Book Title: Jeev Vichar Ras Ek Adhyayan Author(s): Parvati Nenshi Khirani Publisher: Saurashtra Kesri Pranguru View full book textPage 7
________________ ૨ પ્રકાશકનું નિવેદન જૈનધર્મના અભ્યાસી, વર્ષોથી જૈનશાળા, મહિલામંડળોની પ્રવૃત્તિ અને સાધુસાધ્વીજીઓની વૈયાવચ્ચમાં સયિ ડૉ. પાર્વતીબહેન નેણસીભાઈ ખીરાણી આદર્શ શ્રાવિકા છે. સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરરી રીસર્ચ સેન્ટર દ્વારા જૈન સાહિત્ય જ્ઞાનસત્ર ૫માં વિદુષી પાર્વતીબહેને શ્રાવક કવિ ઋષભદાસનું વ્યક્તિત્ત્વ, કવિત્વ અને કતૃત્ત્વ વિષયક પેપર રજુ કર્યું એ પ્રસંગે જાણવા મળ્યું કે એમણે શ્રાવક કવિ ઋષભદાસકૃત જીવવિચાર રાસ એક અધ્યયન એ વિષય પર સંશોધન કરી પીએચડી માટે શોધ પ્રબંધ તૈયાર કર્યો છે. ડૉ. કલાબહેન શાહના માર્ગદર્શન હેઠળ મુંબઈ યુનિવર્સિટીમાં પીએચડી માટે સ્વીકૃત થયેલ આ મહાનિબંધને ગ્રંથરૂપે પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. જૈન સાહિત્યનું ભારતીય સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને જૈન ગુર્જર કવિઓએ સમૃદ્ધ કર્યું છે. સત્તરમી સદીમાં જૈન કવિઓએ ઉત્તમ રાસકૃતિઓનું સર્જન કર્યું છે. સુશ્રી પાર્વતીબહેને જીવવિચાર રાસ પર સંશોધન કરવાનો પુરુષાર્થ કર્યો છે. તે અનુમોદનીય છે. આ સંશોધન કાર્યમાં તેમને અનેક સાધુસંતોના આશીર્વાદ અને માર્ગદર્શન પ્રાપ્ત થયા છે તો કેટલાંક વિદ્વાનો અને ગ્રંથાલયોનો સહયોગ સાંપડયો છે. આ મહાનિબંધની રચનામાં તેમણે ૨૦૮ ગ્રંથોનો અને ૧૦ સામાયિક(મેગેઝીનો) -ના સંદર્ભ લીધા છે. જિનાગમ અને આગમના ભાષ્ય અને ટીકાઓના ૪૬ ગ્રંથોનો સ્વાધ્યાય કર્યો છે. આટલો સુંદર પરિશ્રમ લઈને તૈયાર કરેલ આ શોધપ્રબંધ જિજ્ઞાસુઓ અને અભ્યાસુઓને જરૂર ઉપયોગી બનશે એવી આશા સાથે વિરમું છું. ગુણવંત બરવાળિયા, સંયોજક - પ્રકાશક સૌરાષ્ટ્ર કેસરી પ્રણગુરુ જૈન ફિલોસોફીકલ એન્ડ લીટરરી રીસર્ચ સેન્ટરPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 554