Book Title: Jain Shwetambar Conference Herald 1914 03
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 21
________________ શી વાંચન વિભાગ. ૯િ ૨, સં૫. (મનડું મોહ્યુંરે મનમેહન–એ રાસડાને રાગ) સુણજે શિખામણ એક છે મુજ બેનડીએ, રાખી ઘરમાં સુશીલ સ્વભાવ, | સંપ સજે પ્રેમથી, મુજ બેનડીઓ. સુતરને એક તાંતણો, ત્રટી સહેલ જાય; બહુ સાથે વણતાં થકાં, હાથી હેડ બંધાય. બનીએ ન કર્કશા કંકાસથી, મુજ બેનડીઓ. તેથી વાધે ચિત્તમાં પરિતાપ, સંપ સજે પ્રેમથી, મુજ બેનડીઓ. સંપ થકી લક્ષ્મી વધે, સંપે આવે પ્રેમ, અમૃત વરસે મેઉલા, શાંતિ ને સુખ ક્ષેમ. રહે સુદંપતિ પ્રમોદમાં, મુંજ બેનડીઓ. કરી ઘર કુટુંબ સુખવાસ, સંપ સજે પ્રેમથી, મુજ બેનડીઓ. મેહનલાલ દ. દેશાઈ. ૩. મનુષ્યનાં સામાન્ય કર્તવ્યો. ૧ માણસનાં સામાન્ય કર્તવ્ય શું છે? તેને ધર્મ શું છે? તેને કરવાનાં કામમાં કઈ કઈ બાબતોની અગત્ય છે, અને પોતે કેવી રીતે વર્તવું જોઈએ તેને માટે આ લખાણ લખવાને ખાસ ઉદેશ છે. ૨ માબાપને ઉપકારો બાળક ઉપર ઘણાજ થાય છે. જો કે તેને બદલો તે એકે રીતે વાળી શકાય તેમ નથી; તે પણ બાળકોએ માબાપની આજ્ઞામાં રહેવું, માબાપની આજ્ઞા પાળવી, તેજ બાળકોને ધર્મ છે. બાળક જન્મે છે, ત્યારે તેનામાં એક જાતની શક્તિ ખીલેલી હેતી નથી-તે છેક પરાધીન હોય છે, ટગમગ પગ ટકતો નહિ ખાઈ ન શકતે ખાજ; ઉઠી ન શક્તો આપથી, લેશ હતી નહિ લાજ. એ અવસર આણી દયા, બાળકને માબાપ, સુખ આપે દુઃખ વેઠીને, એ ઉપકાર અમાપ, માટે બાળક ઉમર લાયક થતાં સુધી પરાધીન જ હોય છે. તેનામાં પિતાની મેળે સ્વતંત્રતાથી એક પણ કામ કરવાને શક્તિ હતી નથી. તેને બધે આધાર માબાપ ઉપર જ હોય છે; પણ જ્યારે ઉમ્મર લાયક થાય ત્યારે વિદ્યાભ્યાસ કરવા મંડવું જોઈએ.' ૩ બાળકેએ ઉમ્મર લાયક થતાં વિદ્યાભ્યાસ કરવો જ જોઈએ. તે તેનું પ્રથમ કર્તવ્ય

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34