________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૮]
કર્મચાગ આચાર્ય ઉપાધ્યાય સાધુ વગેરેની જગમયાત્રા ગણાય છે, સ્થાવરતીર્થયાત્રા કરતાં જંગમતીર્થયાત્રાદિથી અનન્તગુણ લાભ થાય છે. આધિભૌતિક અને આધ્યાત્મિક શક્તિને ખીલવવા માટે તીર્થયાત્રાની જરૂર છે. મનુષ્યોએ હર્ષોલ્લાસથી સાધુઓની યાત્રા કરવી જોઈએ. સાપૂનાં ર ગુજઇ તીર્થ भूता हि साश्व: । तीर्थ फलति कालेन सद्यः साघुसमागमः ॥ સાધુઓનાં દર્શન પુણ્યરૂપ છે. સાધુઓ તીર્થસ્વરૂપ છે. સ્થાવરતીર્થો તો અમુક કાલે ફલ આપે છે; પરંતુ સાધુસમાગમ તે તુર્ત ફલ આપે છે. સ્થાવરતીર્થોની યાત્રાથી હૃદયશુદ્ધિ અને શારીરિક શુદ્ધિ કરવી જોઈએ. તીર્થોની યાત્રાઓથી અનેક પ્રકારના વ્યવહારિકલાની તથા ધાર્મિકલાભની પ્રાપ્તિ થાય છે. મેક્ષમાર્ગાનુસારી અને સમ્યગદર્શનમૂલ એવી સાધુતીર્થ. યાત્રા છે. ર૪ર સદૂગુરુની સેવા પૂજાભક્તિમાં અનંતફલ છે
પૂ. ૬૮૮-૮૯ જેણે આત્મજ્ઞાન આપ્યું તેણે સર્વ પ્રકારનું જ્ઞાન આપ્યું એમ અધવું. આત્મજ્ઞાન–બ્રહ્મજ્ઞાનપ્રદ સદ્ગુરુને સર્વ સ્વાર્પણ કરવું જોઈએ. શ્રી જનક વિદેહીએ સર્વસ્વાર્પણ કરીને અષ્ટાવક્રની સેવા કરી હતી. કૃતજ્ઞતાદિ ગુણવડે હહિત અને વૈયાવૃત્યાદિગુણવડે જેઓ યુક્ત થએલ છે એવા કમ
ગીઓવડે આત્મજ્ઞાનપ્રદ ગુરુ સેવાય છે. માન-સત્કાર સાથે હર્ષથી અને ભાવથી શ્રી સદ્ગુરુની સેવા-પૂજા કરવી જોઈએ અને તેમના ચગ્ય એવા વિનયાદિક કર્મ કરવાં જોઈએ. મહર્ષિએ સદ્ગુરુની સેવા-પૂજાભક્તિમાં અનંત ફલ દર્શાવ્યું છે. સંસ્કૃત ગુરુગીતાનું સ્મરણ મનન વાચન કરીને શ્રી સગુરુ સાહેબનો વિનય વગેરે કરવામાં અંશ માત્ર ન્યૂનતા સેવવી નહીં. સદ્ગુરુની ભક્તિસેવાદિ કરનારા સજજને
For Private And Personal Use Only