Book Title: Jain_Satyaprakash 1946 07 08 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર્વાધિરાજ આવે છે : આપણે જાગીએ તો સારું ! દેવૈનેય દુર્લભ વતનિયમ અને તપશ્ચર્યાના આરાધનનો અપૂર્વ અવસર–પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવે છે. માનવીને બાહ્ય વ્યવસાચા અને દોડાદારીથી અળગા બનાવી. આત્માભિમુખ બનાવીને આત્માની સારસીને સ્વચ્છાતિસ્વચ્છ બનાવવાના પ્રેરક અને પ્રાણવાન સદેશા આપનાર મા પર્વ સમય પમાં શ્રેષ્ઠ હોઈ પધિરાજ પદને સર્વથા લાયક છે. અને માનવી માનવી વચ્ચે તેમ જ માનવી અને સંસારના સમગ્ર પ્રાણીસમુદાય વચ્ચે, સાંસારિક નિત્ય જીવન નિર્વાહ કરતાં જાણે અજાણ્યે, કષાયથી પ્રેર.અને કે ભવિતવ્યતાના બળે વિધિના લેખે કરીને, કોઈને કોઈ પ્રકારને ખટરાગ ઊભો થા અનિ. વાય છે. આત્મસ્વભાવનું દર્શન કરાવી, આત્માને માટે દુશ્મન રૂપ એ ખટરાગને દિલમાંથી દૂર કરી વિશ્વબંધુત્વને સાચા અને સરળ માર્ગ દર્શાવતા આ પર્વાધિરાજ પર્યુષણ પર્વને, જગતના કોઈ ધર્મમાર્ગમાં, જોટો જડે એમ નથી. જાણે દિલના મળેાને સાદ્દ કરવાની કોઈ અજબ જડી-બુટ્ટી ન હોય એવું ખમત-બામણાનું આ પર્વે સાચે જ અપૂર્વ છે. એ પવનું આરાધન કરનારમાં ન હાય હૃષ કે ન હોય ઈર્ષ્યા, ન હાય માન કે ન હોય કલહ; એ તે સદાકાળ સહુ આત્માઓ સાથે આત્મિક મૈત્રીના સમતારસમાં ઝીલવાનો અપૂર્વ આનંદ જ માણ્યા કરે. આવી અપૂર્વ સામગ્રી આપણી પાસે હોવા છતાં, છેવટે આપણે પામર સંસારી માનવીએ છીએ, એટલે કોઈ કોઈ વાર દિલની મલિનતા આપણામાં ઊભરાઈ આવે તે એથી નિરાશ થવાની જરૂર ન હોય; જરૂર છે માત્ર સાચો રાહ પિછાનવાની અને એ રાહ ઉપર આગે કદમ કરવાની દિલની તમન્નાની! એ તમન્ના હશે તે એક દિવસ જરૂર આપણે આપણી આખરી મંજિલ પર પહોંચવાના. | અને અત્યારના દેશ કાળનું અવલોકન કરતાં, એક બીજાનાં દિલને નિર્મળ બનાવી સુખદુઃખમાં ખભેખભો મિલાવી, એકદિલ અને એકબાલવાળા સમાજ તરીકે આપણું" વર્ચસ્વ ટકાવી રાખવાની જરૂર, આજ કરતાં કદાચ કોઈ કાળે વધુ ઉગ્ર ન હતી. આજે તે જણે મહાપ્રલયકારી ઝંઝાવાત શરૂ થયું હોય એમ લાગે છે. હજુ વર્ષ દિવસ પહેલાં જ તળાજામાં પ્રભુમૂર્તિના ખંડનનું ભીષણ તાંડવ રચાઈ ગયું. હજુ ગઈ કાલે જ જૈનપુરી–રાજનગરમાં આપણું મંદિર ઉપર આક્રમણ થયું અને આપણા પંચમહત્રિતધારી મુનિવર ઉપર છરીથી હુમલો થયા, અને ગુજરાતના બારુ ગામમાં જૈન સાધ્વીજી મહારાજ ઉપર ઠાકરડા કામના માણસોએ હાથ ઉપાડયા. આ પ્રસંગે આપણને જાગ્રત થવાના ભયંકર ભેરીનાદ ગજવી રહ્યા છે. વખત એવા આવ્યા છે જ્યારે સ્વાથી, બલહીન કે અપ વગરની પ્રજાને પ્રજા તરીકેનો અવાજ નેસ્તનાબુદ થઈ જશો; અને એકદિલવાળી અને કર્તવ્યપરાયણ એવી મૂઠીભર લાગતા માનવીઓની બનેલી પ્રજા પણ પોતાનું અસ્તિત્વ કાયમ કરી શકશે. આપણા ગૌરવભર્યો ભૂતકાળની જેમ આપણે ઉન્નત અને વર્ચસ્વવાળા જૈન પ્રજા તરીકે જીવવા માગીએ છીએ કે નહીં એના ફેંચલા શેરવાની ઘડી આવી ગઈ છે. આપ મા ચડીને બરાબર પિછાનીએ; માપણું એાગેવાના-આપણા પૂમ શુરવી આ કટીભરી પળને બરાબર પિછાને અને ભાવતા પર્વાધિરાજની પાવક જ્વાળામાં આપણા અંદર મદરના મતભેદ કે મનભેદીના મળને સર્વથા બાળી-જલાવીને એ સહુ એકદિલ અને એકલવાળી સ’પીલી અને બળશાળી જૈન પ્રજા તરીકે આપણું અસ્તિત્વ ટકાવી રાખીએ, અને અમર જૈન સરકૃતિના લાયક વારસદાર તરીકે આપણી જાતને પુરવાર કરીએ.. ૨ દી. કે. For Private And Personal use onlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36