Book Title: Jain_Satyaprakash 1942 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૫]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ - પ્રતિજ્ઞા ગ્રહણ કરતાં પ્રતિજ્ઞાપાલનમાં વધારે બહાદુરીની જરૂર રહે છે. રાણી લીલાવતી એક મહાન રોગથી પીડાતાં હતાં, લાખ રૂપિયા ખરચતાં ને હજારે ઉપાયો કરતાં જે રોગની શાન્તિ ન થઈ તે રોગ આ બહ્મચારી મંત્રીશ્વરના પવિત્ર વસ્ત્ર ઓઢવા માત્રથી ચાલ્યો ગયો ને રાણીજી સ્વસ્થ થયાં. એક સમય રાજાના પટ્ટ હસ્તીને પિશાચને આવેશ થયા ને તેથી તે ગાંડ તેફાની ને ધીરે ધીરે મરણપ્રાય: બની ગયો. તેને પણ મંત્રીશ્વરે વસ્ત્રના પ્રભાવથી સ્વસ્થ અને ઉપદ્રવમુક્ત કર્યો. આ અદ્દભુત ચમત્કારથી રાજાએ મંત્રીશ્વરને સભામાં લાખ દ્રવ્ય ને પાંચ દુકૂલ અર્પણ કરી તેમના શીયળને મહિમા વધાર્યો. એ પ્રમાણે મંત્રીશ્વરે અંગીકૃત બ્રહ્મચર્યવ્રત પૂર્ણ શુદ્ધિએ પાળ્યું હતું. જિનમંદિરનું નિર્માણ અને જીર્ણોદ્ધાર –જડીબટીથી બનાવેલ સુવર્ણ અને બીજી દેવી શક્તિઓથી પ્રાપ્ત થયેલ સંપત્તિ પિતાના વ્રત કરતાં વિશેષ હોવાને કારણે ગુરૂ મહારાજને પૂછી તે સર્વ ધર્મકાર્યમાં વાપરી. તેમાં માંડવગઢમાં ૧૮ લાખ દ્રવ્ય ખર્ચ “શ્રી શત્રુંજયાવતાર' નામનું ૭૨ જિનાલયવાળું વિશાળ મંદિર બંધાવ્યું. અને બીજાં એકારપુર, તારપુર, દર્ભાવતી [ભાઇ,] ધારાનગરી, નાગપુર, વડોદરા, કરંડા, ચંદ્રાવતી, ચિત, ચારૂપ, ઈન્દ્રપુર [ઇન્દોર, વામનસ્થળી વિથળી, જયપુર, ઉજજૈન, જાલન્ધર, [જાર), પ્રતિષ્ઠાનપુર, વર્ધમાનનગર વઢવાણ, હસ્તિનાપુર, કર્ણદુર્ગ [જુનાગઢ], ધવલપુર, ળિકા), દેવગિરિ દિલિતબાદ] વગેરે સ્થળે સુવર્ણન ધ્વજ કળશથી સુશોભિત ૮૩ જિનમંદિર બંધાવ્યાં. માંડવગઢજીમાં ૩૦૦ જિનાલયને ઉદ્ધાર કરવી તે ઉપર સુવર્ણના કળશ અને વજદંડ ચઢાવ્યા. રાજા અને રાજ્ય ઉપર પ્રભાવ –જયસિંહ દેવ રાજાએ જ્યારે મંત્રીશ્વરને કહ્યું કે ચિત્રાવેલ અને કામધટ જેવી વસ્તુઓ રાજ્યભંડારમાં શોભે ત્યારે તેમણે તે બન્ને વસ્તુ રાજાને પ્રેમ સમર્પણ કરી. સાત વ્યસનનું દુઃખદાયી સ્વરૂપ જયસિંહ દેવરાજાને સમજાવીને જાતે વ્યયનને રાજાને ત્યાગ કરાવ્યું ને બીજ–પાંચમ-આઠમ-અગિયારસ ને ચૌદશ એમ દશ પવી કોઈ પણ સાત વ્યસનને ન સેવે એવું આજ્ઞાપત્ર રાજા પાસેથી મેળવવીને રાજ્યમાંથી સાત વ્યસને બંધ કરાવ્યાં. સવા કરોડને વ્યય કરી જુદે જુદે સ્થળે દાનશાળાઓ બંધાવી. સિદ્ધાચલ–ગિરિનારજીને સંઘઃ–પેથડકુમારે બાવન [૫૨] સેના ચાંદી આદિના જિનાલ અને સાત લાખ માણસ સહિત શ્રી સિદ્ધાચલ-ગિરિનારજીને છરી પાળતા મહાન સંધ કાઢવ્યો. સંધ જ્યારે શત્રુંજય પહોંચ્યો ત્યારે ત્યાં સંધપતિજીએ ૨૧ ધડી સેનાને વ્યય કરી શ્રી આદીશ્વર પ્રભુના પ્રાસાદને સુવર્ણથી મઢાવ્યો અને અઢારભાર સોનાના દંડ કળશ કરાવી ચઢાવ્યા. શેત્રુંજયથી સંધ ગિરિનાર પહએ. તે સમયે ત્યાં ગિનીપુર(દિલ્લી)થી અલ્લાઉદ્દીન રાજાને માનીતે પૂરણ નામને દિગમ્બર અગ્રવાલ પણ સંધ લઈને આવ્યો હતો. તીર્થના સમ્બન્ધમાં બને સંઘ વચ્ચે વાદવિવાદ ચાલ્યો. એક કહે કે તીર્થ તામ્બરાનું છે ને બીજે કહે કે દિગમ્બરેનું છે, છેવટે વૃદ્ધોએ જે ૧ પા પાંચ શેર એટલે ૪૦૦ તેલાની એક ધડી થાય છે. આજે પણ માળવામાં ઉડીનું માપ ચાલુ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46