Book Title: Jain_Satyaprakash 1942 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
બાંના પુત્ર નાથાકે પોતાના કલ્યાણાર્થે ભરાવ્યા ને બહત્તપાગચ્છીય શ્રી ઉદયસાગરસૂરિ જીના શુભ હસ્તે પ્રતિષ્ઠિત કરાવ્યા.
૧૬. સંવત ૧૫૪૧ના શ્રી પાર્શ્વનાથજીની ધાતુની પંચતીથી ગ્વાલીયર-રાજ્યના સાજાપુર જીલ્લાને મંદ ગામમાં છે. તે માંડવમાં પોરવાડ સં. જાના ભાર્યા રાહીના પુત્ર કુરપાલે માતાના કલ્યાણાર્થે ભરાવીને શ્રી સોમસુન્દરસૂરિજીના સંતાનીયા શ્રી લક્ષ્મીસાગર મૂરિજીની પાસે પ્રતિષ્ઠાપિત કરાવ્યા. કુરપાલને પુની નામે પત્ની હતી. પદમણી નામે પુત્ર હતો. પદમસીને આખી નામે સ્ત્રી હતી ને નાની પુત્રી હતી.
૧૭. સંવત ૧૫૪૧ ની સાલના શ્રી સુપાર્શ્વનાથજીના ધાતુના પરિકરયુક્ત ચમત્કારિક ને આફ્લાદક પ્રતિમાજી બુદ્ધનપુરના મન્દિરમાં છે તે ઉપર નીચે પ્રમાણે લેખ છે.
॥६॥ स्वस्ति संवत् १५४१ वर्षे वैशाख सुदि. ५ तिथौ गुरुवासरे श्रीमाल हातीय धरायल गोत्रे उडक पटोलीआ संघवी पोला संताने संघवी हरधण पुत्र संघवी पकदेव पुत्र संघवी राणा भार्या तिलक पुत्र संघवी धरणा संघवी सुरणा धरणा भार्या सेढी पुत्र पदमसी संघवी संहणा भार्या भानु द्वितीय भार्या काटी पुत्र संग्राम एभिर्युतेन संघवी सहाणाकेन आत्मपुण्यार्थ श्रीसुपार्श्वबिम्ब कारितम् । प्रतिष्ठितं च श्रीधर्मघोषगच्छभट्टारक श्रीविजयचन्द्रमरिपट्टे भट्टारक भी साधुरत्नसूरिभिः । मङ्गलमस्तु शुभं भवतु ।
આ લેખ પ્રતિમાજી ઉપર પલાખના ભાગમાં છે. અને ટૂંકમાં પરિકર ઉપર નીચે પ્રમાણે લેખ છે. ५ संवत् १५४१ वर्षे वैशाख सुदि ५ श्रीमालज्ञातीय संघवी राणा सुत संघवी धरणा भार्या सेढी संघवी संहणा भार्या भानु द्वितीय भार्या लाढी एभिर्युतेन भीसुपार्श्वविम्ब कारितम् । प्रतिष्टितं च धर्मघोषगच्छे श्रीसाधुरत्नसूरिभिः ।
૧૮સં. ૧૫૪૭ ની સાલના શ્રી શાન્તિનાથજીના ધાતુના મોટા પ્રતિમાજી હાલમાં માંડવગઢમાં મૂલનાયકજી તરીકે બિરાજમાન છે. તે મંડનનીના કુટુએ ભરાવેલ છે ને તે માહ સુદિ ૧૩ ને રવિવારે પ્રતિષ્ઠિત થયેલ છે, * આ સમ્બન્ધી કેટલીક જાણવા યોગ્ય હકીકત પૂર્વે માંડવગઢજીના મંદિરના વિભાગમાં આવી ગયેલ છે. - - ૧૯. સંવત ૧૫૫૦ ની શ્રી ચંદ્રપ્રભસ્વામીની ધાતુની પંચતીથી ઉજૈન અવતી પાર્શ્વનાથજીના મંદિરમાં છે. તે પ્રતિમાજી માંડવગઢમાં રહેતા શ્રીમાલ જ્ઞાતીય (મૂલલેખમાં તેમના નામ પૂર્વે “+” એ પ્રમાણે છે તે ઉપરથી મંત્રી એ અર્થ લે ઠીક
૧. ગત વર્ષ વૈશાખ મારામાં અમે બુહનપુર હતા ત્યારે ત્યાંના અનુભવી લેકે વાત કરતા હતા કે માંડવગઢ ભાંગવા લાગ્યું ત્યારે આ પ્રતિમાજી તથા એક ચક્ષની મૂર્તિ એક જ રાતમાં માંડવગઢથી બુર્હનપુર આવ્યા હતા. કેણુ લાવ્યું તેની ચોક્કસ ખબર ન પડી. અધિષ્ઠાયક દેવે આમ કર્યું હોય તેમ કલ્પાતુ હતું. કદાચ આ પ્રતિમાજીને આશ્રયીને “માંડવગઢને રાજી નામે દેવ સુપાસ” એ પંક્તિને પ્રાદુર્ભાવ થયે હેય. હાલમાં માંડવગઢજીમાં એક વિશાળ મંદિર બાંધવાનું કામ ચાલે છે. [ આ પ્રતિમાજી મૂળનાયકઇ તરીકે પધરાવવાની વ્યવસ્થા થાય તે તે અભીષ્ટ ગણાય.
For Private And Personal Use Only