Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક રાગ-દ્વેષને પરિહરી સા. કીજે જન્મ પવિત્ર તે. સાહમીસંઘ ખમાવીએ સા. જે ઉપની અપ્રતીત તે; સજજન કુટુંબ કરે ખામણુ સા. એ જિનશાસન રીત તે. ખમીએ ને ખમાવીએ સા. એહી જ ધર્મનું સાર તે શિવગતિઆરાધન તણે સા. એ ત્રીજો અધિકાર છે. અર્થ સરલ હોવાથી લખવાની જરૂર નથી, પરંતુ એવા રહસ્યભૂત બે ત્રણ વાક્ય કહેલાં છે તેની ઉપર લક્ષ ખેંચવાની જરૂર છે. એ મહાપુરૂષ પ્રથમ તો કહે છે કે-“મન શુધ્ધ કરે ખામણું” એટલે ઉપરથી નહીં પણ મનની શુદ્ધિ વડે-નિર્મળતા વડે ખામણા કરે. પછી કહે છે –“રાગદ્વેષને પરિહરી, કીજે જન્મ પવિત્ર અર્થાત્ જન્મને પવિત્ર કરવાના ઉપાય જ રાગદ્વેષને તજવા તે છે. પછી કહે છે કે- સજજન કબ કરે ખામણા, એજિનશાસન રીત”- અર્થાત આ ઉત્તમ રીતિ જનશાસનમાં જ અવિચ્છિન્ન વતે છે. પ્રાંતે કહે છે કે—ખમીએ ને ખમાવીએ, એહી જ ધમનુંસાર” આ પ્રમાણે ખમવું ને ખમાવવું એ જ જનધર્મનું સાર-રહસ્ય છેસમજ્યાનું, જ્ઞાન મેળવ્યાનું કે ડહાપણનું સાર-તત્ત્વ એ જ છે. તે જ ભર્યો કે જે કલેશ માત્રને પર્યુષણમાં તો સમાવી જ દેય. તે જ સમયે કે જે કલેશ ને કુસંપ તીવ્ર આર્તધ્યાનના નિમિત્ત સમજી તેને તજી દેય. તે જ ડહાપણવાળે કે જે કલેશોને શમાવવામાં પોતાના ડહાપણને ઉપયોગ કરે. આ વાત જે બરાબર સમજવામાં આવે, તેને હદયમાં ઉતારવામાં આવે અને તેને અમલ કરવામાં આવે તે પારાવાર લાભ થાય, પરસ્પર દષ્ટિમાં અમૃત વરસે ને સર્વત્ર આનંદ આનંદ થઈ રહે. પ્રસંગે એટલું જણાવવાની આવશ્યકતા છે કે કેટલેક સ્થાને આખા વર્ષના ઝઘડા પયુંષણમાં જ લાવીને મૂકાય છે, પરંતુ જૈનબંધુએ એવા કોઈ પણ જાતના નાના મેટા કલેશ હોય તો તે પર્યુષણ પર્વ આવ્યા અગાઉ શમાવી દેવા, સમાધાની કરી લેવી. કદી તેમ ન બને તે તેવા બધા ઝઘડાઓના કેસની મુદત પયુષણ પછી એક માસની નાખવી, પણ પર્યુષણમાં તે તે એક પણ કેસ ફાઇલ પર લે નહી. જે આ પ્રમાણે કરવાની મારી વિનંતિ સ્વીકારવામાં આવશે તે કેટલેક સ્થળે પર્યુષણમાં ન દેખાવા જેવા દેખાવો દૃષ્ટિએ પડે છે તે પડશે નહીં અને એ મહાન પર્વનું આરાધન સારી રીતે થઈ શકશે. પરિણામે મુદતમાં નાખેલા કેસો ફાઈલ પર લેવા જ નહીં પડે-સ્વયમેવ ઉપશમી જશે. આશા છે કે– જેન તરીકે ઓળખાતી સર્વ વ્યક્તિઓ મારી આ વિનંતિને અવશ્ય સ્વીકાર કરશે. www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education International

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 226