Book Title: Kayakalp Man nu Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 8
________________ અનેકાંત ભારતી પ્રકાશન યુવાચાર્ય શ્રીમહાપ્રજ્ઞ દ્વારા રચિત હિન્દી સાહિત્યના ગુજરાતી અનુવાદ તેમ જ પ્રકાશનનો એક ઉપક્રમ છેલાં કેટલાંક વર્ષોથી ચલાવી રહ્યું છે. અમારી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં “સમસ્યા-સમાધાન', જેન ગ”, “સંબોધિ-સાર”, “સાસુ-બદ્ધ' વગેરે મહત્ત્વનાં પુસ્તકનું હિન્દીમાંથી ગુજરાતીમાં પ્રકાશન થઈ ચૂકયું છે. સમસ્યા–સમાધાનની તો બીજી આવૃત્તિ પણ અમે ગુજરાતીમાં પ્રકાશિત કરી ચૂક્યા છીએ. અમારા સુવિજ્ઞ અને શ્રદ્ધાળુ ગુજરાતી વાચકેએ અમારા આ પ્રયાસને સાદર સ્વીકાર કર્યો છે; જૈન પરંપરાઓમાં પ્રાપ્ત યેગ-સાધનાની આ પ્રક્રિયાઓનું દરેક સ્તરે સ્વાગત કર્યું છે, અનુશીલનનો પ્રયાસ કર્યો છે, તથા ઉદાર હાથે આર્થિક સહકાર પણ પ્રાપ્ત કરાવ્યું છે. અમે એ બધાઓ પ્રત્યે આભારની લાગણી પ્રકટ કરીએ છીએ, તેમ જ આવા જ પ્રકારના સહકારની અપેક્ષા રાખીએ છીએ. હિન્દીમાંથી ગુજરાતી અનુવાદ તેમ જ પ્રકાશનના સમગ્ર કાર્યની દેખરેખ માનનીય શ્રી કુસુમચંદભાઈ ઝવેરી પોતે કરે છે, આ અમારી પ્રેરણું તથા ઉત્સાહની મહત્વપૂર્ણ કરી છે. ભવિષ્યની પેઢીઓ પણ આને યાદ કરી ગૌરવ અનુભવશે. “મન કા કાયાકલ્પ' પુસ્તકનું ગુજરાતી સંસ્કરણ આપની સમક્ષ ઉપસ્થિત કરતા અમને આત્મગૌરવનો અનુભવ થાય છે. સુરત ૯ ઓગસ્ટ ૧૯૮૫ -રૂપચંદ સેઠિયા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 286