Book Title: Jain_Satyaprakash 1942 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ છે. એવું કથન ખોટું પાડવા માળવાએ હજી સુધી પ્રયત્ન કર્યો નથી. માળવાના રહેવાસીઓ નજીવી બાબતમાં જોર શોરથી ઝઘડી પડે છે ને તે ઝઘડા બુઝવવા સારા મારા પ્રયત્ન કરે તે પણ એકેજણ પિતાની બાબત છોડવાની ઉદારતા બતાવી શકતો નથી કે સામા માણસની ખાતર પણ શરમમાં દબાતું નથી. આવી સ્થિતિને કારણે માળવાનાં કેટલાંક ગામોમાં ઘેર ઘેર કુસંપ ને પરસ્પર બેલચાલ બંધ થઈ ગયેલી જવામાં આવે છે. એક વખત એક ગામમાં પાણી વહેરવા માટે જવાનું થયું. અમુક ઘરમાં પાણીને જેગ છે કે નહીં તેની તપાસ કરવાને બાજુના ઘરના એક નાના છોકરાને કહ્યું ત્યારે તેણે કહ્યું કે “અમે આ ઘર સાથે બોલતા નથી. આવા અનુભવો ચાર પાંચ સ્થળે થયેલા. બાલ્યવય નિર્લેપ અને નિર્દોષ છે, તેમાં પણ આવાં કુસંપનાં બીજે આટલે સુધી ઘર કરી ગયેલાં જેવાય એ ખેદ વિષય કહેવાય. માળવાની પરિસ્થિતિ સુધારવાના ઉપાયે - ઉપર બતાવેલ ત્રણ દે જેટલે અંશે ઓછા થતા જાય તેટલે અંશે માળવાની પરિસ્થિતિ સારી થતી જાય. તે દોષ દૂર કરવાને એક તે માળવામાં મુનિવિહારની ખાસ આવશ્યકતા છે. મુનિઓના ઉપદેશથી નકામે સમય ગૂમાવતી પ્રજા ધર્મ ક્રિયામાં વખતને સદુપયોગ કરે, તપશ્ચર્યા આદિથી તામસી વૃત્તિમાં ફેર પડે, સારા સારા ઉપદેશના શ્રવણથી તેઓને કર્તવ્યાકર્તવ્યનું ભાન આવે તે તેથી પરિસ્થિતિ સુધરે. બીજું કેળવણીની જરૂર છે. કેળવાયેલ મનુષ્ય પોતાનો સમય નકામો નહિ ગાળતાં વધારાના સમયમાં વાચન વગેરે કરશે. અને તેથી પરમ્પરાએ તે પિતાના જીવનને બનતે પ્રયત્ન સુધારવા તત્પર થશે. કેળવણી અને સત્સમાગમ એ બે માળવાને પૂરતા પ્રમાણમાં મળે તે ઉપરનું સર્વ છેડા જ સમયમાં સુધરી જાય. પણ આ બે વસ્તુ મળે કેવી રીતે ? . પ્રથમ તે આ બે વસ્તુનું તેઓને મહત્ત્વ સમજાય, તે વગર જીવન લુખ્ખું લાગે, એટલે શુષ્ક જીવનને સરસ બનાવવા તેઓ યત્ન કરે, વત્ન થયે એટલે ‘યત્નને દૂર શું છે ? તેથી સર્વ પદાર્થો સાંપડે. જ્યારે માળવા સુધર્યું એટલે તેમાં આવેલાં સ્થળે તે સ્વાભાવિક રીતે જ સારી સ્થિતિ મૂકાશે. માંડવગઢની ઉન્નતિના તાત્કાલિક ઉપાયો: માળવાની ઉન્નતિ થશે, ત્યારે માંડવગઢની ઉન્નતિ થશે પણ અત્યારે શું? હાલને તબકકે તે માંડવગઢમાં એક સુન્દર અને ભવ્ય મન્દિર થવાની આવશ્યક્તા છે. તે માટે ખાતમુહૂર્ત થયેલ છે. જે સારા પાયા પર મોટું મન્દિર કરવા માટે કામ ચાલી રહેલ છે. પછીથી ત્યાં પેઢીની અને મુનીમની સારી ગોઠવણ થવાની જરૂર છે. અને સાર્વજનિક વિકાસને માટે ત્યાં એક પાઠશાલા વિદ્યાલય કે કેઈ એવી સંસ્થા શરૂ કરવી જોઈએ. વળી તેવા પ્રકારનાં બીજું વાતારણે ઊભા થવાં જોઈએ કે જેથી લેકેનું તે તરફ આકર્ષણ થાય, જનતા ત્યાં આવીને વસવામાં ફાયદો સમજે, સારી વસતી વધે એટલે વિકાસ વધે તે સ્વાભાવિક છે. માટે સૌએ પિતાથી બની શકે તેટલું વિકાસ તરફ લક્ષ્ય રાખીને પ્રયત્ન કરવો જોઈએ. માળવા અને માંડવગઢ પૂર્વના જેવી ઉન્નતિને અનુભવે એ જ ભાવના સાથે આ લેખ અહીં પૂર્ણ કરું છું. (સમા) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44