Book Title: Kayakalp Man nu Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 7
________________ સ્વ-કથ્ય તેરા પંથ ધર્મ-સંધના ચોથા આચાર્ય શ્રીમદ્ યાચાર્ય થયા. શ્રીમદ્ જયાચાર્યનું વ્યક્તિત્વ અને કત્વ વિલક્ષણ હતું. એમણે પિતાને જીવન-કાળમાં વિપુલ સાહિત્યનું સર્જન કર્યું. સંપૂર્ણ આગમ-સાહિત્યને સરળ અને સરસ રાજસ્થાની ભાષામાં પદ્યાનુવાદ એમના જેવા મર્મજ્ઞ મનીષી ગસાધક જ કરી શકયા. શ્રીમદ્દ જયાચાર્યની બે વિશિષ્ટ કૃતિઓ છે- “ચૌબીસી' અને “આરાધના'. આ બે કૃતિઓને આધાર-સ્વરૂપ રાખીને યુવાચાર્ય શ્રીમહાપ્રણે પ્રેક્ષા-યાન અભ્યાસ-શિબિરમાં આત્મ-દર્શનથી લઈને મનના કાયાકલ્પની જે વિવેચના કરી, તેનું સુવ્યવસ્થિત સંકલન સંપાદન મુનિ શ્રી દુલહેરાજજીએ કુશળતાપૂર્વક આ ગ્રંથના હિન્દી સંસ્કરણમાં ઉપસ્થિત કર્યું છે. જયાચાર્ય કૃત “ચૌબીસી’ અને ‘આરાધના–બે મહાન ગ્રન્થ છે. એમાંથી “ચૌબીસી' તીર્થકરની સ્તુતિ છે. જયાચાર્ય તીર્થંકર પ્રત્યે સંપૂર્ણ સમર્પણ કર્યું છે. તેમની એક-એક સ્તુતિથી, એક-એક પદ્યથી અને એક-એક શબ્દથી પ્રતિભાસિત થાય છે કે તેઓ સર્વાતમના સમર્પિત હતા. તીર્થકરો પ્રત્યે. સંપૂર્ણપણે મનને સાધી ચૂક્યા હતા, આત્મા સાથે સાક્ષાત્કાર સિદ્ધ કરી ચૂક્યા હતા. આવા સિદ્ધ પુરુષો જ મનના કાયાકલ્પને માર્ગ દેખાડી શકે છે. આ પુસ્તકના પહેલા પાના પર જ એક પંક્તિ છે. “ગુરુ તે નથી જે બુદ્ધિમાન છે. ગુરુ તે જે પ્રજ્ઞાવાન છે.” પ્રજ્ઞાવાન ગુરુ જ તન-મનની બધી ગ્રથિઓનું વિમોચન કરી શકે છે, સત્યને સાક્ષાત્કાર કરાવી શકે છે. મનને સમજવું તથા મનથી અ-મન બનવું સહેલું નથી. મન છે સ્મૃતિઓ + કપનાઓ + ચિંતન. મન અવિરામ સ્મૃતિઓના જાળમાં અથવા કલ્પનાઓના તાણાવાણામાં જ ગુંથાયેલું રહે છે, મનને સંકલ્પ વિકલ્પના ઘેરામાંથી બહાર કાઢવું અને આત્મ-સાક્ષાત્કારના માર્ગે નિયોજિત કરવું—એ જ મનના કાયાકલ્પને મહત્વપૂર્ણ માર્ગ છે. યુવાચાર્ય શ્રીમહાપ્રરે આ ગ્રન્થમાં વિવેચનાપૂર્વક આત્મા, પ્રજ્ઞા, પ્રાણ, સત્ય, મન, સ્વભાવ, વિભાવ આદિ સાથે સંબંધિત વિભિન્ન અંગોનું વિશ્લેષણ કર્યું છે અને આપણું માટે એગ જેવા ગૂઢ વિષયને સરળ અને સરસ ભાષામાં રજૂ કરીને આપણને ઉપકૃત કર્યા છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 286