Book Title: Jain_Satyaprakash 1942 02 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ૬] દર્શાવતી (ઈ) [૩૩૭] વેલનાથ મહાદેવ અને તેન્દ્ર પાસે જેન ચિત્ય–વૈદ્યનાથ નામના શિવ મંદિર ઉપરથી માળવાના રાજાએ જૂનાં સુવર્ણનાં શિખરો [કળશો] ઉપાડી જવાથી ચૌલુકય રાજા વિરધવળના હદયને આનંદિત કરવાની ઇચ્છાથી ૨૧ નવાં સુવર્ણ શિખર ચઢાવ્યાં, અને સૂર્યદેવની નવી મૂર્તિ પધરાવી વૈદ્યનાથ મહાદેવના ગર્ભગૃહની આગળ પિતાના રાજા (વરધવળ)ની મૂર્તિ, તેની પ્રિયતમા (જયતલ દેવી)ની મૂર્તાિ, પિતાના લધુ બંધુની અને રેષ્ઠ બંધુની મૂર્તિ તથા પિતાની મૂર્તિ સાથે જૈન ચૈત્ય કરાવ્યું. ત્યાં નવ ખંડવાળી ધરાને ઉઘાત કરવામાં સૂર્ય જેવા સેનાના પવિત્ર નવ કળશ કરાવ્યા હતા. ત્યાં કિલ્લાના પશ્ચિમ અને ઉત્તર દ્વાર પર પિતાના કીર્તિમંગળને પાઠ કરનારી બે પ્રશસ્તિઓની સ્થાપના કરી હતી. (જે ૧૧૬ કાત્મક હતી અને હજુ ખંડિત સ્વરૂપમાં ત્યાં વિદ્યમાન છે. જુઓ ડભોઈનાં પુરાતન કામો'.) વાપી-વળી સ્વાદુ પાણીથી શોભતી સ્વયંવર મહાવાપી કરાવીને પૃથ્વીને નવીન અમૃતના આસ્વાદવાળી કરી હતી. તોરણ અને ધર્મમાંડવી–વૈદ્યનાથ મહાદેવના મંદિરના ઉત્તર દ્વાર આગળ સફેદ પાષાણે વડે ઊંચું તોરણ રચાવ્યું હતું અને રાજમંદિરની સામે મંત્રીશ્વર વસ્તુપાળે બે માળવાળી સેનાના કળશથી શોભતી ધર્મમાંડવી કરાવી હતી. મંત્રીશ્વર વસ્તુપાળને દેહવિલય વિક્રમ સંવત ૧૨૯૮માં થયો અને તેજપાળ સંવત ૧૩૦૮માં પરલકવાસી થયા હતા. તેઓ વીસલદેવના મંત્રી હતા. પેથડ કુમારે કરાવેલું જિનચૈત્ય–સંવત ૧૩૨૦ ની આસપાસ ઇતિહાસપ્રસિદ્ધ માંડવગઢના પથકુમારે તપાગચ્છીય શ્રી ધર્મઘોષસૂરીશ્વરજીના ઉપદેશામૃતથી ભિન્નભિન્ન ૮૩ સ્થળોમાં જિનમંદિર બંધાવ્યાં હતાં તેમાં દર્શાવતી (ભોઇ)માં પણ જિનચેત કરાવ્યાને ઉલ્લેખ નજરે પડે છે. જુઓ–મારતીપત્તને તારાપુર રમવતીપુરા આ સર્વ દેરાસરે અત્યારે અસ્તિત્વમાં નથી, પરંતુ જુમ્મામદ તથા મહાલક્ષ્મીજી અને કાલિકામાતાનું મંદિર તેનાં અવશેષો મનાય છે. ત્યાં હજુ પણ બારીક દષ્ટિએ તપાસતાં જૈનત્વની નિશાનીઓ મળે છે. વિદ્યમાન દેરાસરે તેમાંનું લોઢણ પાર્શ્વનાથનું દેરાસર–હાલમાં અત્રે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રાવકે (સર્વ વીસાશ્રીમાળી)ની વસ્તી ૧૫૦૦ માણસની છે. તેમને ધમક્રિયા નિમિત્તે તથા સાધુ સાધ્વીના આશ્રયાથે વિશાલ ઉપાશ્રયો છે. વિદ્યાર્થીઓને ધાર્મિક અભ્યાસ માટે શ્રી આત્મારામજી જૈન પાઠશાળા (સં. ૧૯૫૨થી) સતત ચાલુ છે. સાધર્મિક વાર્તાલ્યાદિ અર્થે બે વાડીઓ તથા યાત્રુળુઓ માટે પણ સગવડતાવાળું આ સ્થળ છે. અહીં અત્યારે આઠ દેરાસર વિદ્યમાન છે. તેમાં જૂનામાં જૂનું ૧ શ્રી લઢણુ પાર્શ્વનાથનું દેરાસર ગણાય છે. તેના અંગે કિંવદંતી એવી છે કે-સાગરદત્ત નામે સાર્થવાહ ફરતો ફરતે દર્ભવતી આવ્યો. તેને રોજ પૂજા કરવાનો નિયમ હતો, ને પ્રતિમાજી પિતાના સ્થળે વિસરી જવાથી તેણે ભોજન કર્યું નહીં. પછી વેળુની પ્રતિમા બનાવી પૂજન કરી ભોજન કર્યું ૭ જુઓ સુકૃતસંકીર્તન સ. ૧૧, હા. ૩૩. ૮, આ હકીકત ૫. લા. ભ. ગાંધીકૃત ‘તેજપાળને વિજય” ઉપરથી લીધી છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46