________________
અર્થ છે,
[૪૭ વેગ એ આવી મળ્યો કે પરિચયનાં દ્વાર ખુલ્લાં થયાં. કિશોરલાલભાઈ પાછી વિદ્યાપીઠના મહામાત્રપદે આવ્યા. તેઓ રોજ (મને યાદ છે ત્યાં સુધી) આશ્રમથી ચાલી એલિસબ્રિજ નજીકના મકાનમાં આવેલ વિદ્યાપીઠની ઓફિસમાં આવતા. હું પણ ત્યાં પુરાતત્ત્વમદિર પુસ્તકાલય અને કાર્યાલયમાં રહે અને કામ કરતો. શાસ્ત્રીય વાચન અને સ્વયંચિંતનથી કેટલાક પ્રશ્નો વિશે વિચારે તે બાંધી રાખેલા, તેમાં વજૂદ છે કે નહીં અને સુધારવા
જેવું હોય તે તે કઈ રીતે અને શું સુધારવું, એવી જિજ્ઞાસા મને હમેશાં રહેતી. જ્યાં લગી બાંધેલા વિચાર સમવાદની કસોટીએ ન કસાય ત્યાં લગી મુક્તપણે લેક સમક્ષ ન મૂકવા, એવી ઊંડે ઊંડે ભવૃત્તિ હતી. હવે ઉકટ જિજ્ઞાસા અને તેમના પ્રત્યે બંધાયેલી પરિક્ષ શ્રદ્ધા પણુ પરિપકવ થઈ હતી. એટલે સહેજે જ મેં અવારનવાર મારા પ્રશ્નો તેમની સમક્ષ મૂકવાનું શરૂ કર્યું. એના સ્પષ્ટ અને સુશ્લિષ્ટ ઉત્તરથી હું તેમના પ્રત્યે વધારે આકર્ષા, અને પછી તે આશ્રમમાં જાઉં ત્યારે તેમને મળવાનું ભાગ્યે જ ટાળતે. - હવે તેમને પ્રત્યક્ષ પરિચય વધતો ગયે અને સાથે સાથે તેમનાં પ્રસિદ્ધ થતાં નાનાં મોટાં લખાણ પણ સાંભળત ગે. પ્રથમ પ્રથમ “જીવન
ધન ની હસ્તલિખિત નકલ જોઈ જવાનું યાદ છે. એ વાચને તેમના પ્રત્યે મને ઓર આકર્ષે. આ આકર્ષણ આજ લગી વધતું જ રહ્યું છે.
કિશોરલાલભાઈમાં વિદ્ધતા કરતાં પ્રતિભાનું તત્ત્વ વધારે છે, એમ મને લાગે છે. કાવ્યની મીમાંસામાં–પ્રજ્ઞા નવનોબૅવરાત્રિની પ્રતિમા મતા ( એવું પ્રતિભાનું લક્ષણ આપ્યું છે, તે કાવ્યતત્વ માટે પૂરતું છે, પણ હું કિશોરલાલભાઈની પ્રસ્તાની વાત કહું છું તે પ્રજ્ઞા તેથી જુદી જ છે. તથાગત બુદ્ધ જે પ્રજ્ઞા ઉપર વારંવાર ભાર આપે છે અને “પ્રજ્ઞા પારમિતા'માં જે પ્રજ્ઞા વિવક્ષિત છે તે પ્રજ્ઞાની હું વાત કરું છું.
વિશુદ્ધિ માર્ગમાં પ્રજ્ઞાનું સ્થાન શીલ અને સમાધિ પછી છે. શીલ અને સમાધિ સિદ્ધ થયાં ન હોય તો એ પ્રજ્ઞા ઉભવી ન શકે. પ્રજ્ઞાતના ઉદ્ધાટન માટે શીલ અને સમાધિ એ બે આવશ્યક અને અનિવાર્ય અંગ છે. આપણે પણ જાણીએ છીએ કે કિશોરલાલભાઈના જીવનમાં શીલ અને સમાધિનું કેટલું સ્થાન છે. તેમના પુસ્ત અને બીજાં લખાણોના વાચનથી તેમ જ તેમના અલ્પસ્વલ્પ પરિચયથી મારા ઉપર એવી છાપ પડી છે કે શીલ અને સમાધિની યોગ્ય સાધના દ્વારા જ તેમનામાં પ્રજ્ઞાનું બીજ વિકસ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org