Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 12
________________ ૧૧ અંગત રસ લીધો. ખાસ કરીને ખંભાતની જૈન ઘટનાઓ વિશે પ્રકાશ પાડ્યો. ઉપરાંત નિયમિત પત્રો લખીને ખંભાતનાં જિનાલયોના ગ્રંથલેખન માટે ઉષ્માભર્યું પ્રોત્સાહન આપ્યું છે. મુનિ શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબે પત્રવ્યવહાર દ્વારા હસ્તપ્રતોની માહિતી આપી અને તેઓશ્રીનું માર્ગદર્શન પણ બહુમૂલ્ય નીવડ્યું. આમ, આ ગ્રંથ તૈયાર થયો છે ત્યારે, આ સૌ આચાર્ય ભગવંતો અને સાધુ ભગવંતોનું માર્ગદર્શન, પ્રેરણા, પ્રોત્સાહન અને આશિષોનું બહુમૂલ્ય પ્રદાન કેમ ભુલાય ? અભ્યાસ દરમ્યાન જે જે હસ્તપ્રતો તથા ગ્રંથોની જરૂરિયાત ઊભી થઈ, તેને મેળવવામાં ક્યારેક ઘણી મુશ્કેલીઓ પડી તેમ છતાં અમદાવાદનાં ભો જે વિદ્યાલય, જૈન પ્રાચ્ય વિદ્યામંદિર, આ શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જ્ઞાનભંડાર, સંવેગી ઉપાશ્રયનો જ્ઞાનભંડાર, ડહેલાના ઉપાશ્રયનો જ્ઞાનભંડાર, લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિર, શારદાબહેન ચિમનભાઈ સંશોધન સંસ્થાનનો ગ્રંથભંડાર, ખંભાતના શ્રી તપગચ્છ અમર જૈનશાળાનો જ્ઞાનભંડાર, પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર તથા કોબાના આ શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડાર વગેરે સંસ્થાઓએ હસ્તપ્રતો તથા ગ્રંથો સુલભ કરી આપીને ઉમળકાભેર સહકાર આપ્યો છે. તે સર્વેની અનુમોદના કરું તેટલી ઓછી છે. આ સૌનો હું હાર્દિક આભાર માનું છું. ખંભાતનાં જિનાલયોના વહીવટદારોએ ઉમળકાભેર માહિતી આપીને મદદ કરી છે. તેમાંય પ્રો. ડૉ. કીર્તિભાઈ શાહનું વિશેષતઃ સ્મરણ કરું છું. તેમણે ખંભાતની વિવિધ સંસ્થાઓ, જિનાલયોના વહીવટદારો તથા અન્ય વ્યક્તિઓની સાથે સંપર્ક કરાવીને અનન્ય સેતુકર્મ બજાવ્યું છે. ઉપરાંત જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં સાથે રૂબરૂ આવીને સમગ્ર કાર્યમાં ખૂબ જ મદદરૂપ બન્યા છે. તેઓનો હું ખૂબ જ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ખંભાતના અતિથિગૃહ ‘શ્રી બંસીલાલ અંબાલાલ જૈન યાત્રિક ભવન'ના સંચાલકોએ ઉષ્માભર્યો આવકાર આપીને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે રહેવા-જમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડી છે. તેમનો પણ હું આભાર માનું છું. તદુપરાંત આ કાર્યમાં સંબોધિ સંસ્થાનના ઉપક્રમે ખંભાતનાં જિનાલયોની ફોટોગ્રાફ્સની છબીઓના કામગીરી માટે શ્રી સ્નેહલભાઈ શાહનો સહયોગ પ્રાપ્ત થયો છે. ખંભાતનાં જિનાલયોના આ ગ્રંથમાંના મુખપૃષ્ઠ માંડીને સમગ્ર ડિઝાઇનનું કાર્ય મુરબ્બી મિત્ર શ્રી જનકભાઈ પટેલે ખૂબ જ પ્રેમપૂર્વક કરી આપ્યું છે. સમગ્ર ગ્રંથના સંપાદનમાં મદદનીશ તરીકે કુ॰ શીતલ સુરેશકુમાર શાહે ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને સમર્પિતભાવે સેવાઓ આપી છે. યોજનાના આરંભથી કે ગ્રંથ તૈયાર થયો ત્યાં સુધીના દરેક તબક્કે મારાં પત્ની રસીલા કડિયાએ સાથ-સહકાર ઉપરાંત બહુમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે. અહીં આ સૌનું હું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરું છું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 476