Book Title: Jain_Satyaprakash 1942 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬] સેરીસા તીર્થ [૩૬] , , , , , , , , , , , , મસે દીઠે, તેના ઉપર તેણે ટાંકણું માર્યું. ટાંકણું વાગતાં જ અંદરથી લોહી નીકળવા માંડ્યું. સૂરિજી મહારાજે આ જોઈ કહ્યું કે આ તે શું કર્યું ' જે પ્રતિમાના હદયમાં મસો. રહ્યો હેત તે પ્રતિમા અતિશય પ્રભાવકારી થાત. ત્યાર પછી અંગૂઠે દાબી સરિજીએ લોહી બંધ કર્યું. આવી રીતે આ પ્રતિમાજી થયાં. આ સિવાય બીજા વીશ બિબે ખાણમાંથી લાવીને સ્થાપ્યાં. ત્યાર પછી અયોધ્યાથી ત્રણ મહાન બિબે આકાશ માગે રાત્રે જ મંગાવ્યાં. ચોથું મોટું બિંબ લાવતાં સવાર થઈ ગયું તેથી ધારાસન નગરના ખેતરમાં તે બિંબ સ્થાપ્યું, ત્યારપછી ચૌલુકયચક્રવતી મહારાજા કુમારપાલે શું બિંબ બના રાવી સ્થાપ્યું. આવી રીતે સેરીસાનગરમાં મહાપ્રભાવિક પાર્શ્વનાથ ભગવાન અત્યારે ગ્રંથકારના સમયમાં] પણ પૂજાય છે. મિથ્યાત્વીઓ પણ તેને ઉપદ્રવ કરવા સમર્થ નથી થતા. આ મૂર્તિ જલદી બનાવી હેવાથી શરીરનાં અગે બરાબર વિકસિત થયાં નથી. તે બિંબ અત્યારે પણ ચિત્ય ઘરમાં પૂજાય છે.” આ સેરીસા તીર્થના સ્થાપક શ્રી દેવેંદ્રસૂરિ સંબંધી વધુ પરિચય આ પ્રમાણે મળે છે નાભિનંદનેશદ્વાર પ્રબંધ કે જે ઉપકેશનના કરિજીએ સં. ૧૩૯૩માં કાંજકેટપુરમાં બનાવ્યો છે તેમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે– संघप्रयाणकेष्वेवं दीयमानेष्वर्हनिशम् । श्रीसेरीसाह्रयस्थान प्राप देसलसंघपः ॥ श्रीवामेयजिनस्तस्मिन्नूर्ध्वप्रतिमया स्थितः। धरणेन्द्राशसंस्थ्यंहिः सकले यः कलावपि ॥ यः पुरा सूत्रधारेण पटाच्छादितचक्षुषा । एकस्यामेषशर्वया देवादेशादघट्यत ॥ श्रीनागेन्द्रगणाधीशैः श्रीमद्देवेन्द्रसूरिभिः । प्रतिष्ठितो मन्त्रशक्तिसम्पन्नसकलेहितैः।। तैरव सम्मेतगिरेविंशतिस्तीर्थनायकाः। आनिन्यिरे मन्त्रशक्त्या त्रयः कान्तिपुरीस्थिताः। तदादीदं स्थापितं सत्तीर्थं देवेन्द्रसूरिभिः । देवप्रभावाद् विभविसम्पन्नजनवाञ्छितम् ॥ આવી રીતે અહર્નિશ સંધ સાથે પ્રયાણ કરતા કરતા સંધપતિ દેશલ સેરીસા પહોંચ્યા. ત્યાં પાર્શ્વજિન ઊર્ધ્વ પ્રતિમાઓ (કાઉસગ્ગ ધ્યાને) રહેલા છે. ધરણેથી પૂજાતા ચરણવાળા જે પ્રભુ આ કલિકાલમાં પણ પ્રભાવિક છે; જે બિંબને પહેલાં સૂત્રધાર પિતાની આંખે પાટા બાંધી એક જ રાત્રિમાં દેવના આદેશથી ઘડ્યું હતું, જેની પ્રતિષ્ઠા શ્રી. નાગૅદ્રગ૭ના અધીશ શ્રી. દેવેંદ્રસૂરિએ કરી હતી, તે જ દેવેંદ્રસૂરિએ સંમેતગિરિ (સમેત શિખર)થી વીશ તીર્થકર (બિંબો)ને અને કાન્તિપુરીમાં રહેલ ત્રણ તીર્થકર(બિંબ)ને મંત્રશકિતથી આયા હતા. ત્યારથી આ શ્રેષ્ઠ તીર્થ શ્રીદેવેંદ્રસૂરિએ સ્થાપ્યું છે કે જે દેવ પ્રભાવથી ભવ્ય જનોના વાંછિત પૂરે છે. - નાભિનોદ્વાર પ્રબંધ જેનયુગ પૃ. ૧૮૮, પં. લાલચંદ્ર ભ. ગાંધી) આ શ્રીહેરિજી મહારાજને વિશેષ પરિચય જિનમંગણિકૃત કુમારપાલધિમાં નીચે પ્રમાણે મળે છે. * ૧ મા તેમજ આગળ આવતી કામારપાળ પ્રતિબંધમાંની અહી લીધેલી હકીકત શ્રી મોહનથાય . દેસાઇ લિખિત “ચંદ્રપ્રભ ચરિત્ર'ની પ્રસ્તાવનાને આધારે લખી છે. , For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46