Book Title: Jain_Satyaprakash 1942 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાવાલ પ્રકરણનું સમાધાન જાવાલના શ્રી અંબિકાદેવીના જિનમંદિરમાંની શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ ત્યાંના વૈષ્ણના હાથે ખંડિત થયાથી સમગ્ર જૈન આલમમાં હાહાકાર મચી ગયો હતો.આ કમનસીબ ઘટનાના અહેવાલો વર્તમાનપત્રો દ્વારા તેમજ બીજી રીતે જાણ્યા પછી અમદાવાદની ધી યંગમેન્સ જેન સોસાયટીએ એ પ્રકરણ પિતાના હાથમાં લઈને તે માટે ઘટતું કરવાનો નિર્ણય કર્યો હતો. અને એ નિર્ણય અનુસાર ધી યંગમેન્સ જૈન સોસાયટીના માનદમંત્રી શ્રીમાન રીમનલાલ કેશવલાલ કડિયાની આગેવાની નીચે શેઠ શ્રી સારાભાઈ હઠીસિંગ અને શ્રી ભગવાનજી કપાસીનું બનેલ પ્રતિનિધિમંડળ બે વખત સિદેહી તેમજ જાવાલ ગયું હતું. આ પ્રતિનિધિમંડળે સિરોહી અને જાવાલના જૈનભાઈઓ, વૈષ્ણ, જાવાલના ઠાકેર તેમજ રાજ્યના જુદા જુદા અમલદારોને મળીને તેમની સાથે આ સંબંધી વાટાઘાટો ચલાવી હતી અને છેવટે તા. ૧–૫–૧૯૪૨ના દિવસે આ દુઃખદ પ્રકરણનું નીચે મુજબ સમાધાન કરવામાં આવ્યું હતું. આ સમાધાનથી સિરોહી તેમજ જાવાલના જેમાં આનંદની લાગણી ફેલાઈ હતી. -તંત્રી] રાજ્ય બહાર પાડેલે સમાધાનને ડ્રાફટ “ જેનધર્મ પ્રત્યેની સાચી લાગણથી પ્રેરાઈને અન્ય કામ અને જેને વચ્ચે સમાધાન થાય, ભ્રાતૃભાવની લાગણી પ્રસરે અને હંમેશ માટે શાંતિ સ્થપાય એવા ઉમદા આશયથી અમદાવાદની ધી યંગ મેન્સ જન સેસાયટીના પ્રતિનિધિઓ શેઠ સારાભાઇ હઠીસીંગ, શેઠ ચીમનલાલ કેશવલાલ કડીઓ અને મી. ભગવાનજી જે. કપાસી-સુલેહના સંદેશવાહકે તા. ૩૦ એપ્રીલના રેજ કાઉન્સીલને મળ્યા હતા. આ પ્રતિનિધિમંડળ ખરેખર પ્રશંસનીય હતું. પ્રજા વચ્ચે સારી ભ્રાતૃભાવની લાગણી સ્થપાય અને ટકી રહે, એવા પ્રયાસ બદલ દરબાર સાહેબ આ સંગ્રહસ્થાને અભિનંદન અપે છે. પ્રતિનિધિમંડળના આ હેતુને બર લાવવામાં સહાય અર્થે દરબાર સાહેબને નીચેના હુકમ બહાર પાડતાં ઘણું જ હર્ષ થાય છે– (૧) તા. ર૦ મી માર્ચના રોજ એક તોફાની ટોળાએ જે શ્રી નેમિનાથ ભગવાનની મૂતિને તેડી હતી, તેને તે જ દેવી ઉપર અને તે જ મંદિરમાં ફરી સ્થાપન કરવી. (૨) આ ઝગડાનું મૂળ એટલે કે તા. ર૦મી માર્ચ ૧૯૪રના રોજ ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટના હુકમ મુજબ જૈનેતરોને આ મંદિરમાં દર્શન કરવાને જે હક્ક - ૧ પ્રતિનિધિમંડળ સાથે નક્કી થયા મુજબ આ સમાધાનને મુસદ્દો રાજ્યના ગેઝેટમાં પ્રકટ કરવાનો હતો. અહીં એ સમાધાનને ગુજરાતી અનુવાદ આપવામાં આવ્યો છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44