Book Title: Jainstotrasandohe Part 2
Author(s): Chaturvijay
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 9
________________ " વિજયજીએ ‘ ભારતીય જૈન શ્રમણ સ ંસ્કૃતિ અને લેખનકળા× ’ નામને એક સ્વતંત્ર પુસ્તક જેટલા વિસ્તૃત નિબંધ તૈયાર કરીને, આધુનિક મુદ્રયુગમાં અદૃશ્ય થતી પ્રાચીન લેખનકળા અને તેનાં સાધનેાના સંરક્ષણ કરવા તરફ જાહેર જનતાનુ લક્ષ્ય દાયું. સાથે સાથે મે પણ મારા પાંચ પાંચ વર્ષના અવલાકન દરમ્યાન મારા જાણવામાં આવી તેટલી સાધનસામગ્રીને ઉપયોગ કરી ‘ ગુજરાતની નાશ્રિત કળા અને તેને ઇતિહાસ ’ તથા ‘ ચિત્રવિવરણ ' નામના બે સ્વતંત્ર નિબંધો લખીને મેગલ સમય પહેલાંની ગુજરાતની, ખાસ કરીને જેનાથી આશ્રય પામેલી ચિત્રકળા તરફ સૌથી પ્રથમ ધ્યાન દેારવા પ્રયત્ન કર્યાં છે, અને મને જણાવતાં આનંદ થાય છે કે આવા વિકટ સમયમાં પણ મારા ધાર્યા કરતાં ઘણી જ સુંદર રીતે તે ગ્રંથની લગલગ બધી નકલા ખરીદી લઈને મારા કાર્યોંમાં આગળ વધવા જનતાએ ગર્ભિત રીતે પ્રેરણા કરી છે. અજાયબીની વાત તા એ છે કે શ્રીમાન્ અને ઉદાર એવી જૈન કામના દરેકે દરેક આગેવાને તથા પૂજ્ય અને પવિત્ર એવા મુનિમહારાજાઓએ મને સાથ આપ્યા છે. આ રીતે ઉપર્યુક્ત ત્રણ વિભાગા પૈકી (૧) ચિત્રકળા અને (૨) લેખનકળાની સામગ્રી મે જનતા સમક્ષ રજુ કરી છે, જ્યારે બાકી રહેલા (૩) મયંત્રાદિ વિભાગની જેટલી સામગ્રી મને પ્રાપ્ત થઇ છે તેમાંથી કેટલીક પ્રસ્તુત ગ્રંથમાં અને બાકીની સામગ્રી હવે પછી ટ્રૅક વખતમાં મારા તરફથી પ્રસિદ્ધ થનાર • ભૈરવપદ્માવતી 'માં પ્રસિદ્ધ કર વામાં આવશે. હું આશા રાખું છું કે જાહેર જનતા મારા આ સાહસને વધાવી લેશે અને મને ખીજા અમૂલ્ય ગ્રંથાનું પ્રકાશન કરવા પ્રેરણા કરશે જ. પ્રસ્તુત ગ્રંથમાં મુખ્યત્વે કરીને આય નામકર્મીના ઉદ્દયવાળા, × આ નિબંધની પુસ્તકાકારે પણુ થાડી નકલા બંધાવેલી છે, જેની કિંમત રૂા. ૮-૦-૦ આઠ રૂપૈ રાખવામાં આવી છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 568