Book Title: Jain_Satyaprakash 1950 08 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ આ સાંચીનો સ્તૂપ જીલ્લાની નૈઋત્યે ૬ માઈલ પર જીર્ણશીર્ણ દશામાં વિદ્યમાન છે. દર્શાણ દેશમાં વિદિશા નગરી હતી, જે પશ્ચિમ દિશાણું દેશની રાજધાની હતી. તેનાં તથા તેના પરાનાં વિદિશા, ચેતિયગિરિ અને ભલપુર એમ અનેક નામો મળે છે. માલવરાજ ચંપ્રદ્યોતે વિદિશાની વાયવ્યમાં ભગવાન મહાવીરસ્વામીનું દેરાસર બનાવી તેમાં જીવિતસ્વામીની પ્રતિમા સ્થાપી હતી અને ભાઈલ વગેરે વ્યાપારીઓને બોલાવી મોટું પર વસાવ્યું હતું, જેનાં પાછળથી વસવાડી (વૈશ્યપટી), વેશનગર, ભાઈરલ, ભાદલપુર, ભાદ્રપદ, ચેઈયગિરિ (ચૈત્યનગર) અને ભીલ્સા ઈત્યાદિનામે મળે છે. અમ્રાટ અશોકના સમયે દશાર્ણ દેશની રાજધાની ચેતિયગિરિમાં હતી. ચૌદ પૂર્વધારી આ ભદ્રબાહુસ્વામી ભદ્દલપુર યાને ભાદ્રપદની બહાર વડ નીચે સમાધિ લઈ સ્વર્ગે ગયા હતા. આ૦ જસભદ્રના શિષ્યો ભદ્દલપુરની આસપાસ વિચરતા હતા. તેમનાં ભફિજિયા શાખા અને ભદ્રગુપ્ત કુલ જાહેર થયાં છે. સંભવ છે કે વેસવાડીય ગણનું ઉત્પત્તિસ્થાન વિસનગર હાય. વિદિશાથી લગભગ ૪ માઈલ પર ઉદયગિરિ નામની પહાડી છે. તેમાં ૨૦ જૈન ગુફાઓ છે અને ૨૦મી ગુફામાં એક જૈન લેખ છે તે આ પ્રમાણે છે: (૨) નમઃ રિચા , श्रीसंयुतानां गुणतोयधीनां, गुप्तान्वयानां नृपसत्तमानाम् । (२) राज्ये कुलस्याधिविवर्द्धमाने षड्भिर्युतैर्वर्षशतेथ मासे ॥ सुकार्तिके बहुलदिनेथ पंचमे, (३) गुहामुखे स्फुटविकटोत्कटामिमाम् । जितद्विषो जिनवरपार्श्वसंशिकां, जिनाकृति शमदमवान(४)चीकरत् ॥ आचार्यभद्रान्वयभूषणस्य, शिष्यो ह्यसावार्यकुलोद्भवस्य। आचार्यगोश(५)ममुनेस्सुतोस्तु.. पद्मावताऽश्वपतेर्भटस्य ॥ परैरजेयस्य रिपुघ्नमानिनः ससंघिल(६)स्येत्यभिविश्रुतो भुवि । स्वसंशया शंकरनामशब्दितो, विधानयुक्तं यतिमार्गमास्थितः। (७) स उत्तराणां सदृशे कुरूणां, उदादिशादेशवरे प्रसूतः । (८) क्षयाय कर्मारिगणस्य धीमान् , यदत्र पुण्यं तदपाससर्ज ॥ ભદ્રા શાખા અને ભદ્રાયકુલમાં આ ગેશ થયા, જે પાવત અન્યના માલિક, મહાસુભટ, યુદ્ધવીર, શત્રુને હંફાવનાર, કિલા, અને જનસમૂહમાં માન્ય હતા. તેમના પુત્ર તેમજ શિષ્ય મુનિ શંકરે આ ગુફામાં ગુપ્ત સં. ૧૦૬માં ભગવાન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરવી. (ફલીટ-ગુપ્ત-અભિલેખ' પૃ. ૨૫૦, “અનેકત’ વ૦ ૧૦, કિo 8, પૃ૦ ૧૦૬) વિદિશાથી ૬ માઈલ નૈઋત્યમાં “સાંચીનો સ્તૂપ છે. આ રીતે વિદિશાની આસપાસ અનેક પ્રાચીન સ્થાને છે, પહાડીઓ છે, જૈન ગુફાઓ છે અને ૬૦ જેટલા સ્તૂપો છે. એકંદરે આ સ્થળ પ્રાચીન જૈન તીર્થભૂમિ છે. જેનોએ ભારતમાં વિક્રમની દશમી સદી સુધી મેટા રતૂપ તથા સ્તંભ બનાવ્યા છે, ત્યાર પછી એ કળા લુપ્ત થઈ છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28