________________
G
પરિચય કરાવ્યો જે સાંભળીને હું કૃતકૃત્ય થઈ ગઈ અને નિર્ણય લેવાઈ ગયો કે મારા માર્ગદર્શક તો ડૉ. કલાબેન શાહ જ. જૈન સાહિત્યના વિષય પર પીએચ.ડી. કરવાના ઈરાદા સાથે પૂ. સાધુ - સાધ્વીજી તેમ જ જૈન જ્ઞાનભંડારોની મુલાકાત લેવાની શરૂઆત કરી.
સૌ પ્રથમ હું લીંબડી અજરામર સંપ્રદાયના ગાદીપતિ પ.પૂ. નરસિંહજી મુનિશ્રીને મળી, એમણે મને આ કાર્ય માટે શુભાષિશ આપ્યા. ત્યારબાદ એમના જ શિષ્યા પ.પૂ. વસંતપ્રભાબાઈ મહાસતીજી અને પ.પૂ. રશ્મિનાબાઈ મહાસતીજીએ પ્રેરકબળ પૂરૂ પાડ્યું. પછી જ્ઞાનભંડારોની મુલાકાત લેતી હતી એ દરમ્યાન ફાર્બસ પુસ્તકાલયમાં ગઈ. ત્યાં ‘અનુસંધાન અંક - ૧૮’માં મહાન ચિંતક શ્રી કુમારપાળભાઈ દેસાઈનો એક શ્રદ્ધાંજલિ લેખ સદ્ગત શ્રી હરિવલ્લભ ભાયાણી માટેનો હતો, તે વાંચવામાં આવ્યો કે -
‘‘સમગ્ર દેશમાં ગુજરાત વિશેષ સમૃદ્ધ છે એના હસ્તપ્રતોમાં સચવાયેલા વિપુલ જ્ઞાનરાશિથી. સમસ્ત દેશમાં ગુજરાત રંક છે એણે કરેલા વિપુલ સાહિત્ય સમૃદ્ધિની ઉપેક્ષાથી. આપણા હસ્તપ્રત ભંડારોમાં પડેલી હજારો હસ્તપતો અભ્યાસી સંશોધકોની રાહ જોઈને બેઠી છે. આવી હસ્તપ્રતો જ્ઞાન ભંડારોની દીવાલોમાંથી બહાર આવે અને ગુજરાતનો જ્ઞાનપ્રકાશ ગ્રંથરૂપે પ્રગટ થાય તે માટે આજીવન ચિંતા સેવનાર શ્રી હરિવલ્લભ ભાયાણીની વિદાયથી કોઈ રીતે ન પુરાય તેવો શૂન્યાવકાશ સર્જાયો છે.’’ - કુમારપાળ દેસાઈ
આ લેખે મારા ચિત્તતંત્રને હલબલાવી મૂક્યું. આ મહાન ભેખધારીને શ્રદ્ધાંજલિ આપવારૂપ મારે એક હસ્તપ્રત પર જ સંશોધન કરવું એવું વિચારબીજ પ્રગટયું. એ વિચારબીજને ઉછેરવામાં ડૉ. કલાબેન શાહે મદદ કરી.
વિવિધ ભંડારોની હસ્તપ્રતોની સૂચિઓમાંથી સંશોધન કરતાં મેં મારા તાત્ત્વિક રસને પોષે એવી શ્રાવક કવિ ઋષભદાસની ૧૭મી સદીની અપ્રકાશિત કૃતિ ‘જીવવિચાર રાસ’ પસંદ કરી. જેની ઝેરોક્ષ મને કોબાના આચાર્ય કૈલાસસાગરસૂરિના પુસ્તકાલયમાંથી પ્રાપ્ત થઈ. સત્તરમી સદીની લિપિના જાણકાર અજરામર લીંબડી સંપ્રદાયના પ.પૂ. પ્રફુલ્લાબાઈ મહાસતીજીએ એને ઉકેલીને એનો સંક્ષિપ્ત સાર મને કહ્યો. એના આધારે એના પર કામ કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ આ લિપિના જાણકાર દરિયાપુરી સંપ્રદાયના પ.પૂ. અપૂર્વ મુનિના શિષ્ય, જ્ઞાનના ઉપાસક, પ.પૂ. અલ્કેશમુનિ જેમનું ચાતુર્માસ અમારા શ્રી માટુંગા સંઘમાં થવાનું હતું તેમને મળી. પ્રથમ પરિચયમાં જ નિઃસ્વાર્થી, નિખાલસ, નિર્મોહી એવા મુનિ ભગવંતે હસ્તપ્રતની જે સૂક્ષ્માતિસૂક્ષ્મ માહિતી આપી એનાથી હું તો આશ્ચર્યચકિત જ થઈ ગઈ ! મને તો ‘છીંડું શોધતા લાધી પોળ”ની અનુભૂતિ થઈ ગઈ. પછી મુંબઈ યુનિવર્સિટીમા ડૉ. કલાબેન શાહના માર્ગદર્શન અને મંજુરીથી પ્રવેશ મેળવવાની