Book Title: Jeev Vichar Ras Ek Adhyayan
Author(s): Parvati Nenshi Khirani
Publisher: Saurashtra Kesri Pranguru

View full book text
Previous | Next

Page 8
________________ પ્રાફ કથન || શ્રી મહાવીરાય નમઃ || શ્રુતજ્ઞાન તારી ભકિત કરતાં હૃદય મુજ પુલકિત બને, મૃતદેવ તારું સ્મરણ કરતાં મન મારૂં નિર્મળ બને. શ્રુતભાવ તુજને જીવન ધરતાં ધ્યેય મુજ નજદિક બને, ઉપકાર તારા શું કહ્યું? તારી અસ્તિએ મુક્તિ મળે.' જૈન શાસનની આધારશિલા “શ્રુતજ્ઞાન” છે. શાશ્વત સુખની પ્રાપ્તિ શ્રુતજ્ઞાનના માધ્યમથી થાય છે. અનંતા તીર્થંકર દેવોએ શ્રુતજ્ઞાનના માધ્યમથી જ મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી છે. એમને અનુસરીને વર્તમાન શાસનપતિ ભગવાન મહાવીરે પણ શ્રુતજ્ઞાનના આધારથી જ આત્મદર્શનના ભાવ પ્રરૂપ્યા છે. તેથી જ ભગવાન મહાવીરનું દર્શન આત્માનું દર્શન છે. એના આદિ, મધ્ય અને અંતમાં સર્વત્ર આત્મા જ પ્રધાન છે. એના (આત્માના) ઊંડાણ સુધી જવા માટે, એને પામવા માટે દીક્ષિત જીવન અત્યંત આવશ્યક છે. પરંતુ જે દીક્ષિત ન થઈ શકે એણે શિક્ષિd (શ્રુતજ્ઞાની) થવાનો પ્રયત્ન તો અવશ્ય કરવો જ જોઈએ. એ ન્યાયે હું દીક્ષિત તો ન બની પણ શિક્ષિત બનતાં કોણ રોકી શકે? ગૃહસ્થ પર્યાયમાં વ્યવહારિક શિક્ષણનું આકર્ષણ ધાર્મિક શિક્ષણમાં પ્રવર્લ્ડ, વિજ્ઞાનની ચાહક, વિજ્ઞાનની વિદ્યાર્થીની ધાર્મિક જ્ઞાન પ્રત્યે પ્રવૃત્ત બની. ધર્મ વિજ્ઞાનનો સમન્વય જરૂરી લાગ્યો માટે બંને પ્રકારના જ્ઞાન મેળવવાની પ્રવૃત્તિ આજ સુધી ચાલુ છે. વિજ્ઞાન વસ્તુને જાણવાની પ્રક્રિયા છે તો ધર્મ આત્માને પામવાની પ્રક્રિયા છે. વિજ્ઞાન રૂપી (ભૌતિક) પદાર્થોના સ્થૂળ રૂપનું દર્શન કરાવે છે તો ધર્મ સ્થૂળથી સૂક્ષ્મ તત્ત્વના ઊંડાણ સુધી લઈ જાય છે. આત્મા, પરમાત્મા, પરમાણુ આ બધા સૂક્ષ્મ તત્ત્વો છે, જેનું સૂક્ષ્માતિસૂક્ષ્મ દર્શન ધર્મ કરાવી શકે છે. વિજ્ઞાનના સાધનો વડે પ્રાપ્ત થતું સુખ નાશવંત છે જ્યારે ધર્મ દ્વારા પ્રાપ્ત થતું સુખ શાશ્વત છે. વિજ્ઞાને યંત્રસત્તા બક્ષી છે તો ધર્મે ચેતનસત્તા પર ભાર મૂકયો છે. વિજ્ઞાને અગણિત ભૌતિક લબ્ધિઓ પ્રાપ્ત કરાવી છે તો ધર્મે આત્મિક લબ્ધિ પ્રાપ્ત કરાવી છે. વિજ્ઞાન બુદ્ધિનો વિષય છે તો ધર્મ શ્રદ્ધાનો વિષય છે. જયાંથી બદ્ધિની સરહદ પૂરી થાય છે ત્યાંથી આગળ શ્રદ્ધાની સરહદ ચાલુ થાય છે. બંનેનું યથાયોગ્ય મહત્ત્વ સમજીને સમન્વય કરવામાં આવે તો ભૌતિકવાદમાંથી અધ્યાત્મવાદ તરફ જતાં વાર નહિ લાગે. વીર પ્રભુએ પ્રરૂપેલા જીવ - અજીવના ભાવોમાંથી વિજ્ઞાન તો કેટલાંક ભાગનો જ તાગ પામી શક્યું છે. જે તાગ પામ્યા એમાં પણ ભૌતિકતાનો અંશ વધારે પ્રમાણમાં હોવાને કારણે જીવોની ઓળખ વિલીન થતી જાય છે. પરિણામે

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 554