Book Title: Jain_Satyaprakash 1945 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંગીત અને જૈન સાહિત્ય (લેખક-. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ.) સંગીત એ અતિ પ્રાચીન કાળની એક વિદ્યા છે–કળા છે અને એ આપણું તેમજ અન્ય દેશોમાં વિકસિત થયેલી છે. એને સાંસારિક તેમજ ધાર્મિક કાર્યો માટે ઉપયોગ થયો છે અને થાય છે. જેન તેમજ “અરેન જગતે એને ભાવભીને સત્કાર કર્યો છે અને એને અંગે વિવિધ કૃતિઓનું સર્જન કર્યું છે. સંગીત પરત્વે જેનેનો શે ફાળે છે એ પ્રશ્ન એક વ્યક્તિએ મને પૂછો અને એને ઉત્તર વિચારવાનું મને મન થયું. અત્યારે તો એ માટે હું સમગ્ર જૈન સાહિત્યમાં ઊંડે ઊતરીને ઉત્તર આપી શકું તેમ નથી એટલે જે કેઈ બાબત મને ફુરે છે તે હું અહીં રજુ કરું છું. - જૈન સાહિત્યનો અભ્યાસ કરવામાં મેં લગભગ મારું અડધું જીવન વ્યતીત કર્યું છે. એ ઉપરથી મારું એવું દૃઢ માનવું થયું છે કે જેને એ-ખાસ કરીને જૈન મુનિવરેએ એ એકે વિષય રહેવા દીધું નથી કે જેને વિષે તેમણે કશું જ લખ્યું ન હોય. સંગીત પરત્વે જૈન કૃતિ કઈ કઈ છે એ જાણવા માટે કેટલાંક સૂચિપત્રો જોવાં જોઈએ. ભાંડારકર પ્રાચવિદ્યાસંશોધન મંદિર તરફથી જે વિવિધ વર્ણનાત્મક સૂચિપત્ર પ્રસિદ્ધ થયું છે તેમાંના બારમા વિભાગમાં અલંકાર, સંગીત અને નાટ્યની હાથપોથીઓ વિષે ઉલ્લેખ છે. સંગીતના જે વીસેક ગ્રંથે એમાં નોંધાયા છે તેમાં એકે જેન કૃતિ નથી, જેકે અલંકાર અને નાટ્ય પર તે ડીપણુ પણ જેન કૃતિઓ છે. જૈન ગ્રન્થાવલીમાં સંગીતદીપક અને સંગીતરત્નાવલી ઉલલેખ છે. એ જેન કૃતિઓ હોય તે પણ એના કર્તાના નામને ત્યાં નિર્દેશ નથી. મૂલજી જયેષ્ઠારામ વ્યાસે સંગીતચિન્તામણિ રચેલ છે, અને એ જામનગરથી ઈ. સ. ૧૮૯૭ માં પ્રસિદ્ધ થયેલ છે. એમાં સંગીતને લગતી અનેક કૃતિઓનો અને તેના કર્તાના નામનો ઉલ્લેખ છે. એમાં સંગીત ઉપનિષદુ નામની એક કૃતિ નોંધાયેલી છે અને એના કર્તા તરીકે સુધાકલશનું નામ છે. “માલધારી' રાજશેખરસૂરિના શિષ્ય સુધાકલશે વિ. સં. ૧૭૮૦માં સંગીતોપનિષદ્ નામની જે કૃતિ રચી છે તે જ આ છે. એમણે આ કૃતિના સાર રૂપે સંગીતપનિષત્સાર છ અધ્યાયમાં વિ. સં. ૧૪૦૬ માં રચ્યો છે. એકાક્ષર નામમાલા રચનારા સુધાકલશ તે આ જ એમ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” (પૃ. ૪૩૨) કહે છે. મંડ૫દુર્ગ (માંડ)ના મંત્રી અને ઝંઝણ સંધવીના બીજા પુત્ર બાહઠના નાના પુત્ર મંડન કે જેઓ ચૌદમી સદીના અંતમાં અને પંદરમી સદીના પ્રારંભમાં થયા છે તેમણે સરસ્વતી–મંડન, કાવ્ય-મંડન, ચંપૂ-મંડન, કાદમ્બરી-મંડન, ચન્દ્રવિજય, અલંકારઝૂંડને, ગાર–મંડન, સંગીત–મંડન અને ઉપસર્ગ-મંડન એમ જે નવ ગ્રંથો રચ્યા છે તે મળે છે. આ બધાને મંડને પિતે જ લખાવ્યા હોય એમ કાયસ્થ વિનાયકદાસના હાથે વિ. સં. ૧૫૦૪ માં તાડપત્ર પર લખાયેલી પાટણના વાડીનાથ પાર્શ્વનાથ મંદિરના ભંડારની ૧ એની પ્રસ્તાવનામાં નાનું માહાસ્ય વર્ણવાયું છે અને પ્રારંભમાં “Music' એ શીર્ષપૂર્વક Ida Goldstein નાં અવતરણ અપાયેલાં છે. ૨ આમાં સાત પટલમાં ગદામાં તેમજ પદ્યમાં નેમિનાથનું ચરિત્ર અપાયેલું છે. કવિકપમ પણ મંડનની કૃતિ છે, પણ તે ઉપલબ્ધ નથી. , For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36