Book Title: Karmayoga Karnikao Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 123
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકાઓ [૧૧] સામ્યમાં મુક્તિસુખ છે. જેણે સમતાને અનુભવ કર્યો તેણે અવશ્ય મુક્તિસુખને અનુભવ કર્યો એમ માનવું. સમતામાં મુક્તિસુખને અનુભવ થાય છે. મુક્તિનું સુખ કેવું હશે? એમ પૂછનારે સમતાને અનુભવ કરે એટલે તે મુક્તિસુખને અનુભવ કરી શકશે. જેણે અત્ર નરદેડમાં વસતાં છતાં મુક્તિસુખને અનુભવ કર્યો નથી તે દેહત્ય પશ્ચાત્ મુક્તિસુખ પ્રાપ્ત કરી શકતા નથી. અતએવ સામ્યની પ્રાપ્તિ માટે આ કાલમાં જે જે ચિતકર્તવ્ય ધર્મકર્મો કરવાનાં હોય તે કર્મોને તેણે કરવાં જોઈએ. સમતાવંત મહાત્મા મુનિવરોની પાસમાં વસનારને મુક્તિસુખને અનુભવ કરવાની દિશા સુઝી આવે છે. સમતાવંત મહાત્માઓના વચનનું પાન કરવાથી રાગદ્વેષને વિષમભાવ ટળે છે. સમતાવંત મન. ના સહવાસથી અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે. સમતાવંતસન્તને એક ક્ષણમાત્રને સમાગમ કરવાથી કેટિભનાં પાપ ટળે છે. સમતાવંત સને ચિંતામણિરત્નસમાન અને પાર્શ્વમણિ કરતાં પણ અત્યંત સુખપ્રદ હોય છે. સમતાવંત સોની ચરણપૂલમાં આટવાથી પણ સમતાગુણની પ્રાપ્તિ થાય છે. સમતાનાં પ્રતિપાલક અને શાસ્ત્રોનું અધ્યયન કરતાં સમતાવંત સતેની સેવા કરવાથી અનંતગુણઅધિકલાભની તુર્ત પ્રાપ્તિ થાય છે. સમતાવંત સન્તના સમાગમ વિના મુક્તિસુખને અનુભવ થતું નથી. દીવાથી દીવો પ્રગટે છે તદ્ધ, સમતાવંત ચગીની કૃપાથી સમતાની પ્રાપ્તિ થાય છે. સમતાવંત ગીસન્તાની સેવા વિના સમતાને સાક્ષાત્ પ્રાદુર્ભાવ થતું નથી; માટે ભાગ્યમનુએ સમતાવંતસન્તાની શુદ્ધપ્રેમ ભક્તિથી સેવા કરવી જોઈએ. ગમે તે જટાધારી કેઈ ના હોય, વેદાન્ત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127