Book Title: Jain_Satyaprakash 1945 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શકસંવત્ ૧૧૦ ની ગુજરાતની મનેાહર જૈન પ્રતિમા [ લે. ૫. લાલચ', ભગવાન ગાંધી. પ્રાચ્યવિદ્યામંદિર, વાદરા ] ઇતિહાસપ્રેમી સુનુ બંધુએ અને બહેને ! પ્રાચીન પ્રભાવશાલી ગૂજરાતની અવશિષ્ટ વિશિષ્ટ વિભૂતિરૂપે, ભષ્ય શિલ્પકલાથી સુરોાલિત, શકસ ંવત્ -૧૦ની-વિક્રમસંવત્ ૧૦૪૫ ની મનેહર એક ટ્રેન-પ્રતિમાને પરિચય કરાવતાં મને આનંદૃ થાય છે, અને આશા છે કે તેના રિચયથી આપ સૌને પણ આનંદ થશે. ગુજરાતના ગૌરવના અભિલાષીઓને, પ્રાચીન ઈતહાસના સંશોધકને, પુરાતત્ત્વના પ્રેમીઓને, પ્રાચીન શિલ્પકલા-ચિત્રકલાના અભ્યાસીએતે, મૂર્તિ-શાસ્ત્ર, મૂર્તિ – પૂજા આદિ વિષયમાં ગવેષણા કરનારા જિજ્ઞાસુગ્માને, તથા વિવિધ દૃષ્ટિબિંદુએથી જોનારા– વિચારનારા જૈન, અજૈન સર્વ સુન્ાને જાણવા-વિચારવા જેવું કઈક પ્રેરણાત્મક તત્ત્વ આામાંથી મળી આવશે-તેમ ધારું છું. ગુજરાતમાં ગૌરવપ્રદ પ્રાચીન સુવર્ણયુગ ઝળહળ્યા પછી, કાલ-ખૂલે અનેક રાજ્યપરિવતના અને આસ્માની–સુલતાની પસાર થઈ ગયા પછી, હજાર વર્ષ જેટલી જૂની તેની સ્મૃતિ કરાવનારી નિશાની-વસ્તુનાં દર્શન આપણને ભાગ્યે જ થઈ શકે. વિક્રમની ૧૧મી સદીના પૂર્વાધ નાં-ચૌલુકય મૂલરાજના સમયનાં ચેડાં તામ્રપટ્ટો–દાનપત્રા સિવાય, સંવત્ અને સ્થળના તથા કરાવનાર આગ્નિના સ્પષ્ટ ઉલ્લેખવાળી પ્રતિમાનાં દર્શન હાલમાં થતાં નથી; તેમ છતાં સદ્ભાગ્યે ચૌલુકય મૂલરાજના રાજ્ય-કાળ જેટલી પ્રાચીન–સાડા નવસે વર્ષો પહેલાંની તેવી એક મનેાહર જૈન પ્રતિમાનાં દર્શન થાય છે; જે સે'કડા વર્ષોથી પૂજાતી હાવા છતાં સાક્ષરસમાજથી બહુધા અજ્ઞાત રહેલી છે. એથી એના પરિચય અહિં આવશ્યક જણાશે. જેનામાં ચૈત્યવાસની પ્રખલતા અધિક પ્રમાણમાં હતી, તે જમાનાની આ પ્રતિમા છે. એથી આ પ્રતિમા કરાવનાર તરીકે કાઈ આસવાલ, પાવાડ, શ્રીમાલી કે અન્ય સદ્દગૃહસ્થનું નામ ન હેાતાં, તે કરાવનાર તરીકે જૈનમુનિનું નામ મળે છે. ગુજરાતમાં– અણહિલવાડ પાટણમાં, ચૌલુકય મહારાજા દુલ ભરાજ (સ. ૧૦૬૫ થી ૧૦૭૮)ની રાજ સભામાં, સુપ્રસિદ્ધ વિજયી-જિનેશ્વરસૂરિએ વાદમાં ચૈત્યવાસને પરાસ્ત કરી, વતિ-વાસને પ્રતિષ્ઠિત કર્યાં-તે પહેલાં-૪ દસકાઓ પૂર્વે આ પ્રતિમાની રચના થઈ હતી. તેમજ આપણે લક્ષ્ય પર લાવવું જોઈએ કે ગુજરેશ્વર ચૌલુકય મહારાજા ભીમદેવના પરાક્રમી વિજયી દંડનાયક વિમલે આબૂ ઉપર અદ્દભુત શિલ્પ-કલાવાળા વિમલવસહી(તિ) નામે પ્રખ્યાત આદીશ્વર–જિનમદિરની કિવા ગુજરાતના કીર્તિસ્ત ંભની પ્રતિષ્ઠા કરી (સ'. ૧૦૮૮); તે પહેલાં ૪૩ વર્ષા પૂર્વે આ જૈન-પ્રતિમાંની રચના થયેલી હાવાથી અનેક રીતે વિચારતાં તેની વિશેષતા સમજાશે. તે સમયે ગૂજરાતની શિપ-કળા કેવા સરસ સ્વરૂપમાં હતી, તેના આ ખ્યાલ આપે-તેવી આ પ્રતિમા છે. ગુજરાતની—ખાસ કરીને જૈતેની ધર્મનિતા, કલાપ્રિયતા, સુસ'સ્કારી સદ્ભાવના, દેવ-ભક્તિ, ગુરુ-ભક્તિ, સમૃદ્ધિ વગેરે અનેક વિશેષતાઓની પ્રતીતિ કરાવે તેવી આ પ્રશસ્ત પ્રતિમા છે. પ્રસ્તુત પ્રતિમાની રચના, લાદેશની પ્રાચીન રાજધાની ભૃગુકચ્છ(ભરૂચ)માં થયેલી હતી, તેમ તેના અતિહાસિક ઉલ્લેખથી સ્પષ્ટ જાણી શકાય તેમ છે. ગુજરાતના ઇતિહાસના * અમદાવાદમાં મળેલ ઇતિહાસસંમેલન-પરિષદ્' માટે તૈયાર કરવામાં આવેલ લેખ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36