Book Title: Jain Shwetambar Conference Herald 1914 03
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 14
________________ શ્રી જૈન શ્વે. કે. હૈડ. Www ર્શન, જ્ઞાન, ભાવધર્મ આદિ બોધ વાર્તાના પ્રસંગ સાથે આપવામાં આવ્યો છે.), તેથી આવા ઉત્તમ આચાર્ય મહાત્મા વિરચિત થાનુયોગ પુસ્તકનું ભાષાંતર વધુ વધુ બહાર પડે તે ઇચ્છવા યુગ્ય છે. આમ થયે તે પરથી વર્તમાન શૈલીએ નવલકથાઓ આદિ જી શકાશે. પં. શ્રી કેશરવિજયછે ઘણું શાંત, ભવ્યબોધક અને અધ્યાત્મમાં ગુપ્ત રીતે પણ દઢ રીતે આગળ વધી લોકનું કલ્યાણ કેમ થાય તે માટે પ્રગતિ કરનાર ઉત્તમ મુનિરાજ છે. તેમણે તદર્થે યોગશાસ્ત્રનું ભાષાંતર સરળ રીતે કરી આપ્યું છે અને તે ફક્ત આઠ આનાની સ્વલ્પ કીંમતે વેચાય છે, અને આ પણ મોટો ગ્રંથ હોવા છતાં પણ અલ્પ કીંમત રખાવી લોકને સરળતાથી ધર્મમાર્ગ પમાડયો છે તે માટે તેમને વિશેષ ધન્યવાદ ઘટે છે. આવા પ્રયત્નો તેમના તરફથી ચાલુ જ રહેશે એમ અમે ઈચ્છીએ છીએ. ગ્રંથમાં મૂળ ગ્રંથકર્તાનો ઈતિહાસ આપવો ઘટે છે, તે તે વાત પર લક્ષ રખાશે, તેજ હેતુએ અમે ઉપર ટુંક ઇતિહાસ આપ્યો છે. ભાષા સરલ, સ્કુટ અને ભાવવાહી છે. આ ગ્રંથ મેઘજી હીરજી બુકસેલર પાયધુની મુંબઈ પાસેથી મળી શકશે. અમે દરેક ગૃહસ્થને આ રાખવા ભલામણ કરીશું. ૨. ગોધરાનું મહાજન અને કસાઇને ઘેર ઠેર વેચ્યાનું ભોપાળું:- આ નામનું એક ચોપાનિયું આવ્યું છે તેમાં ગોધરામાં શ્રાવકો અને વૈશ્નવોથી બનેલું મહાજન બરાબર કામ ન કરતાં કુસંપ થયો હતો અને શ્રાવકેએ બે ત્રણ શખ્સ પર કસાઈને ઢોર વેચ્યાનું તહેમત આવતાં તે પર ખાસ તપાસ કરી રિપોર્ટ કરવો પડયો હતો અને તેમાં તે શો નિર્દોષ ઠર્યા હતા. આવાં ચેપનીઆથી માલૂમ પડે છે કે કુસંપ ઘરોઘર નજીવી બાબત માટે થઈ પડે છે કે જે કોઈ રીતે ઉન્નતિ થવાની નથી એમ બતાવી આપે છે; છતાં આને વધુ રૂપ આપી આવું રોપાનીયું ન બહાર પાડયું હતું, અને અંદર અંદર સમજી ગયા હતા તે વધારે લાછમ હતું. ૩. શ્રી વૈરાગ્યશતક, આત્મ નિરીક્ષણ અને ભજનની ધૂન:-[કી ૨ આના પૃ. ૫૪ ડોજ્ય. પ્રેસ અમદાવાદ, પ્રકાશક મેઘજી હીરજીની કું. મુંબઈ.] આમાં પ્રથમના બે ભાષાંતર છે અને તે રા. મણિલાલ નથુભાઈ દેશી બી. એ. એ લખેલ છે. વૈરાગ્ય શતકના મૂળ કર્તા તરીકે અશુદ્ધ નામ નામે ગુણવિજયજી આપેલ છે ખરી રીતે મૂળ પ્રાકૃત ભાગધી ભાષામાં છે અને તે પૂર્વાચાર્યોએ કરેલ પ્રાચીન કૃતિ છે, અને તે પર ટીકા સંવત ૧૬૪૭ ના વર્ષમાં ખરતર ગચ્છીય શ્રી જિનચંદ્ર સૂરિના રાજ્યમાં થયેલ શ્રી ગુણ વિનય નામે આચાર્યો કરેલ છે. આ ગુણવિનયસૂરિ જયસોમ સૂારના શિષ્ય હતા એમણે દમયંતિ કથાની ટીકા સં. ૧૬૪૬ માં રચી, અને વિચાર રત્નસંગ્રહ સં. ૧૬૫૭ માં રએ એટલે એજ સમય લગભગમાં આ વૃત્તિ રચી હોવી જોઈએ. આ ગ્રંથ ભાવાર્થ અને બાળબોધ સહીત મોટા આકારમાં મૂળ સાથે સકથાનક ”. શાસ્ત્રી રામચંદ્ર દીના નાથે કરી છપાવેલ હતું, અને તેની ત્રીજી આવૃત્તિ સં. ૧૮૬૧ માં બહાર પડી હતી. આ પરથી મૂળનું ભાષાંતરજ આમાં આપેલ છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34