Book Title: Jain_Satyaprakash 1945 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ અહત્ત્વના સ્મારકચિહ્નરૂપ આ પ્રાચીન જૈનપ્રતિમા, વડાદરા–રાજ્યમાં કડી (ઉ. ગૂજરાત)માં જૈનમંદિરમાં (હાલમાં ત્યાં જૈનવિદ્યાર્થિ –ભવનમાં) સુરક્ષિત સ્થિતિમાં વિદ્યમાન છે. આ પ્રતિમાનાં પ્રથમ દૃન મને સ. ૧૯૭૨ માં થયાં હતાં. સદ્ગત બુદ્ધિસાગરસૂરિજીની પ્રેરણાથી જૈન-પ્રતિમાઓના લેખા લેવા માટે તે સમયે મ્હારે કડી જવાનું થયું હતું, ત્યાં સંભવનાથજી મૂલનાયકવાળા જિનમદિરમાં ભોંયરામાં રહેલી આ અસાધારણ આકર્ષક પ્રતિમાનાં દર્શન થતાં, અને તેની પાછળને ઐતિહાસિક ઉલ્લેખ જોતાં ચિત્તમાં ઘણી પ્રસન્નતા થઈ હતી. આ પ્રતિમા, રત્નની કે સેાના-રૂપાતી નથી, મુખ્યતયા પીત્તળની-ધાતુની છે, છતાં ઐતિહાસિક દૃષ્ટિએ અને પ્રાચીન શિલ્પકલાની દૃષ્ટિએ એની મહત્તા એથી પણ અધિક ગણી શકાય. એની રચના હજાર વર્ષ પૂર્વનાં ધર્મશાસ્રતી અને શિલ્પશાસ્ત્રનો પ્રાચીન પતિઓને અનુસરીને બહુધા પ્રમાણુ-પુર:સર જણાય છે. ખીજી તેવી પ્રતિમા કરતાં વજનમાં પણ ભારે છે. પ્રાતિહાર્યાં અને પરિકર સાથે શૈાલતી આ પ્રતિમાની ઊંચાઈ લગભગ એક હાથ-પ્રમાણ છે. શ્વેતાંબર જૈન–સમાજની માન્યતા પ્રમાણે એની રચના થયેલી જણાય છે. શિખરથી શાભતી નાની દેવકુલિકા જેવી આ પ્રતિમામાં મુખ્યતયા જિનેશ્વરદેવાની ૩ મૂર્તિઓ છે. તેમાં મધ્ય સ્થાનમાં મૂળનાયક તરીકે બિરાજતી-પદ્માસને બેઠેલી પ્રતિમા, ૨૩મા તીર્થંકર શ્રીપાર્શ્વનાથની છે, તે પ્રશમરસમાં નિમગ્ન દૃષ્ટિ-યુગલવાળા, પ્રસન્ન મુખ—ક્રમળવાળી પ્રભાવક આકર્ષીક આકૃતિ છે. તેના મસ્તક પર છ ાવાળા નાગે (ધરણેત્રે) કરેલ છત્ર-છાયાના ભાવ દર્શાવવા કુશલ શિલ્પકારે પ્રયત્ન કર્યો છે. સમવસરણમાં બિરાજતા અહુ ન—જિનેશ્વરદેવનું પ્રતીક ચૈત્યવૃક્ષ-અશાકવૃક્ષ, તેની પાછળ દર્શાવેલ છે. ત્રિલેાકની પ્રભુતાને સૂચવતાં ૩ ત્રે, તેના ઉપર દર્શાવ્યાં છે. આાસનની નીચે રત્નનિધાનેાના ભાવને સૂચવતું ચળકતું રૂપાનું ઉજ્જવલ તથા લાલરડુંગનું પાકુ` મીણાકારી જેવું જડાવકામ–નકશીકામ કરેલું જણાય છે. મૂળનાયક શ્રીપાર્શ્વનાથની બન્ને બાજૂ કમળ ઉપર ઊભી રહેલી એકૈક આકૃતિ છે, તે અને જિન–મૂર્તિ એને કાયેત્સગ (કાઉસગ્ગ)-શુકલધ્યાનસ્થ સ્વરૂપમાં દર્શાવી છે. તેમની પાછળ પણ ચૈત્યક્ષ-લતા અને ઉપર ત્રણ ત્રણ છત્રે દર્શાવ્યાં છે. એ તે જિનપ્રતિમાની બાજૂમાં એ પ્રતીહારી( છડીદાર ) ભક્ત દેવીએની આકૃતિઓ દર્શાવી છે, તે વેરાચ્છા અને પદ્માવતીની જણાય છે. તેની નીચે જમણી બાજૂ એ ભુજાવાળા એક સેવકદેવની, તથા ડાબી બાજૂ-ડાબા ખેાળામાં બાળકવાળી ભક્ત દેવાની આકૃતિ જણાય છે, મૂળનાયક તીથંકરના આસન નીચે મધ્યમાં આગળ ચાલતું ધમાઁચક્ર દર્શાવ્યું છે, તેની એ ખામાં વૈરત્યાગ કરી શાંત અનેલા એ સિહા અને તેની સામે નિ ય એ હરણાની આાકૃ તિએ દર્શાવી છે, તે એવું સૂચવવા માટે જણાય છે કે અહિંસા–ધમ ચક્રના પ્રવક ધર્મ –ચક્રવર્તીતી કરના પ્રભાવે, જન્મથી વૈરી આવાં હિંસક પશુઓ પણ જાતિ-વેરના ત્યાગ કરી અહિંસક બન્યાં હતાં અને છે, તેા મનુષ્યા, દેવા તેવા કેમ ન બને ? - દિલાશિણાયામ આજ્ઞન્મ-ચૈત્સ્યાઃ' એ કથનની વાસ્તવિકતા અહિં કુશલ શિલ્પ–લાદ્વારા દર્શાવી છે. સૌથી નીચે જિન-મૂર્તિ-પ્રતિષ્ઠાથી અનુકૂળ થતા હું હેાની આકૃતિ પણ સૂચવેલી જણાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36