Book Title: Jain_Satyaprakash 1950 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ કે જેનાથી જીવન પર્યત ગુજારો કરી શકું. એક વાર ચોરી કરી આવ્યા પછી ઘરમાં બેઠે બેઠે હું ખાઈ શકું, અને એથી જ્યારે મારે ઘરથી બહાર નીકળવાનો પ્રણંગજ નહિ આવે તો પછી હું બેલાશે જ કથાથી ? અને ચોરી પણ એવા ઘરમાં કરવી જોઈએ જેથી તેને પણ દુઃખ ન થાય અને વધુમાં વધુ મૂલ્યવાન વસ્તુ લાવી શકે.
ઠીક, તો જાઉં ને આજે રાજાના મહેલમાં જ ખાતર પાડું. કેમકે તેની પાસે વધારેમાં વધારે સંપત્તિ છે. આ રીતે વિચાર કરીને તે ચોરી કરવા નીકળી પડ્યો.
માર્ગમાં તેને સિપાહીઓ મળ્યા. તેમણે તેને પૂછયું. “ઊભા રહે, તું કોણ છે?” “હું ચોર છું.” તેણે કહ્યું. “ક્યાં જાય છે?” સિપાહીઓએ ફરી પૂછવું. બરાજમહેલમાં ગેરી કરવા જાઉં છું.” તેણે જવાબ આપે.
આ કઈ ગાંડે માણસ લાગે છે એમ સમજીને તેને જવા દીધા. આગળ જતાં રાજમહેલના દરવાજેએ તેને એવા જ પ્રશ્નો કર્યા અને બધાને તે એક જ રીતના જવાબ આપી આગળ વધ્યા. રાજમહેલ પાસે આવીને તેણે જોયું તો તેની એક બારી ખુલ્લી હતી. એ બારી વાટે તેણે પ્રવેશ કર્યો.
મહેલમાં અનેક પ્રકારની વસ્તુઓ હતી એ સુંદર વસ્તુઓ જોઈને તેણે વિચાર કર્યો કે આ ચીજ મારે શું કામ આવશે ? આને લઈને હું શું કરું? અને આ ચીજોને છુપાવી લઈ જવીયે કઠણ છે, કદાચ છુપાવીને લઈ પણ જાઉં છતાં જા બોલ્યા વિના જરાયે ચાલી નહિ શકે. આ પ્રકારે વિચાર કરતાં કરતાં તેની નજર ત્યાં પડેલી એક છબી ઉપર પડી. તેણે તે લઈ લીધી. તેને ઉધાડી જોયું તો તેમાં સાત રને હતાં.
ચારે વિચાર કર્યો કે આટલાં બધાં રત્નોની મારે શી જરૂર છે? મારા પિતાને માટે તે ચાર રસ્તે જ બસ છે. તેણે તેમાંથી ચાર રસ્તે લઈ પોતાના કપડાના છેડે બાંધી લીધાં ને બાકીના ત્રણ રત્નો એ ડબ્બીમાં રહેવા દીધાં. ડબ્બીને જેમાં હતી તેમ બંધ કરી એ જ સ્થળે મૂકી દીધી અને પોતે બારીના જ માગે નીકળી પિતાના ઘર તરફ ચાલી નીકળે.
રસ્તે ચાલતાં તેને એક માણસે રાજ્યો, તે પોતે રાજા હતા. વેષ બદલીને તે નગરચર્યા જેવા માટે નીકળ્યા હતા. તેણે ચોરને ઊભો રાખી પૂછ્યું: “તું કેણ છે?”
“કયાંથી આવે છે? ” ચોરી કરીને આવી રહ્યો છું.” કાને ત્યાંથી ?” રાજાના રાજમહેલથી.”
શું ગેરીને લાવ્યો છે?”
ચોરે રત્નો બહાર કાઢીને બતાવ્યાં. એ જોઈ રાજાએ કહ્યું: “વાત તે સાચી છે. તું કયાં રહે છે ?”
For Private And Personal Use Only