Book Title: Kavya Amrut Zarna Author(s): Ravjibhai C Desai Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 7
________________ હું આત્મા એક છું. નિશ્ચયે શુદ્ધ છું. પરભાવે અને પદ્રવ્યને સ્વામી નહિ હેવાથી તેમાં મમતા રહિત છું. અને જ્ઞાનદર્શનરૂપ સહજ આત્મસ્વભાવે સંપૂર્ણ છું. એ સહજ આત્મસ્વરૂપના ધ્યાનમાં સ્થિત, એ જ ચેતન્ય અનુભવમાં લીન થઈ આ સર્વ કર્મને, આવોને ક્ષય કરું છું. एकोऽहं निर्ममः शुद्धो ज्ञानी योगीन्द्रगोचरः। बाह्याः संयोगजा भावा मत्तः सर्वेऽपि सर्वदा।। –શ્રી છોપદેશ ૨૭ ચૈતન્યસ્વરૂપ એ હું આત્મા એક છું. પરમાં મમતા રહિત છું. દ્રવ્યકર્મ ભાવકર્મ રહિત શુદ્ધ છું. સ્વપરપ્રકાશક જ્ઞાનસ્વરૂપી પદાર્થ છું. ગીન્દ્ર ભગવાનના અતીન્દ્રિય જ્ઞાને કરી ગમ્ય છું. દ્રવ્ય કર્મના સંગે પ્રાપ્ત જે શરીરાદિ બાહ્યા પદાર્થો છે તે સર્વ મારા વરૂપથી સર્વદા ભિન્ન છે, પર છે. न मे मृत्युः कुतो भीतिः न मे व्याधिः कुतो व्यथा । नाहं बालो न वृद्धो वा न युवैतानि पुद्गले ।। –શ્રી અષ્ટપદેશ ૨૯ ચૈતન્યશક્તિરૂપ ભાવ પ્રાણેને કદાપિ વિયેગ નહિ થતું હોવાથી મને મરણ કદાપિ છે નહિ, તે પછી મને મરણાદિને ભય શાને ? તેમજ મને, ચિતન્યસ્વરૂપ શુદ્ધ આત્માને વ્યાધિ છે નહિ, તે તેની પીડા શી? તેમ હું બાળક નથી, વૃદ્ધ નથી, યુવાન નથી, એ સર્વ અવસ્થા પુદ્ગલની છે. હું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છું. તેથી તેને જ ભજું છું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 300