Book Title: Jain_Satyaprakash 1949 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપનિષદ્ અને સ્યાદ્વાદ [ ૮૩ તત્વની અજ્ઞાનતાની સાક્ષી ભલે આપે, પણ એટલો તે વિચાર કરવો જરૂરી છે કે વેદપદમાં આવેલ ના સાહિત્ sણારિકનો અર્થ તેઓ અર્ધ ગૂંચવાણું એ કરશે ખરા? અને જો આ અર્થ સાચો હોય તો જ અર્ધ વૈનાશિક અર્થ સાચે ઘાય. - કારિકામાં જેમ અથંકલ્પનાની વિકલતા છે, તેમ એ યાદ પરનો આક્ષેપ પણ નિર્બળ છે. કેમકે વેદવાક્યો અને ઉપનિષદ્દવાકયથી જ એ અનેકાંતવાદના મંતવ્યને વધારે પુષ્ટિ મળે છે. આ રહ્યા તે પાઠ – માંડુક્યનિષદ્ સૂત્ર ૨-ઉમાં કહ્યું છે કે આત્મા ચાર ભાગમાં વહેંચાયેલ છેઃ (૧) જાગૃત સ્થાનવાળા, બહિષ્મg, સાત અંગવાળો, ઓગણી મુખવાળે, સ્થૂલભોગી, વિશ્વાનર(૨) સ્વાસ્થાનવાળા, અનઃપ્રશ, સાત અંગવાળ, ૧૯ મુખવાળો, વાસનામાત્રભેગી, તિજસ. (૩) સુષુપ્ત સ્થાનવાળો, એકાકી, પ્રજ્ઞાનધન, આનંદમય, આનંદભાગી, પ્રાજ્ઞકે જેમાંથી વિશ્વની ઉત્પત્તિ થયેલ છે. (૪) અંત:પ્રજ્ઞા, બહિષ્મજ્ઞા-ઉભયપ્રતા અને અપ્રજ્ઞા વગેરેથી અદષ્ટ, અવ્યવહાર્ય, અગ્રાવ્ય-અલક્ષણ, અચિત્ય, અવ્યપદેશ્ય, એકામપ્રત્યય સારવાળા, પ્રપંચરહિત શત શૈવ અતિ આત્મા. આ આત્મા એ કારમય છે. આ ચારે પાદવિભાગોનું રૂપ મ છે” આ સૂત્રમાં દર્શાવેલ વૈશ્વાનર, તૈજસ, પ્રાપ્ત અને આત્મા આ ચારે સ્વરૂપ ભિન્નભિન્ન છે. પરસ્પરમાં અસહકાર છતાં તે ચારે ભાગો એકરૂપે પણ સ્વીકૃત થાય છે અને તે પિકીના ત્રણ ભિન્ન પાદોની એકવાકયતામાં કારનો દેહ ઘડાય છે. આવી રીતે એક આત્મસ્વરૂપમાં ચતુર્વિધ કલ્પનાને સ્થાન આપવું તેનું નામ અનેકાંતવાદ નહીં તો બીજું શું? બૃહદારણ્યકોપનિષદ્દ, અધ્યાય ૫-૨, બ્રાહ્મણ ૩ માં કહ્યું છે કે, द्वे वो व ब्राह्मणो रूपे એટલે બ્રહ્મના મૂત અને અમૂર્ત, સ્થિર અને અસ્થિર તથા સત્ય અને મિઓ એમ બે સ્વરૂપ છે. અહીં પણ પરસ્પરમાં અસંગત બે સ્વરૂપ વડે જ બહાના અસ્તિત્વની સિદ્ધિ કરેલ છે. તે પૈકીનું એકપણ વિરોધી અંગ ન હોય તો જરૂર તેને બ્રહ્મ ન કહી શકાય. આ સ્પષ્ટતા આ સૂત્ર પરથી સહજ થાય છે ? કૃષ્ણયજુર્વેદીય તૈતરીપનિષદ્ બ્રહ્મવેલી, અ. ૨. અનુ ૭-૮ માં કહ્યું છે કે, असद्वा इदमग आसित् ततो वै सदजायत सच्चासच्चाभवत् निरुक्तं चानिरुक्तं निलयनं चानिलयनं च विज्ञानं चाविज्ञानं च सत्यं चानृतं च । પ્રસ્તુત પાઠમાં અસદ્દમાંથી સદ્દની ઉત્પત્તિ માની છે અને અનેક વિરોધી ગુણોનું સમકાલીન એકીકરણ કરી પરસ્પર વિરોધી શકિતઓ એક સ્થાનમાં હેવાને સ્વીકાર કર્યો છે. બાદ, અષ્ટક ૮, અધ્યાય ૭, વર્ષ ૧૭, મંડળ ૧૦, અનુવાક-૧૧, સૂત્ર ૧૨૮ માં કહ્યું છે કે — नो सदासित् नोऽसदासित् तदानि नासित रजो। આ સૂત્રમાં જગતની પૂર્વ ઇતિહાસ આપે છે અને બુદ્ધિથી પર એવા સહ તથા અસથી વ્યક્તિ તત્વને જગત-રચનાના માવા તરીકે સ્પષ્ટ કહ્યું છે. અહીં આ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28