Book Title: Jainstotrasandohe Part 2
Author(s): Chaturvijay
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 12
________________ છે તેમ જૂદા જૂદા સ્વભાવવાળા અક્ષરની યથાયોગ્ય રીતે સંકલના -ગુંથણી કરવાથી કેઈ અપૂર્વ શક્તિને પ્રાદુર્ભાવ થાય છે. એ તે જાણીતી વાત છે કે મહાપુરુષોએ ઉચ્ચારેલા સામાન્ય શબ્દોમાં પણ અદ્દભુત સામર્થ્ય રહેલું છે. તે પછી ઉદ્દેશપૂર્વક વિશિષ્ટ વર્ણોની સંકલનાથી યોજેલા પદોના સામર્થ્યની તો વાત જ શી ? આવા પદોના–મન્નપદેના–રચયિતા જેટલે અંશે સંયમ અને સત્યના પાલક હોય તેટલે અંશે તેમાં વિશિષ્ટતા સંભવે છે; તેથી જ મગ્નની ભાષામાં પરિવર્તન કરવામાં આવે અર્થાત તદ્દગત અર્થ અન્ય ભાષા દ્વારા રજુ કરવામાં આવે તો તે પરિવર્તન મન્ટની ગરજ સારી શકે નહિ. મન્ચ ઘણું જ પ્રકારના હોય છે, કેટલાક યોગસાધનાને માટે ઉપયોગી હોય છે અને કેટલાક રોગોની શાંતિ માટે ઉપયોગી હોય છે, કેટલાક લક્ષ્મીની પ્રાપ્તિ માટે હોય છે અને કેટલાક દુશ્મનોને નાશ કરવા માટે યોજેલા હોય છે. દરેક મન્ત્રની સાધના માટે એકાગ્રતા અને તેના ફળ પંરત્વે દઢ વિશ્વાસની પ્રથમ આવશ્યકતા હોય છે. કેટલાકનું એવું માનવું છે કે પ્રાચીન સમયમાં જે મો હતા તેને નાશ થઈ ગએલો છે અને જે તેમ ન માનવામાં તો આજકાલ તે માના અધિષ્ઠાયક દેવો પ્રત્યક્ષ કેમ નથી આવતા ? અને તે પ્રમાણે પ્રત્યક્ષ નહિ આવવાથી તેના પ્રત્યેને વિશ્વાસ ઘટતો જાય છે. આ વાત જરૂર વિચારવા જેવી છે અને તેને બરાબર વિચાર કરવામાં આવે તે તુરત જ જણાઈ આવશે કે આજકાલ મન્ટો પણ તેના તે જ છે અને અધિષ્ઠાયકે પણ બદલાયા નથી, પરંતુ પ્રાચીન સમયમાં તેના સ્મરણ તથા સાધના કરવાવાળાઓમાં જે શ્રદ્ધા, સાહસિક્તા અને પવિત્રતા હતા તે આજકાલના સાધકામાં નથી જોવામાં આવતી. ગ્યતાની વાત તો દૂર રહી, પણ તેના શબ્દોચ્ચાર પણ બરાબર તેઓ કરી શકતા નથી. પૂર્વપુરુષોએ તેની એજના કરવામાં અને તે સંબંધી વિધિ બતાવવામાં જરા પણ બાકી રાખી નથી, પિતાપિતાના ધ્યેય અનુસાર બંને એ વર્તન સાચવ્યું છે, પરંતુ તે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 568