Book Title: Jain Shwetambar Conference Herald 1914 03
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 9
________________ જ્ઞાનચર્ચા. ૭૯ કારણનું પણ કારણ કહેવામાં આવે છે. ચેતનતા-સહજાનંદ સ્વરૂપ-એ આત્માને સ્વભાવ છે. આત્મા જ્યારે એ સ્વભાવથી અન્યથા ભાવરૂપ કે વિશેષ ભાવરૂપ વિભાવ સ્વભાવ ધારણ કરી પ્રવર્તે છે ત્યારે તે વિશેષ ભાવને લીધે અર્થાત સ્વભાવથી ખસવાને લીધે કે સંકલ્પ વિકલ્પ થતાં તે કલ્પના પ્રયક્ષ જડરૂપમાં પ્રત્યક્ષ ખડી થવા રૂપ તેને દવ્ય કર્મ લાગે છે એટલે કે આત્મા છે તે વિભાવથી જ મહા વ્યથા વહોરી લે છે અને તેથી જ દ્રવ્યાનુગતર્કણના રચનાર પ્રસિદ્ધ શ્રીમાન ભેજ કવિએ વિભાવ સ્વભાવને મહાવ્યથા કહેલ છે. “સ્વભાવસ્થામાવો વિમા માધ્યથા” સ્વભાવથી અન્યથા ભાવરૂપ વિભાવ પણ મહાવ્યથા રૂપ છેજ. જેટલો જે સ્વભાવથી અન્યથા તેટલું તેને દુઃખ અને તેટલી જ તેના આત્માનંદમાં ખામી જાણવી. આ પ્રમાણે ભાવકર્મ એ આત્માને વિભાવ પરિણામ છે અને વિભાવ પરિણામથી પુગલની સાથે સંબંધ થાય છે તે પગલિક સંબંધ તે દ્રવ્યકમ છે, અર્થાત આત્મા અને દ્રવ્યકર્મને એકમેક મળેલા જેવા થવામાં ભાવકર્મ એ એક આત્માના વિભાવ પરિણામ રૂપ સંબંધ છે. વિભાવ પરિણામથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ છે. સિદ્ધ સર્વથા સ્વભાવ સ્થિત છે જેથી ત્યાં ગજ નથી ત્યારે બીજું તે હોયજ શી રીતે ? ! આત્માને સ્વભાવ તો શુદ્ધ ચેતનતા કેવળ જ્ઞાન રૂપ છે. જ્યારે આત્મા એ કેવલજ્ઞાન સ્વભાવથી અન્યથા વિશેષ પ્રકારે આગળ વધી વિભાવભાવને ઉત્પન્ન કરે છે તે વખતે તેને દ્રવ્યકર્મરૂપ જડ પદાર્થોને સંયોગ થાય છે. આથી સિદ્ધ થાય છે કે વિભાવભાવથી આત્માને પુદગલાસ્તિકાયને સંબંધ છે. તદપિ આત્મતત્વ તે તે પુદ્ગલાસ્તિકાયરૂપ કર્મોપાધિથી અત્યંત ભિન્ન છે. જીવ જે પરિણામ વડે કર્મબંધન કરે છે તે ભાવબંધન છે. જેવી રીતે કલ્પના કરનારને જેની કલ્પના કરી હોય છે તે પદાર્થ ખડો થાય છે તથા સ્વપ્ન વગેરે કલ્પનાનુસાર આવે છે તેવી જ રીતે આત્મા જ્યારે પિતાના સ્વભાવને વિભાવ પરિણામ રૂપ એટલે કે ભાવકર્મ રૂપ કરે છે ત્યારે સ્વપ્નમાં કલ્પનામય સૃષ્ટિ ખડી થવાની પેઠે ત્યાંના પુગલ પરમાણુઓ સ્વભાવાનુસાર કર્મભાવને પામે છે અને એક ક્ષેત્રાવગાહત પામેલા અનુભવાય છે. આત્મા જ્યારે આત્મસ્વરૂપે જ રહે ત્યારે તે સ્વભાવમાં સ્થિર કહેવાય છે અને જ્યારે તેથી વિશેષભાવ-વિભાવમાં હોય છે ત્યારે તેને વિભાવ પરિણામ રૂપ ભાવકર્મકારા દ્રવ્ય કર્મ-કર્મવર્ગણ વળગે છે અને તેથી તે છેવટે કર્મવર્ગનું રૂપ થઈ જવાથી પિતે અનંત સુખી છતાં મહા દુઃખી થતો પોતે પોતાને જાણે અસંતેજીવત વ્યવહાર ચલાવે છે. જ્યારે તે પિતે વિભાવ સ્વભાવમાંથી શુદ્ધ જ્ઞાનરૂપ સ્વભાવમાં સ્થિત થએલો પિતાને અનુભવે છે ત્યારે પિતાને કૃતાર્થ, અનંતજ્ઞાનમય અનુભવે છે. આ પ્રમાણે એક સૂક્ષ્મતમ કલ્પના તે ભાવાર્ય છે, એટલે કે દ્રવ્યકર્મ અને આત્માની વચ્ચેનો સંબંધ કરનાર ભાવકર્મરૂપ આત્મવિભાવ પરિણામ છે. ભાવકર્મ અને દિવ્યકર્મનું સ્વરૂપ પુનઃ પુનઃ વિચારવા યોગ્ય છે. ભાવકર્મ અને દ્રવ્યકર્મનું સ્વરૂપ યથાર્થ વિચારાય તો સ્વભાવમાં સહેજે જ સ્થિર થવાય. તા. ૩-૯-૧૮૧૩. . ગોકુળદાસ નાનજીભાઈ ગાંધી, ટંકારા-કાઠિયાવાડ.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34