Book Title: Jivan No Arunoday Part 4
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 71
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અણેદય જ્યાં સુધી શાંત થતી નથી ત્યાં સુધી મન અશાંત રહે છે. ગમે તેટલાં સુખનાં સાધને હાજર હશે પણ મન અશાંત હશે તે સુખ નહીં મળે. માણસમાં ગમે તેટલી બુદ્ધિ હોય તે પણ તેનું મન અશાંત હશે તે બુદ્ધિ પિતાની જગાએથી ખસી જાય છે. તે પોતાનું સમતોલપણું ગુમાવી ન શકવાનાં કાર્યો કરી બેસે છે. માટે બુદ્ધિને સ્થિર રાખવા ચિત્ત હંમેશા પ્રસન્ન રાખે. ચિત્તને પ્રસન્ન રાખવાના ઘણા ઉપાસે છે. ધર્મનું પ્રવચન સાંભળવું, સારાં પુસ્તકનું વાચન કરવું, ચિંતનમનન કરવું, જાપ, ધ્યાન, દર્શન, ભક્તિ કરવાથી ચિત્ત પ્રસન્ન બને છે. ચિત્તને ઊઠતાં-એલતાં ભગવાનના નામ, મરણ સાથે જોડવાથી પણ ચિત્ત પ્રસન્ન બને છે. ભૂલ થઈ જાય તે મોટી વાત નથી. મોટા મેટા વિદ્વાનોની પણ ભૂલ થાય છે, પણ ભૂલ સમજ્યા પછી તેને ભૂલ તરીકે સ્વીકારી સુધારી લેવી. મૂખ લે કો ભૂલ કર્યા પછી તેને સ્વીકાર કરતા નથી. સમજુ લો કે ભૂલ સ્વીકારી લે છે. સ્વાર્થી મનુષ્ય પિતાને સ્વાર્થ સધાયા પછી મિત્રને ત્યાગ કરે છે. નીતિનું વચન છે કે વેશ્યા નિર્ધન પુરુષને, પ્રજા રાજાને, પક્ષી ફળહીન વૃક્ષને, ભેજન કર્યા પછી અવિધિસરને, વિદ્યા લીધા પછી શિષ્ય ગુરુને અને મૃગલાં મળેલા વનનો ત્યાગ કરે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84