Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 10
________________ તીર્થકરના જીવનચરિત્ર તથા અન્ય પ્રસંગોના ચિત્રકામ અંગેની નોંધ કોષ્ટકમાં મૂકી નથી. સંવતના ક્રમ અનુસાર તથા તીર્થંકરના ક્રમ અનુસાર અલગ અલગ યાદી આપવામાં આવી છે. તીર્થકરો પ્રમાણેની યાદી પરથી સ્પષ્ટ થાય છે કે આજે ખંભાતમાં ભગવાનશ્રી પાર્શ્વનાથજી તથા ભગવાનશ્રી શાંતિનાથજી મૂળનાયક હોય તેવાં જિનાલયો સવિશેષ છે, જ્યારે ભગવાનશ્રી સુવિધિનાથજી મૂળનાયક હોય તેવું જિનાલય એકે નથી. જિનાલયની સમયનિર્ધારણા કરવી એ કપરું કામ હતું. આ માટે અમે ચૈત્યપરિપાટીઓ, અન્ય સંદર્ભ ગ્રંથો તથા સંદર્ભ નોંધોનો વિનિયોગ કર્યો છે. પ્રાયઃ સૌથી વિશેષ આધારભૂત સ્રોત જિનાલયના મૂળનાયકનો મૂર્તિલેખ કહી શકાય. આથી, વાંચી શકાયું તેટલું લખાણ મોટા ભાગના મૂર્તિલેખોમાંથી ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજી દ્વારા લિપિશાસ્ત્રના વર્ગો લક્ષ્મણભાઈ ભોજકની રાહબરી હેઠળ ચાલ્યા હતા. આ તાલીમ વર્ગમાં પ્રોજેક્ટની ટીમની બહેનો પણ જોડાઈ હતી. લિપિશાસ્ત્રની એ તાલીમ મૂર્તિલેખો તથા શિલાલેખો ઉકેલવામાં ઉપકારક નીવડી. જિનાલયમાં મૂળનાયકના મૂર્તિલેખ ઉપરાંત આજુબાજુની અન્ય પ્રતિમાઓના લેખને ઉકેલવાનો પણ પ્રયત્ન કર્યો છે. પ્રકરણ-૩માં મૂળનાયક ભગવાનના લેખો તથા પ્રકરણ-૪માં પાષાણના અન્ય પ્રતિમાલેખો આપવામાં આવેલ છે. આ બન્ને પ્રકરણો એ ‘રાજનગરનાં જિનાલયો' ગ્રંથની અપેક્ષાએ એક નવું ઉમેરણ છે, જે ભવિષ્યના સંશોધન માટે ખૂબ જ ઉપયોગી નીવડે તેમ છે. આજે પણ ખંભાતમાં નવું મકાન કે નવા રસ્તા બનાવવા ખોદકામ કરવામાં આવે છે ત્યારે પ્રતિમાઓ તથા જિનાલયના અન્ય ભાગો મળી આવે છે. જેમ કે માણેકચોકમાં લગભગ ૩૩ વર્ષ પહેલાં મૂળનાયક સિવાયની આશરે પર થી ૫૪ પ્રતિમાજીઓ નીકળી હતી. આમાંથી મોટા ભાગની પ્રતિમાજીઓ પર ૧૩મા અને ૧૪મા સૈકાના લેખ છે. આમાંના કેટલાક લેખોમાં મલ્લિનાથચૈત્યનો ઉલ્લેખ છે તથા તેમાંની મોટા ભાગની પ્રતિમાઓ પર “યશોભદ્રસૂરિ સંતાને...” અને “ખંડેરક ગચ્છ..' લખેલ સ્પષ્ટ વંચાય છે. લાગે છે કે ૧૪મા સૈકા દરમ્યાન થયેલ વિવિધ આક્રમણોને કારણે પ્રસ્તુત જિનાલય નષ્ટ થયું હોય અને શાસનપ્રેમી શ્રાવકોએ બને તેટલી પ્રતિમાજીઓને સાચવી લેવા જમીનમાં દાટી હોય ! ખોદકામ કરતાં નીકળેલી આવી પ્રતિમાઓને તથા જાળવણીના હેતુસર કેટલાંક જિનાલયો કે ઘરદેરાસરો અથવા તેમની પ્રતિમાઓને અન્ય જિનાલયમાં પધરાવી હોય તો તેવી વિગતો શક્ય તેટલી મેળવી તેની માહિતી આપવામાં આવી છે. આવી પ્રતિમાજીઓના મૂર્તિલેખો ખંભાતની જૈન પરંપરાના ઇતિહાસની કેટલીક ખૂટતી કડીઓ પર વધુ પ્રકાશ પાડે છે. અહીં અભ્યાસીઓ તથા વિદ્વાનોને ઉપયોગી થઈ પડે તે માટે શક્ય તેટલાં વધુ પરિશિષ્ટો સમાવવામાં આવ્યાં છે. પરિશિષ્ટોમાં તે તે સમયની જોડણી યથાવત રાખવામાં આવી છે. વળી, તવારીખના પરિશિષ્ટમાં સં. ૨૦૦૦ સુધીની તવારીખ સમાવિષ્ટ કરવામાં આવી છે. નર્મદાશંકર ભટ્ટના ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ ગ્રંથમાં તવારીખ આપવામાં આવી હતી તે તવારીખની યાદીમાં, પ્રોજેક્ટના કાર્યનિમિત્તે જે ગ્રંથોનું અધ્યયન થયું તેમાંથી ઉપલબ્ધ માહિતીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 476