Book Title: Jain_Satyaprakash 1950 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમયૂરની આચના વાર્તા તેમણે રજૂ કરી છે. જ્યાં ત્યાં બૌદ્ધ અને જૈન ધર્મ પર તે તેઓ ઊખડી જ પાયા છે. એની અહિંસાને જેટલી લંકાય તેટલી જાડી છે, જે ઐતિહાસિક યુગ માટે અને રાજા વિક્રમ માટે ભારે મતભેદ છે, જે વખતની સ્થિતિ માટે મોટે વિવાદ છે, એ બધું વર્માજીએ પોતાની મનપસંદ રીતે નક્કી કરી નાખ્યું છે, જેની સામાન્ય ચર્ચા અમે આગળ કરવાના છીએ. જો કે અમારા આ લેખનો એ ઉદ્દેશ તો નથી જ, અમને અફસ તે એ થાય છે, કે ઝાંસી રાણી લક્ષ્મીબાઈક જેવી આર્ય રમણીઓનાં વિશુદ્ધ ચરિત્રને પિતાની આજસ્તી કલમનું તેજ આપી વધુ તેજસ્વી ચિત્રણ કરનાર શ્રી. વર્માજી અહીં કેમ ઠોકર ખાઈ ગયા ! વિચાર કરતાં સંપ્રદાય"ને જ પ્રતાપ જણાઈ આવે છે. જે તેમણે પિતાની પ્રિય વ્યકિતઓના, ધર્મનાં કે પ્રદેશનાં વખાણ કરી સંતોષ માન્યો હેત તો અમારે તે વિષે કંઈ કહેવાનું નહોતું. પણ જયારે અન્ય ધર્મ, સંપ્રદાય ને વીર વ્યક્તિઓની હીનમાં હીન પ્રકારે નિંદા કરી ત્યારે અમારે આ લેખિની ચલાવવી પડી છે. કેટલીક સંદિગ્ધ ઘટનાઓ આર્ય કાલક વિષે જ જયારે ચર્ચા ચાલી છે, ત્યારે એક સંદિગ્ધ બાબતને ખુલાસે અહીં કરી દે યોગ્ય થશે, આય કાલાક વિષે એવો આક્ષેપ કરવામાં આવે છે, કે શકેને તેઓ સર્વપ્રથમ ભારતમાં લાગ્યા. પણ ઈતિહાસને જરા ધ્યાનથી અવલોકનારને તરત જણાઈ આવશે કે એ વાત આખી જાતિપૂર્ણ છે. એ કાળે આર્યજાતિમાં અનેક જતિઓનું મિશ્રણ થઈ રહ્યું હતું, તે રાજા ચંદ્રગુપ્ત મૌર્ય તથા તેના પ્રધાન મહર્ષિ ચાણકય જેવાએ પણ ગમે તે જાતની બીને પેટે આર્યપુરુષથી પેદા થયેલ સંતાનને આય લેખવાની ને “ આય હોય તે દાસ ન બને' તેવી આશાઓ કાઢી હતી. મૌર્ય સામ્રાજ્યને અસ્ત અને સાતવાહન રાજાઓના ઉદયકાળ વચ્ચેને એ કાળ ભારે ઉથલપાથલને હતા. ગણતંત્ર શિથિલ બન્યાં હતાં. રાજાઓ ઊભા થતા તે અસ્ત થતા. રાજ હત્યાઓ ચાલ્યા કરતી. અન્તિમ મૌય સમ્રાટની હત્યા એના જ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે કરી અને એ જ શૃંગ વંશને એના કાણા નામના બાહાણ અમાત્યે ખતમ કર્યો. ધમની કલ્પના બધા પાસે હતી. રાષ્ટ્રની વ્યાખ્યા અતિ સંકુચિત હતી, જેથી એક પ્રાંતવા બીજા પ્રાંત પર આફત આવે ત્યારે નિરાતે લહેર કરતે યા તે એના શત્રુને મદદ કરતા. આ માટે કેટલીક ઈતિહાસપ્રસિદ્ધ હકીકતો અમારા કથનને વિશેષ સ્પષ્ટ બનાવવા માટે નીચે આપવામાં આવે છે. અનાર્યોના દેવતા શિવ (૧) આયલેકેએ પ્રારંભથી અનાને પિતાનામાં ભેળવવા પ્રયત્ન કર્યો હતે. રામાયણ કાળથી આર્ય અનાના એકીકરણને પ્રયત્ન ચાલુ હતો. વર્માજી કેમ ભૂલે છે, કે શિવ પહેલાં અનાના દેવતા હતા ને પાછળથી આર્ય-અનાર્ય એકીકરણ વખતે દ્ર તરીકે તેમને વૈદિકધર્મમાં સ્થાન મળ્યું. આ પછી પણ એક સમન્વય પ્રસંગે વૈદિક અવતારોમાં જેના ભ. રાષભદેવ ને બૌદ્ધોના ભ. મુહને ૨૪ અવતારોમાં સ્થાન મળ્યું. વૈદિક ધર્મ, • એકાદ દશકા પહેલાં એક ગેરા અંગ્રેજે સી રાણી લક્ષ્મીબાઈ વિષે ગ્રંથ લખતાં શ્રી, વર્માજીની જેમ જ ગાણું ખાધું હતું. એ ધોળા દેવે આ કાળા લેકની રાણીનો એક અંગ્રેજ જનરલ તરફ ઉપ પ્રણય બતાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેને વિષે ભારે વાદ જ હોય. આ વાતની વર્માજીને અમે યાદ આપીએ છીએ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28