Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ આધારે તવારીખમાં ઉમેરણો કર્યાં છે. ઉપરાંત ખંભાતમાં બનેલી અંચલગચ્છની ઘટનાઓની માહિતી મુનિ શ્રી સર્વોદયસાગરજીએ ઉપલબ્ધ કરી આપી. તવારીખનું પ્રકરણ સ્વતંત્ર રીતે આપવાનો પ્રસ્તુત પ્રોજેક્ટની અંતર્ગત ઉપક્રમ ન હતો. પરંતુ ભવિષ્યમાં ખંભાતની જૈન પરંપરા અંગે અધ્યયન-સંશોધન કરનાર અભ્યાસીઓને ઉપયોગી થઈ પડે તે હેતુથી તવારીખની નોંધ સં ૨૦૦૦ સુધીની આપવામાં આવી છે. આ તવારીખ સંપૂર્ણ નથી. ત્યારબાદની તવારીખ માટેનું કાર્ય ભાવિ સંશોધનકારો માટે છોડ્યું છે. જીરાળાપાડામાં આવેલ ૧૯ જિનાલયના નિર્માણને હજુ સૈકો પૂરો થયો નથી છતાં આ જિનાલયમાં ૧૯ જિનાલયો કયે કયે સ્થળેથી લાવીને અહીં પધરાવવામાં આવ્યાં છે, મૂળનાયક તરીકેની પ્રતિમા પ્રસ્તુત જિનાલયમાં કયે સ્થળેથી લાવવામાં આવી છે તે અંગેની આધારભૂત માહિતી અનેક પ્રયત્નો કર્યા છતાં પ્રાપ્ત થઈ શકી નથી. તેથી, અહીં અન્ય ગ્રંથોના આધારો પરથી અનુમાન કરી, આપી શકાય તેટલી વિગતો આપવામાં આવી છે. અહીં એક સૂચન કરવાનું મન થાય છે. ભવિષ્યમાં હવે જ્યારે પણ નૂતન જિનાલયનિર્માણ થાય, જીર્ણોદ્ધાર કરતી વખતે પ્રતિમાનું ઉત્થાપન થાય કે પ્રતિમાજી લાવી પધરાવવામાં આવે તેવે વખતે તે પ્રસંગ સાથે સંકળાયેલા અને હોદ્દા પર હોય તેવા શાસનપ્રેમી શ્રાવકો તથા મુનિભગવંતો આપણો ઇતિહાસ સચવાય તેની ખાસ તકેદારી રાખે અને તે માટે જિનાલયમાંના લેખો, ઉત્થાપન થયેલ પ્રતિમાજીના લેખો તજ્ઞ પાસે વંચાવે, એને લખાવી દે અને જિનાલયમાં જ કોઈ સ્થાને સુવાચ્ય અક્ષરોમાં લખાવી રાખે તેમજ જિનાલયના વહીવટદારોના રેકોર્ડમાં તેની કોપી સચવાઈ રહે તેની કાળજી રાખે. આ કાર્ય ખૂબ જરૂરી છે. ડહેલાવાળા આ શ્રી રામચંદ્રસૂરિજીને રાજનગરનાં જિનાલયો ગ્રંથ અર્પણ કરવા ગયો હતો ત્યારે તેઓશ્રીએ ગુજરાતનાં તીર્થો તથા તમામ જિનાલયોની માહિતી એકત્રિત કરીને ગ્રંથો તૈયાર કરવાની કામગીરી બને તેટલી ઝડપથી શરૂ ક૨વાનું અમૂલ્ય સૂચન કર્યું હતું અને તે કાર્ય માટે આશીર્વાદ આપ્યા હતા. ગુજરાતનાં જિનાલયોના ઇતિહાસના પ્રોજેક્ટને આખરી ઓપ અપાયા પછી આ શ્રી ચંદ્રોદયસૂરિજીને અમદાવાદના ખાનપુરના ઉપાશ્રયમાં વંદન કરવા ગયો તે સમયે તેઓશ્રીના આશીર્વાદ મેળવીને પ્રોજેક્ટના આ કાર્યનો આરંભ કર્યો હતો. આ શ્રી શીલચંદ્રસૂરિજીનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયું. ગ્રંથમાં શક્ય તેટલાં વધુ પરિશિષ્ટો સમાવિષ્ટ કરવાનું તેઓશ્રીનું સૂચન અમલમાં પણ આવી શક્યું. આ શ્રી પ્રદ્યુમ્નસૂરિજીનાં માર્ગદર્શન તથા આશીર્વાદ રાજનગરના પાંજરાપોળના ઉપાશ્રયમાં પ્રાપ્ત થયાં. શ્રી અજયસાગરજી મહારાજ સાહેબે પ્રસ્તુત પ્રોજેક્ટના કાર્યમાં ખૂબ જ રસ લીધો છે અને તે માટે જરૂરી ગ્રંથો કે હસ્તપ્રતો ઉપલબ્ધ કરી આપવાની ઉમંગભેર તત્પરતા દર્શાવી છે. શ્રી સર્વોદયસાગરજી મહારાજ સાહેબે હસ્તપ્રતો મેળવી આપવામાં ખૂબ જ ઉમળકાભેર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 476