________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૮૦]
કર્મયોગ
રાગદ્વેષના કદાગ્રહથી ઘેરાયેલ મનુષ્ય મધ્યસ્થ બની શકતું નથી. મધ્યસ્થ થયા વિના વિશ્વમાં પ્રવતિત સર્વધર્મોમાંથી સત્ય અને અસત્યને જુદું પાડવાની શક્તિ પ્રાપ્ત થતી નથી. માધ્યચ્ચગુણ વિના આત્મજ્ઞાનને વિશેષ પ્રકાશ થતું નથી. જ્ઞાનાવરણીયાદિકર્મનાં આવરણે દૂર થવાથી માધ્યચ્ચ ગુણ ખીલી શકે છે. આ વિશ્વમાં મધ્યસ્થગુણની ભાવનાથી સર્વ ધર્મની સર્વ બાજુઓનું અવલોકન કરી શકાય છે. મૈત્રી પ્રમોદ માધ્યસ્થ અને કાય એ ચાર ભાવનાના વિચારોને મનુષ્યોમાં પ્રચાર થવાથી વિશ્વમાંથી અત્યંત અશાનિત દૂર થાય છે અને સ્વસમાન વિશ્વ બની શકે છે. આ વિશ્વમાં મૈત્રીઆદિ ચાર ભાવનાઓને કરોડ ગ્રન્થ લખીને વા તેનાં કરડે ભાષણ કરીને સ્વપરની જે ઉન્નતિ કરી શકાય છે તે અલ્પમાત્ર છે, પરંતુ મૈત્રીઆદિ ચાર ભાવનાને આચારમાં મૂકવી તે જ આત્માની અનંતગણું ઉન્નતિ છે. વાચિક જ્ઞાન વા ભાવનામાત્રથી ઉન્નતિ કરી શકાતી નથી. દેશન્નતિ કરવા માટે, સામાજિકેન્નતિ કરવા માટે, સંઘન્નતિ કરવા માટે, ચાતુવન્નતિ કરવા માટે, ત્યાગીઓની ઉન્નતિ કરવા માટે જે જે ઈચ્છા રાખનારાઓ હોય તેઓએ ચાર ભાવનાને આચારમાં-વર્તનમાં મૂકી બતાવવી જોઈએ. ૨૩૬ સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ, પૃ. ૬૭૯
વિશ્વમાં શક્તિનો પ્રચાર થાય એવા ભિન્ન ભિન્ન કર્મ હોય છે અને ભિન્ન ભિન્ન વણીય મનુષ્યથી શાતિને પ્રચાર થાય છે. ચારે વર્ણોનું અને ત્યાગીઓનું સમાન બળ હોય છે, તે વિશ્વમાં વિશેષતઃ શાન્તિ પ્રસરે છે. કેાઈ વર્ણનું ગુણકર્માનુસારે અધિક વા ન્યૂન બળ થતાં અન્તિને વિકાર ફાટી નીકળે છે. વાત પિત્ત અને કફની.
For Private And Personal Use Only