુષ્યને સુખશાંતિ આપશે નહીં,” ત્યારે તેમની માનવતાના ઉત્કર્ષની ઝંખના વ્યક્ત થાય છે, તેમને નિરાશા તે સ્પર્શી જ નથી. આખું નિરૂપણ દુઃખનું વિશ્લેષણ કરે છે. સાધારણ માણસ દુ:ખના વિચાર અને વિશ્લેષણ દ્વારા નિરાશ થઈ જાય, જ્યારે એમને વિશે એથી ઊલટું છે. તેમનો આશાવાદ એર તેજસ્વી બને છે. જે પરમાત્મા પ્રત્યેની અનન્ય નિષ્ઠા અને માનવતાના ઉત્કર્ષમાં અનન્ય શ્રદ્ધા ન હોય તે આમ કદી ન બને. કિશોરલાલભાઈ માત્ર રુક્ષ અને કંટાળો આપે એવું વિશ્લેષણ જ નથી કરતા; પણ વચ્ચે વચ્ચે એમની પ્રસન્ન પ્રકૃતિમાંથી કેટલાક વિનોદે એવી રીતે સરી પડે છે કે વાંચનારમાં સ્મિત પ્રેર્યા વિના નથી રહેતા. એથી ધણું વાર એમની શૈલી એવી હલકીફૂલ બને છે કે ચે પડીને પૂરી વાંચ્યા વિના છોડવાનું મન જ નથી થતું. જેમ વિનોદે તેમ તેમાં કટાક્ષો પણ આવે છે. પણ એ કટાક્ષ કઈ અણગમા, દ્વેષ કે અપમાનવૃત્તિમાંથી આવેલા નથી હતા એમ વાંચતાં તરત જ સમજાઈ જાય છે. સમૂળી ક્રાંતિમાં મત, વાદ કે અભિપ્રાયને ધર્મ લેખી તેને પૂર્ણ માની લેવા જતાં કેવી અનર્થ પરંપરા જન્મે છે એનું દરેક પંથને સ્પર્શ કરે તેવું તટસ્થ અને નિર્મળ નિરૂપણ છે. તટસ્થતા એટલે સુધી કે કિશોરલાલભાઈએ ગાંધીજીને નામે ઊભા થયેલા વાદોની પણ સ્પષ્ટ સમીક્ષા કરી છે. જ્યારે કિશોરલાલભાઈ વાદને સત્યને એક અને તે પણ બહુ નાનો અંશ સમજી તે વિષે વિવેચન કરે છે, ત્યારે વાંચતાં વાંચતાં આપણું દઢ પ્રતીતિ થાય છે કે ખરેખર વાદે એ તે એકા છે, નાના નાના બંધે છે. એમાં જીવનની સતત વહેતી ગંગા કદી સમાઈ કે બંધાઈ રહી શકે નહીં. એ ગંગા તે એ ચિકા અને બને તોડે ત્યારે જ નિર્મળ રહી અને વહી શકે. બીજે સ્થળે તેમણે ગાંધીજીની પ્રાર્થનાની પણું સમીક્ષા કરી છે. જેમને તેઓ અસાધારણ રીતે માને છે તેમને વિષે પણ તેઓને પિતાનું મંતવ્ય દર્શાવતાં જરાય સંકોચ નથી થતા. એ એમનાં પાંચ પ્રતિપાદને પિકી બીજા પ્રતિપાદનની યથાર્થતા સૂચવે છે. બીજું પ્રતિપાદન આ પ્રમાણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249279
Book TitleKrantpragnya Kishorlalbhai
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size198 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy