Book Title: Jeev Vichar Ras Ek Adhyayan Author(s): Parvati Nenshi Khirani Publisher: Saurashtra Kesri Pranguru View full book textPage 9
________________ અમર્યાદિત જીવ હિંસા થઈ રહી છે. જે પર્યાવરણને અને જીવનને ખોરવી રહી છે ત્યારે જીવોને ઓળખીને એમની રક્ષા - જીવદયા પાલન જરૂરી છે એ માટે જીવનું જાણપણું જરૂરી છે. આપણી સમગ્ર ચેતનાનું કેન્દ્ર જીવ છે. જ્ઞાન - વિજ્ઞાનની પ્રવૃત્તિ જેના દ્વારા થાય છે એ “જીવ” જ છે. એ જીવ વિશે જે સવિસ્તૃત માહિતી શાસ્ત્રો દ્વારા પીરસવામાં આવી છે એનો આંશિક ભાગ એટલે ‘જીવવિચાર રાસ.” જેનું મારી મતિ પ્રમાણે અહીં સંશોધન રજૂ કર્યું છે એ સંશોધનના પ્રેરકબળનું અથથી ઈતિ આ પ્રમાણે છે. પ્રેરણાસ્રોતનું અથથી ઈતિ. બાલ્યવયથી જ પ. પૂ. પિતાશ્રી મણશી ભીમશી છાડવાની પ્રેરણા અને વડીલો બંધુઓ શ્રી ગોપાલજીભાઈ (ડૉ. જી. એમ. છાડવા) અને શ્રી ખીમજીભાઈના પ્રયત્નોથી પુષ્કળ વાંચનના સંસ્કાર મળ્યા. રમકડું, ચાંદામામા, ઝગમગ આદિ બાળસામાયિકોથી લઈને બાળવાર્તાઓ પછી ક્રમશઃ મેગેઝિનો, નોવેલો, જાસુસકથાઓ વગેરે એ મારી કલ્પનાશક્તિ, જિજ્ઞાસાવૃત્તિ, કુતુહલવૃત્તિ, અવલોકન શક્તિ વગેરેને ઉત્તેજિત કરી. મારી H.PT. સ્કુલ (ચર્ચગેટ) ના શિક્ષિકા હંસાબેન મર્ચટની પ્રેરણાથી વિજ્ઞાનના વિષય સાથે વિજ્ઞાન ક્લબ (Science Club) ની મંત્રી તરીકે ફરજ બજાવતાં બજાવતાં મેટ્રિક સુધી પહોંચી. પછી મને મોટાભાઈની જેમ ભણીને ડૉકટર બનવાની તીવ્ર ઝંખના જાગી પણ લગ્ન થતાં ભણતર પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું. પિતૃગૃહેથી પતિગૃહે આવી પણ મારી વાંચન ભૂખ મારા જીવન સંગાથી શ્રી નેણશી વિજપાર ખીરાણી (ગાલા)એ બરાબર પોષી જે આજે પણ યથાવત્ છે. લગ્ન પછી પોણાબેવર્ષે મારા પરમ પૂજય પિતાશ્રીએ હૃદયરોગના હુમલાથી અચાનક જ વિદાય લીધી. શોકગર્તામાં ડૂબેલી મને બહાર કાઢવાના પ્રયત્નરૂપે મારા માતુશ્રી સમાન સાસુજી ભાનુબેન વિજપાર ખીરાણી મને માટુંગાના સ્થાનકવાસી ઉપાશ્રયમાં લઈ ગયા. ત્યારે ત્યાં પ.પૂ. આધ્યાત્મયોગિની લલિતાબાઈ મહાસતીજી (બાપજી) નું ચાતુર્માસ હતું. તેમણે વાત્સલ્યપૂર્ણ સ્વભાવ વડે મને બોધ પમાડ્યો. મારા પર વ્હાલપ વરસાવનારા, મારી માવજત કરનારા મારા પૂ. દાદી વાલીબેન તેમ જ મારા સ્નેહાળ માતુશ્રી મણિબેન તરફથી મારામાં જે ધર્મબીજ પડ્યા હતા એને ધર્મરૂપી માટીમાં ધરબવાનું કામ મારા પૂ. સાસુમાં અને પ.પૂ. મહાસતીજીએ કર્યું. એમની પ્રેરણાથી શ્રી રામતી મહિલા મંડળ માટુંગામાં દાખલ થઈ. ત્યાં પૂ. સૂરજબેન પારેખ અને પૂ. કાંતિભાઈ ગાંધીએ પ્રેરણાનું પાણી પાઈને પેલા ધર્મબીજને ઉછેરવા માંડ્યું અને મારી ભણવાની ઝંખના જાગી ઊઠી. મંડળની ૨૫ શ્રેણી અને બુ.મું.સ્થા. જૈન મહાસંઘની ૧૬ શ્રેણી પાસ કરી. એ દરમ્યાન પૂ.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 554