Book Title: Khambhatna Jinalayo Author(s): Chandrakant Kadia Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 4
________________ પુરોવચન શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તરફથી સને ૧૯૫૩માં ભારતભરનાં જૈન તીર્થો અને નગરોનું ઐતિહાસિક વર્ણન આલેખતો ગ્રંથ જૈન તીર્થ સર્વ સંગ્રહ ત્રણ ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ ગ્રંથના સંપાદનનું કાર્ય શ્રી સારાભાઈ મણિલાલ નવાબે કર્યું હતું તેમજ ઐતિહાસિક વર્ણન પં. શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહે કર્યું હતું. ગ્રંથમાં આપવામાં આવેલી ઉપયોગી માહિતીને કારણે તેની નકલો ખપી જવાથી તે ગ્રંથ અનુપલબ્ધ બન્યો હતો. ત્યાર બાદ આ ગ્રંથની અવારનવાર માંગણી આવ્યા કરતી હતી. તેથી તેને માત્ર પુનઃ પ્રકાશિત કરવાને બદલે આજ સુધીની નવી માહિતીઓ ઉમેરી નવા સ્વરૂપે પ્રગટ કરવાની મનમાં ભાવના થયા કરતી હતી. છેલ્લા પચાસ વર્ષમાં અનેક નૂતન જિનાલયોનું નિર્માણ થયું છે, અનેક જિન પ્રતિમાઓ સ્થળાંતર પામી છે, અનેક તીર્થોનો જીર્ણોદ્ધાર થયો છે તે તમામ માહિતીનું આલેખન થાય તો ઇતિહાસ જળવાય અને પ્રાપ્ત થયેલ પ્રાચીન હસ્તપ્રતોને આધારે તેમજ આ સમયગાળા દરમિયાન પ્રકાશિત થયેલ અનેક ઐતિહાસિક ગ્રંથોને આધારે લખાણ કરવામાં આવે તો ઇતિહાસ કાંઈક વધુ સ્પષ્ટ થાય. આ કારણે પૂર્વે પ્રકાશિત થયેલ ગ્રંથો સંવર્ધિત થઈ પ્રકાશિત થાય તે ઇચ્છનીય હતું. આ અંગે ટ્રસ્ટીગણ સાથે ચર્ચા કરતાં તેઓ સૌએ પણ સહર્ષ આ કાર્ય કરવું જ જોઈએ તેવી ભાવના દર્શાવી હતી. પરંતુ આ વિરાટ કાર્ય કરવા માટે ખૂબ જ સમય, અનેક કાર્યકર્તાઓનો સહયોગ, સમજપૂર્વક અને સરળ ભાષામાં લેખન કાર્ય કરી શકે, યોજના બનાવી તેનો અમલ કરાવી શકે તેવા અનુભવી તેમજ નેતૃત્વ લઈને કાર્ય પૂરું કરી શકે તેવા વિદ્વાનોને પ્રાપ્ત કરવાની આવશ્યકતા હતી. આવા વિદ્વાનોને શોધી અને તેઓની સેવા કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તે મૂંઝવણ હતી. અંતે એવો નિર્ણય લીધો કે પ્રાથમિક તબક્કે એક ગ્રંથ તૈયાર કરાવી, જોવું કે ધાર્યા મુજબનું કાર્ય થઈ શકે છે કે કેમ ? તે નિર્ણય મુજબ રાજનગર (અમદાવાદ)નાં જિનાલયોનો ઐતિહાસિક પરિચય તથા જિનપ્રતિમાઓની માહિતી દર્શાવતો ગ્રંથ તૈયાર કરાવ્યો અને તેમાં તીર્થ સર્વ સંગ્રહમાં પ્રકાશિત કરવામાં આવેલી માહિતી તો સમાવી લીધી તદુપરાંત નવી માહિતીઓ ઉમેરી “રાજનગરનાં જિનાલયો” નામનો ગ્રંથ પ્રકાશિત કર્યો. તેને ખૂબ સારો આવકાર મળ્યો અને ધાર્યા કરતા ઘણી જ જલદી તેની નકલોનું વિતરણ થઈ જવાથી ગ્રંથ અલભ્ય બની ગયો. આ કાર્યનું આયોજન જિતેન્દ્રભાઈ બી. શાહ તથા ખૂબ જ શ્રમસાધ્ય માહિતી એકઠી કરવાનું અને લેખન કરવાનું કાર્ય શ્રી ચંદ્રકાન્ત કડિયાએ કર્યું છે. પ્રસ્તુત ગ્રંથ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 476