Book Title: Jain_Satyaprakash 1945 04 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાત્રા, યાપનીય અવ્યાબાધ અને પ્રાણુક વિહાર (લેખક–પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. ) સુગુરને વન્દન કરી તેમને સુખશાતા પૂછનાર ‘શરીર નિરાબાધ સુખસંજય જાત્રા - આ પાક્ત ઉચ્ચાર છે એ પૂર્વ પ્રણિપાતસૂત્ર યાને ખસામણસત્તમાં એ જ્ઞાવાળા પદનો પ્રયોગ કરે છે. સુગુરુવંદનરૂપ સૂત્રમાં ત્તા એ વણિક જ પદો વપરાયાં છે. આમ જે કેટલાક જૈન પારિભાષિક શબ્દો અવારનવાર કાને પડે છે તેનું મૂળ તેમજ તેનું સ્પષ્ટીકરણ વિવાહુપત્તિ નામના પાંચમા અ ગના ૧૮મા સયમના દસમા ઉસગમાં જે સેસિલ બ્રાહ્મણને અધિકાર આવે છે તેમાં નજરે પડે છે. આની આ હકીક્ત લગભગ એ જ શબ્દોમાં નાયામકહા (સુ. ૧, અ. ૫)માં પણ જોવાય છે. આ એના આધારે હું અહીં યાત્રા વગેરે વિષે કેટલાક ઉલ્લેખ કરું છું.' - યાત્રા-પાઈય ભાષામાં આને ગત્તા અને ગુજરાતીમાં જાત્રા' કહે છે. તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન આવશ્યક ઈયાદિ પ્રવૃત્તિઓને વિષે યતના (જયણા) તે ‘યાત્રા” છે એમ વિવાહુપત્તિમાં કહ્યું છે, જ્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર, ત૫, સંયમ ઈત્યાદિ પ્રવૃત્તિઓ વડે જયણા તે ‘યાત્રા’ એમ નાયાધમકહામાં ઉલ્લેખ છે. આ બંનેનું તાત્પર્ય એક જ છે. ટૂંકમાં કહીએ તે તપ વગેરે શુભ પ્રવૃત્તિ તે “યાત્રા' છે. જ યાપનીય-‘યાંપનીય’ એક જૈન સંપ્રદાયનું નામ છે, પણ તે અહીં પ્રસ્તુત નથી. અહીં તે કળિક તરીકે પાઈયમાં ઓળખાવાતા અને ઇન્દ્રિય-યાપનીય અને ઇન્દ્રિયયાપનીય એવા બે પ્રકારવાળા ‘યાપનીય’ વિષે વિચાર કરવાનો છે. કર્ણ વગેરે પાંચ ઈન્દ્રિયાને ઉપધાત વિના કરવી તે ‘ઈન્દ્રિય-ચાપનીય’ છે. શ્રમણ ભગવાન મહાવીર સોમિલને કહે છે કે પાંચે ઈન્દ્રિયે મારે વશ છે. ક્રોધ, માન, માયા અને લાભનો ક્ષય અથવા તે તે ઉપશાંત હોવાથી તે ઉદયમાં ન હોય એવી અવસ્થા તે ‘ઈન્દ્રિયવ્યાપનીય છે. પ્રભુને અંગે તો ક્રોધાદિ ચારેને ક્ષય છે. - અવ્યાબાધ—આને બદલે ‘નિરાબાધ' શબ્દ પણ વપરાય છે, વાત, પિત્ત અને કફથી તેમજ એના સંનિપાતથી ઉત્પન્ન થતા વિવિધ રાગોના અને આતકાના ઉદયના અભાવ તે ‘અવ્યાબાધ દશા’ છે. શરીર સંબંધી દોષે ઉપશાંત થવાથી એ ઉદયમાં ન આવે તે ‘અવ્યાબાધ દશા” છે. અહીં રોગોની ઉત્પત્તિ માટે વાત, પિત્ત અને કફમાં થતા વૈગુણ્યને ઇશારા કરાયેલા છે.' - પ્રાસુક વિહાર–“પ્રાસુકીને પાઈયમાં જ્ઞાપુત્ર કહે છે. એનો અર્થ ‘નિર્જીવ' યાને અચિત્ત’ થાય છે. આરામમાં, ઉદ્યાનોમાં, દેવકુલોમાં, સભાઓમાં, પરઓમાં તેમજ સ્ત્રી, પશુ અને નપુસકથી રહિત વસતિઓમાં નિર્દોષ અને એષ ગુીય (સ્વીકારવા યોગ્ય) પીઠ, ફલક (પાટિયું), શયા અને સસ્તારક (સંથારા) મેળવીને વિહરવું તે “પ્રાસક વિહાર' કહેવાય છે. મહાવીર સ્વામીને વિદ્વાર તેમજ અનગાર થાવસ્થાપુર (સ્થાપત્યાપુત્ર)ને વિહાર એ પાસુક વિહારનાં ઉદાહરણ રૂપ છે." | સારી રીતે સંયમના નિર્વાહ કરી સુખરૂપે અને નિર્દોષ પણે સમય વિતાવવા એ સાધુતાનું લક્ષણ છે અને એનાં યાત્રા વગેરે અંગે છે. - ગોપીપુરા, સુરત, તા. ૧૬-૩-૪૫ મુદ્રકઃ-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, પિ. બો. નં. ૬ શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય-અમદાવાદ. પ્રકાશક: ચીમનલાલ ગોકળદાસ શાહ, શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. For Private And Personal use onlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28