________________ અધ્ય, [55 વાંચનાર બધાના કાન પોતપોતાની માની લીધેલી સંસ્કૃતિની કીર્તનકથા સાંભળવા એકાંતથી ટેવાઈ જાય છે, અને તેની વિરુદ્ધ સોળે સેળ આની સાચું કહેવામાં આવે છે તે સંસ્કૃતિપ્રિય લેકે મરવા કે મારવા તૈયાર થઈ જાય છે.' મારા આ કથનથી તે ભાઈ મૌન રહ્યા. પણ મારી અંગત વાતચીત અહીં ધું છું. તે તે એ દર્શાવવા કે હું જે આયંવર્ગની વિકૃતિઓ અને ત્રુટિઓને અંશથી પણ વર્ણવતાં કે લખતાં કાચ સેવતા હતા તે ત્રુટિઓ અને તે વિકૃતિઓ કિશોરલાલભાઈએ ખૂબ મોકળા મનથી “સમૂળી ક્રાંતિમાં રજૂ કરી છે. જ્યાં સુધી હું સમજવા પામ્યું છું ત્યાં સુધી એમ કહી શકાય કે તેમણે “સમૂળી ક્રાંતિમાં બધા વર્ગોની ધર્મ, સમાજ, અર્થકારણ, રાજકારણ અને શિક્ષણ વિશેના પ્રશ્નો વિશેની ગેરસમજૂતી અને ખેડખામીઓ રૂપે વિકૃતિઓ જ વર્ણવી છે. તેમણે જોઈ લીધું હોવું જોઈએ કે જે સાથે જીવનમાં સંસ્કૃતિરૂપે પચી ગયા છે તે તે છે જ. એને કહી, મેટા રૂપમાં બતાવી, લેકને ફેસલાવવાની, ફુલાવવાની કે મોટાભા બનાવવાની શી જરૂર છે ? જરૂર હોય તે તેમની ખામીઓ અને ભૂલે બતાવવાની જ છે. આ દૃષ્ટિથી “સમૂળી ક્રાંતિ એ પ્રજાજીવનનું નબળું પાસું રજૂ કરે છે ને તેને નિવારવા સંકેત કરે છે. -બુદ્ધિપ્રકાશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org