Book Title: Krantpragnya Kishorlalbhai
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૪૬] દર્શન અને ચિંતન સારુ આને હું ગુણરૂપ નથી લેખ) તેઓ તમામ સાધકે અને શોધકેના હમેશાં ને હરપ્રસંગે ભેરુ થઈ પડ્યા. અથાગ પરિશ્રમ અને કાળજી લઈને તેમણે સંધનું જે બંધારણ તૈયાર કર્યું છે તે આવી હર કોઈ સંસ્થાને સારુ નમૂનારૂપ થઈ પડે એવું છે. આ બધી વિગતે કિશોરલાલનો મહિમા વધારવા હું નથી લખતે. એમને મહિમાની કે ગૌરવગાનની મુદલ જરૂર નથી. મારા આત્મસંતોષને ખાતર હું તે લખી રહ્યો છું.” પણ ઉપર જે કાંઈ કહ્યું તે એક રીતે બીજાને અનુવાદ જ કહેવાય. અનુવાદનું પ્રામાણ્ય ઓછું નથી, પણ શ્રોતાઓ, ખાસ કરી શિક્ષિત શ્રોતાઓ મુખ્યપણે કંઈક વિધિની અપેક્ષા રાખે. વિધિનો અર્થ છે કે, અપૂર્વ અર્થનું પ્રતિપાદન–અજ્ઞાતનું જ્ઞાપન. કિશોરલાલભાઈના પરિચયની બાબતમાં વિધિવચન તરીકે કાંઈ પણ કહેવું હોય તે તે સ્વાનુભવમાંથી જ કહી શકાય. આ દષ્ટિથી હું તેમના પરિચયમાં ક્યારે અને કેમ આવ્યો, ને પરિચય કેવી રીતે વધતો ગયે, એ વિષે થોડું પણ કહું તે તે ગ્ય કહેવાય. ૧૯૨૧ની સ્વરાજ્યની હિલચાલના જુવાળ વખતે એક સાંજે હું આશ્રમમાં સાંજની પ્રાર્થનામાં જઈ ચડે. પ્રાર્થનાને અતિ બાપુજીને એમ કહેતા સાંભળ્યા કે, “મારે મન સ્વરાજ્ય કરતાં આધ્યાત્મિક રાજ્યની કિંમત વધારે છે, તેથી કિશોરલાલે આધ્યાત્મિક સાધના માટે જે એકાંત જીવન સ્વીકાર્યું છે, તેની ઉપયોગિતા મારી દૃષ્ટિએ બહુ વધારે છે. આપણે આશ્રમવાસીઓ એમની સાધનામાં દૂર રહ્યા રહ્યા પણ ઉપયોગી થઈએ. અને તે દૂર પણ ક્યાં છે? આશ્રમથી થોડેક દૂર એમની ઝૂંપડી છે. ગેમતીએ તે વિશેષ પ્રસન્ન થવાનું છે,' ઇત્યાદિ. આ ભાવના બાપુના શબ્દો સાંભળી મારી જિજ્ઞાસા સતેજ થઈ. હું કિશોરલાલભાઈનું નામ પણ ન જાણતે. કિશોરલાલ કેશુ? સાધના શી? ઝૂંપડું શું? ગમતી કોણ? વગેરે પ્રશ્નો મનમાં ઊઠયા. તરત જ મિત્રો પાસેથી ખુલાસે મેળવ્યો, પણ કિશોરલાલભાઈ વિશેની જિજ્ઞાસા ઉત્તરોત્તર વધતી ચાલી. એકાંતવાસમાંથી પાછા તેઓ ઘેર આવ્યા ત્યારે પણ હું આશ્રમમાં તો જાતે જ અને મેટે ભાગે તેમના મકાનની નજીકમાં જ મિત્રને ત્યાં જ, પણું ઉત્કટ જિજ્ઞાસા છતાં કિશોરલાલભાઈ પાસે જવામાં સંકોચ અનુભવતે. સંકેચ એટલા કારણસર કે માત્ર શાસ્ત્રવ્યાસંગી અને શાસ્ત્રાવ્યસની એક આધ્યાત્મિક અનુભવી પાસે જઈ કાંઈ ચર્ચા કરે છે એનું મૂલ્ય શું? આ સંકેચ ઠીકઠીક વખત ચાલ્યો પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11