________________
મીનળ કહે છે. એક પળ, તે રાતે મુ ંજાલ હતા તેવા થઇને રહે. શુ મુંજાલ ! આ મુંજાલ ! ” કહી રાણી પાસે આવી અને મુંજાલના હાથ પકડવા ગઇ, તે એકદમ પાછો હડી ગયા. રાણીની ફાટેલી આંખોએ અને જવલત મુખ ઉપર જે અગ્નિ દેખાતા હતા, તેણે તેને પણ ખાળવા માંડયા.'' આ વાકયોના શે મામિ ક અં છે તે સહજ સમજાય તેમ છે. શ્રીયુત મુનશી આ જગ્યાએ ચેખે ચોખ્ખું હૃદયલગ્નને કારે મૂકી, દૈહિક લગ્નની તૈયારી કરાવે છે. બન્ને કામથી ઉત્તમ છે. પણ મુંજાલ છેવટે રાણીને, કચડી, પટકી, ન્હાસી જાય છે. આ ઉપરથી તે રાતે હતા તેવા થઇને રહે’તો અથ · તે વખતે તે શું કર્યુ ..’ એ શુ સુચવે છે ? માત્ર એટલુ જ સુચવે છે કે જે દૈહિક સંબંધ અહીંયા અધુરા રહયા તે તે રાત્રે અમલમાં મૂકાયલા. આથી આપણે જોઇએ છીએ કે રા. મુનશીએ મીનળ અને મુંજાલને દૈહિક સબંધ પણ જણાવેલ છે. શ્રીયુત મુનશી ઉપર તે પળે પળે તેમને શુદ્ધ પ્રેમ હતો અને હૃદયલગ્ન હતાં એમ લખ્યા કરે છે, પણ મને લાગે છે કે તેમના ધ્યાન બહાર આ દૈહિક સબંધ આલેખવામાં આવ્યા હશે. રા. મુનશીએ આ પ્રમાણે સ્વૈચ્છાનુસાર ગમે તે ધસડી કાઢી કલ્પનાના ઘેાડા દોડાવી ગુજરાતના ઇતિહાસને કલંકિત કર્યાં છે. આ ઐતિહાસિક ઘટનાઓના ખૂન વિષે દરેકજણ શ્રીયુત મુનશીની વિરૂદ્ધ પડયું છે, છતાં કલાવિધાન અને આવા લેખકોએ આવું કર્યું હતું. એવા વાંધા ઉઠાવી રા. મુનશીનું કહેવું પ્રતિપાદન કરનારા, સત્યની હત્યામાં સદાચાર ગણુનારા કેટલાક ભાઇ છે, જે ણે ભાગે મુનશીના પ્રશંસકેાજ છે. આ વિષય ઉપર વિવેચન આગળ કરવામાં આવશે.
“ રા. મુનશીની પાટણની પ્રભુતા' એ એક માલિક કૃતિ નથી, એમ વાંચકવર્ગ આથી સારી રીતે સમજી શકશે, ત્યલમ્ ”
મેં રા. કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓનાં સંબંધમાં જે આક્ષેપ ‘પ્રજાબંધુ’ ના રખ મહાત્સવના વિશેષ અંકમાં કર્યાં હતો તે આક્ષેપ રા. રામચંદ્ર શુકલના આ તુલનાત્મક લેખથી અક્ષરશઃ સિદ્ધ થઈ ગયા છે અને વારે વારે ગાયતે તત્ત્વયોધ: એ નિયમ અનુસાર રા. કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાના સબંધમાં ગત વર્ષથી આરંભાયલી સાધક તથા ખાધક ચર્ચાના પરિણામે જે સત્ય હતું તે પ્રકાશમાં આવી ગયુ છે. એટલે હવે કાઇપણ વિચારશીલ મનુષ્યથી રા. કનૈયાલાલ મુનશીની ‘પાટણની પ્રભુતા’ તથા ‘ગુજરાતને નાથ’ આદિ નવલકથાને ગુજરાતના ગારવને વધારનારી ઐતિહાસિક નવલકથા તરીકે ઓળખાવવાની ધૃષ્ટતા કરી શકાય તેમ છેજ નહિ અને જો કાષ્ઠ મનુષ્ય એવી ધૃષ્ટતા કરશે તેા તેનું કથન પક્ષપાતના પરિણામ કિવા પાગલના પ્રલાપની કૅટિનુંજ મનાશે એ સર્વથા નિવિવાદ છે.
હવે ઐતિહાસિક નવલકથાઓ શા કારણથી લખવામાં આવે છે એ વિષયને આપણે કિ ંચિત્ વિચાર કરીશું. ઇતિહાસના વિષય અત્યંત ગંભીર તથા ગહન હોવાથી સંસારના અન્ય વ્યવસાયેામાં સલગ્ન થયેલા સર્વ સાધારણ' મનુષ્યાથી ઇતિહાસના અભ્યાસ કરી શકાતા નથી, અને તેથી કોઈપણ દેશના માનવ સમાજની ભાવિ ઉન્નતિ માટે તેના પોતાના દેશનું, તેની પાતાની જન્મભૂમિનુ જે ઐતિહાસિક જ્ઞાન અત્યંત આવશ્યકીય મનાય છે તે ઐતિહાસિક જ્ઞાનથી સર્વ સાધારણ જનસમાજ સવ થા વાંચિત રહી જાય છે. ભૂતકાળના ઇતિહાસ ભાવિ ઉત્કષના માતા સૂચક હોવાથી સર્વ સાધારણ જનસમાજ પાતાની જન્મભૂમિના ભૂતકાલિક ઇતિહાસના જ્ઞાનને કાઇપણ પ્રકારના વિશેષ બૈદ્ધિક પરિશ્રમ તથા ગહન અભ્યાસ વિના સહજ મેળવી શકે એટલા માટે વિચારશીલ તથા વિદ્વાન પુરૂષોએ ઇતિહાસને ઐતિહાસિક નવલકથાના મનેર જક સ્વરૂપમાં સર્વ સાધારણ માનવસમાજ સમક્ષ રજૂ કરવાના અને ઐતિહાસિક નવલકથાઓ દ્વારા સર્વ સાધારણ માનવ સમાજમાં ઐતિહાસિક જ્ઞાનને પ્રસારવાના સરલ મા શેોધી કાઢયા છે એ નવીનતાથી દર્શાવવાની આવશ્યકતા હોય એવી મારી માન્યતા નથી. આવી રીતે સર્વ સામાન્ય જનસમુદાયમાં ઐતિહાસિક જ્ઞાનને મનોરંજકતાપૂર્વક પ્રસાર કરવા એજ ઐતિહાસિક નવલકથાના એક માત્ર પ્રધાન ઉદ્દેશ હોવાથી ઐતિહાસિક