Book Title: Jain_Satyaprakash 1942 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬] બુરાનપુર [૩૪૭] સંવત ૧૯૭૪માં મુનિરાજ શ્રી યમુનિજી (વર્તમાન આ. શ્રો. જયસૂરિજી) મહારાજના ઉપદેશથી શ્રીસંઘે મળી નવ દેરાસરનું એક દેરાસર કર્યું. તે સમયે લગભગ ત્રણ જેટલાં પ્રતિમાજી કચ્છ વગેરે દૂર દૂરના પ્રદેશોમાં જ્યાંથી શ્રી સંધ ઉપર માંગણી આવી ત્યાં મોકલવામાં આવી હતી. તેમજ સં. ૧૯૫૮ની સાલમાં [૪૭૫ પાણું પાંચસે ધાતુની પ્રતિમાજી પાલીતણું મેકલાવ્યાં હતાં. સં. ૧૯૭૬ની સાલમાં (૨૪) વીસ પ્રતિમાજી “ભાંડતીર્થમાં લઈ ગયા છે. સંવત. ૧૯૭૩-૭૪ની સાલમાં જયમુનિજી મહારાજે ચોમાસુ રહીને નવા મંદિર માટે જ્યાં પહેલા ઉપાશ્રય હતો તે સ્થાને પાયે ખેદાવરાવી ખાતમુહૂર્ત વગેરેની ક્રિયા કરાવી હતી. મંદિરનું કામ પાંચ વર્ષ સુધી ચાલ્યું હતું. આ મંદિર સુંદર અને એક દેવવિમાન જેવું શોભે છે. દેરાસર નકસીપૂર્ણ રમ્ય અને શિખરબંધી બંધાયેલું છે. ઉક્ત મંદિરની ૧૯૭૬ની સાલમાં વૈશાખ વદિ ૬ ના દિવસે ધામધૂમપૂર્વક જયમુનિજી મહારાજ (હાલમાં આ જયસિંહસૂરિજી મ.]ના હસ્તે પ્રતિષ્ઠા થઈ છે. હાલમાં પણ મંદિરમાં પ્રતિમાજીને પરિવાર સારો છે. વચમાં મૂળનાયક તરીકે સલમા શ્રી શાતિનાથ ભગવાનની પ્રતિમાજી બિરાજે છે. આ પ્રતિમાજી રા-૩ ફુટનાં છે. આ મનહર પ્રતિમાજીનાં દર્શન કરતાં આત્માને ઘણો જ આનંદ થાય છે. નીચે ભૂમિગૃહમાં દશામા શ્રી શીતલનાથ ભગવાન મૂળનાયક છે. આ પ્રતિમાજી મહારાજ ૩-૩ કુટના છે. તેમનાં દર્શન આત્માને ખરી શીતળતાનું ભાન કરાવે છે. ઉપર શિખરમાં ચાર પ્રતિમાજી ચૌમુખજીના રૂપમાં બિરાજે છે. આ પ્રતિમાજી પણ બે બે કુટના છે. પહેલાં જે અહીં અઢાર જિનમંદિર હતાં તે સર્વે મંદિરના મૂળનાયક ભગવાન અત્રેના નવીન મંદિરમાં પધારાવ્યા છે. તે મૂર્તિઓ એક એકથી અદ્દભુત અને પ્રભાવશાળી છે. બુરાનપુરમાં ત્રણ-ચાર પેઢીઓથી એવી દંતકથા પ્રચલિત છે કે સાતમા શ્રી સુપાનાથ ભગવાનની પ્રતિમાજી તથા હાલમાં નવા મંદિરમાં નીચેની ઓરડીમાં માનભદ્રજીની પાસે ભૈરવજી છે તે આજથી લગભગ ૨૦૦-૨૫૦ વર્ષ પહેલાં માંડવગઢ તીર્થથી અદશ્ય રૂપે અત્રે આવેલાં છે. આ પ્રતિમાજી પંચ ધાતુમય પરીધર સહિત લગભગ ત્રણ મણ વજનમાં છે. પરીધરના બે ખંડ થાય છે અને પ્રતિમાજી પણ પરીઘરથી જુદાં થઈ શકે છે. પ્રતિમાજી ઘણું સુંદર છે. આ પ્રતિમાજી અને તેના પરીવર ઉપર લેખ છે. મૂર્તિ ઉપર લેખ આ પ્રમાણે છે: स्थति संवत १५४१ वैशाख सुदी ५ तिथौ गुरुवारे श्रीमालझातीय धरायल गोत्रे उडक पजोलीया संघवी मोला संताने संघवी हरघण पुत्र संघधी पकदेव पुत्र संघषी राणा भार्या तिलक पुत्र संघषी धरणा संघवी सुहणा | धरणा भार्या सेढी पुत्र पदमशी । संघवी सुहाणा भार्या मानु वितीय भार्या लाढी पुत्र संग्रामेण वीरयुतेन संघवी सहाणाकेन आत्मपूण्यार्थ श्री सुपार्श्वबिंबं कारितं प्रतिष्ठितं च श्री धर्मघोषगच्छे भटारक श्रीविजयचंद्रखरिपट्टे भटारक श्रीसाधुरत्नसरिभि : मंगल अस्तु शुभं भवतु । પરિવર ઉપર લેખ આ પ્રમાણે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46