Book Title: Jainstotrasandohe Part 2
Author(s): Chaturvijay
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 10
________________ જંગમ કલ્પવૃક્ષ સમાન, પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુને લગતાં મંત્રમંત્રાદિગર્ભિત તેમ જ યમકશ્લેષાઘલંકૃત નાની મોટી ૬૪ કૃતિઓનો સમાવેશ કરવામાં આવેલ છે. તે કૃતિઓની રચના કરનાર મહાપુરુષો વગેરેની ઐતિહાસિક ચર્ચા સંપાદકે પ્રસ્તાવનામાં કરેલી હોવાથી તે તરફ વાચકેનું ખાસ ધ્યાન ખેંચવાની રજા લઉં છું. આટલા સૂચન બાદ આ પુસ્તક પ્રકાશનને અંગે જેમને હું ઋણી છું તેમનું ઋણ જાહેર કરીને પણ અદા કરવાની શિષ્ટ પુરુષોની પ્રથાનું હું અનુકરણ કરું તે સ્થાને જ ગણાશે. પાટણ બિરાજતા પૂજ્ય પ્રવર્તકજી શ્રીકાંતિવિજયજી તથા તેઓશ્રીના પ્રશિષ્ય વિર્ય મુનિમહારાજ શ્રી પુણ્યવિજ્યજીને અને દક્ષિણવિહારી શ્રીઅમરવિજયજી તથા પ્રસ્તુત ગ્રંથના સંપાદક અને સંશોધક પૂજ્ય ગુરુદેવ શ્રી ચતુરવિજયજીને અત્યંત આભારી છું. આ ગ્રંથમાં છાપવામાં આવેલી કૃતિઓ પૈકી “શ્રીઉવસગ્ગહરંસ્તોત્ર'ની પાર્શ્વદેવગણિત ટીકા પ્રથમ શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકેદ્વારા ફંડ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલી તે છાપવા પરવાનગી આપવા માટે શ્રીયુત જીવણચંદ સાકરચંદ ઝવેરીને તથા શ્રી જેનાનંદ પુસ્તકાલય, સુરત અને શ્રી આત્મારામ જૈન જ્ઞાનમંદિર વડોદરાના વહીવટકર્તાઓને પણ હસ્તલિખિત પ્રતે આપવા માટે આ તકે આભાર માનું છું. આ પુસ્તકના અગાઉથી ગ્રાહક થઈને જે જે પૂજ્ય મુનિમહારાજાઓએ તથા ભાઈઓએ મહને ઉત્તેજિત કર્યો છે તેઓને પણ આભાર માનું છું. ઇચ્છું છું કે-મહારાં ભવિષ્યનાં પ્રકાશનમાં પણ મહારી સાથે ઉભા રહીને આ બધાજ મહારી ભાવનાને સફલ બનાવશે. આ ગ્રન્થમાં છાપવામાં આવેલા યંત્રના પ્રકાશનના છાપવા છપાવવાના સર્વહક્ક પ્રકાશકને જ સ્વાધીન હોવાથી પ્રકાશકની મંજુરી વિના કોઈપણ સંસ્થા અગર ગૃહસ્થને નહિ છપાવવા આગ્રહભરી વિનંતિ છે. વળી આ અતિ દુર્લભ યંગે પૂજનીય તથા વંદનીય છે તેમજ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 568