Book Title: Khambhatna Jinalayo Author(s): Chandrakant Kadia Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 8
________________ પ્રસ્તાવના સં.૨૦૫૩માં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા પ્રકાશિત થયેલ રાજનગરનાં જિનાલયો ગ્રંથના પુરોવચનમાં શ્રેષ્ઠીવર્ય શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈએ શ્રદ્ધા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં સમગ્ર ભારતનાં તમામ શહેરો અને ગામોનાં જિનાલયોની આવી નોંધ તૈયાર થાય અને ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થાય તે જરૂરી છે. પ્રસ્તુત ગ્રંથ પ્રકાશિત થયા બાદ બે માસના ટૂંકા ગાળામાં જ તે અપ્રાપ્ય બન્યો હતો. ચતુર્વિધ સંઘના આવા ઉષ્માભર્યા પ્રતિભાવથી પ્રેરાઈને શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈએ ગુજરાતનાં તમામ જિનાલયોના પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર કરવાનું કાર્ય મને સોંપ્યું. રૂપરેખા તૈયાર થઈ અને ૧૦ ગ્રંથોમાં સમાવિષ્ટ થાય તે રીતે પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં આવ્યો. પ્રોજેક્ટને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા મંજૂર કરવામાં આવ્યો. વળી, પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે જરૂરી ફંડ જુદી જુદી સંસ્થાઓ તરફથી ઉપલબ્ધ કરી આપવામાં આવ્યું. પ્રસ્તુત પ્રોજેક્ટનો પ્રારંભ ૨૪ એપ્રિલ, ૧૯૯૮થી શરૂ થયો હતો. અને સરસ્વતીદેવીની કૃપાથી આ પ્રોજેક્ટનો પ્રથમ ગ્રંથ ખંભાતનાં જિનાલયો નિર્ધારિત સમયમાં પૂર્ણ થઈ શક્યો છે. શરૂઆતમાં સંબોધિ સંસ્થાન તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો. ત્યારબાદ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન બોર્ડિંગ, સંબોધિ સંસ્થાન તથા તીર્થકોશ નિધિ તરફથી આ પ્રોજેક્ટ માટે આર્થિક સહયોગ સાંપડી રહ્યો છે. ઉપરાંત સંબોધિ સંસ્થાનના સૌજન્યથી પ્રસ્તુત ગ્રંથમાં ફોટોગ્રાફ્સ ઉપલબ્ધ બન્યા છે. એ બન્ને સંસ્થાઓનો તે માટે ઋણ સ્વીકાર કરીએ છીએ. સમગ્ર પ્રોજેક્ટ દરમ્યાન સતત માર્ગદર્શન અને સહયોગ મારા પરમ મિત્ર શ્રી જિતેન્દ્રભાઈ બી. શાહ તરફથી પ્રાપ્ત થતાં રહ્યાં છે તે માટે તેમનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. આ કાર્ય માટે રસીલાબેન કડિયા, પુષ્પાબહેન હર્ષદભાઈ શાહ, બિંદુબહેન પ્રદીપભાઈ ઝવેરી, ઉષાબહેન અજિતભાઈ શાહ, ગીતાબહેન નીતીનચંદ્ર શાહ, દક્ષાબહેન નરેશભાઈ શાહ, પારૂલબહેન હેમંતભાઈ પરીખ તથા શીતલ સુરેશકુમાર શાહ વગેરે બહેનોની ટીમનો સહયોગ પ્રાપ્ત થયો છે. અનેક પ્રતિકૂળતાઓ તથા મુશ્કેલીઓમાં પણ ખૂબ જ સમતાપૂર્વક, ખંતથી અને નિષ્ઠાપૂર્વક બહેનોએ આ કાર્ય કર્યું છે અને કરી રહ્યાં છે. તેઓએ જિનાલયોની પ્રત્યક્ષ મુલાકાતો લઈને નિયત કરેલ પત્રકમાં માહિતી એકઠી કરી છે. ખંભાતનાં પ્રાચીન જિનાલયોની ભવ્યતા તથા અનુપમ કલા-કારીગરીનો અંશતઃ પણ ખ્યાલ આવે તે હેતુથી જિનાલયોનો શક્ય તેટલો વિગતવાર વર્ણન કરવાનો અહીં ઉપક્રમ રાખ્યો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 476