Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ અંક ૧-૨] તંત્રીરથાનેથી [૫] થયું હોવાથી, દરેક વિષયના પ્રખર વિદ્વાને આપણે ત્યાં હોવા છતાં, લેખે મેળવવામાં મુશ્કેલી નડે છે. પણ અમારી તે એ ઉમેદ છે કે ધીમે ધીમે આ માસિક દ્વારા એ પૂની વિદ્વત્તાનો વિશેષ લાભ સમાજને આપો. અમારી આ ઉમેદ કેટલેક અંશે સફળ પણું છે. વળી આ માસિક તે એ પૂજ્યનું જ છે એટલે જરા પણ સંકોચ રાખવાની જરૂર જ કયાં રહી ? ૨ માસિકને પ્રચાર કરીને સારા સાહિત્યનું વાચન એ ધર્મસંસ્કારનું આવશ્યકીય અંગ છે. પિતાના વિહાર દરમ્યાન ગામેગામ ફરતા પૂજ્ય મુનિરાજે ત્યાં ત્યાંની જન જનતાને આ માસિકથી પરિચિત કરીને તે માટે પ્રેરણા કરી શકે. કોઇ પણ પત્રનું મુખ્ય જીવન એના ગ્રાહકે છે. ગ્રહોની સંખ્યા જેમ વધુ તેમ એ પત્ર વધુ સદ્ધર, ગ્રાહકે વધવાથી પત્રને બે રીતે લાભ થઈ શકે : એક તે નિયમિત આર્થિક આવક થતી રહે અને બીજું એ પત્રના વાચનને ફેલ થાય. આપણુ પૂજય મુનિરાજે “ શ્રી જન સત્ય પ્રકાશ” માટે આ તરફ લય આપે તે મા સકને પુષ્કળ લાભ થઈ શકે. આ ઉપરાંત શકય હોય ત્યાં માસિકને આર્થિક મ દ કરવાને પણ ઉપદેશ આપી શકે. - ૩ છે.ગ્ય સૂચનાઓ મોકલીને. સમયે સમયે, માસિક કઈ રીતે વધુ આકર્ષક અને સારું બને તે માટે જરૂરી સુચનાઓ અમને મળતી રહે તે અમને અમારા કાર્યમાં વિશે સરળતા રહે. વળી પ્રતીકારને યોગ્ય જે જે સાહિત્ય તેઓના જોવામાં આવે તે તરફ અમારું ધ્યાન દોરીને પણ તેઓ અમને સહકાર આપી શકે. આ માટે તે અમે પૂજ્ય મુનિરાજોની જેમ સૌ જૈન ભાઈઓને પણ સહકાર માગીએ છીએ માસિકના ગત ત્રણ વર્ષ દરમ્યાન જે જે પૂજ્ય મુનિરાજો તથા અન્ય વિદ્વાને તરફથી અમને સહકાર મળે છે તેમને તથા જે જે સદગૃહસ્થો તરફથી આર્થિક મદદ મળી છે તેમને અમે અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ તેમને એ સહકાર ચાલુ રહેશે એવી આશા રાખીએ છીએ. પ્રસ્તુત વિશેષાંકની યોજના લગભગ છએક મહિના પહેલાં તૈયાર કરવામાં આવી હતી. આ પેજના પ્રમાણે આ વિશેષાંક “ શ્રી જૈન સત્ય પ્રકાશ ના “શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક નામના પ્રથમ વિશેષાંક- અનુસંધાનરૂપે પ્રગટ કરવાનું હોઈ આમાં ભગવાન મહાવીરના નિરણ પછીના એક હજાર વરને લગતા જૈન ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા લેખે આપવામાં આવ્યા છે. આ રીતે અમારા આ બે વિશેષાંકથી ભગવાન મહાવીરસ્વામી અને તેમની પછીના એક હજાર વર્ષના ઇતિહાસને લગતું કેટલુંક સાહિત્ય પ્રકાશિત થયું છે, હવે પછીનો ત્રીજો વિશેષાંક અમે ત્યાર પછીના બીજા હજાર-બાર વર્ષના જૈન ઈતિહાસને લગતા પ્રસિદ્ધ કરવાની ઉમેદ રાખીએ છીએ, કે જેથી એક સળંગ જન ઈતિહાસને લગતી સામે ગ્રી એક જ ઠેકાણેથી મળી શકે. આ વિશેષાંકમાં શ્રી દે મિણિ ક્ષમાશ્રમણના સમય સુધીના ઇતિહાસની સામગ્રી આપવાની હોવાથી અને કલ્પસૂત્રના જાહેર વાચનનો પ્રારંભ તેઓના સમયમાં થવાથી તેમજ આ અંક પયુંષણ ૨ની લગભગ પ્રકાશિત થવાનું હોવાથી આનું નામ “ પર્યુષણ પર્વ વિશેષાંક' રાખ્યું છે. અમારી ઇચ્છા તે પર્યુષણ પર્વ દરમિયાન જ આ અંક અમારા વાચકો પાસે પહોંચી જાય એવી હતી, પણે લેખ મોડા મળવા વગેરે અનિવાર્ય સગોને લઈને અમે તેમ કરી શક્યા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 226