Book Title: Jain Paramparano Itihas Vol 1
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 6
________________ - - હવે પછી અમે પૂર્વ ભારત અને ઉત્તરભારતમાં વિહાર કર્યો ત્યારે અનેક વિદ્વાનેને સંપર્ક સાધ્યું હતું. પટનાના શ્રીયુત કાશીપ્રસાદ જાયસ્વાલ, મહાન વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝ, કૃષ્ણનગરના ડિસ્ટ્રીકટ એંજિનિયર લેખક અને કવિ ભૂપદેવેંદ્ર સેબાકર ચેટરજી, B.A, B.E, C.E, J.E, AAU, પટનાના પરમેશ્વરજી દયાળ એ કેટ (ચુરામણ પુરવાલા), મથુરા મ્યુઝિયમના ક્યરેકટર બાબુ વાસુદેવશરણ અગ્રવાલ M. A. અને દિલ્હીના દયારામ સહાની સાથે જેનધર્મ, દાર્શનિક ત, સ્યાદ્વાદ, દ્રવ્યાનુયોગ (જેન વિજ્ઞાન) તથા જૈન ઈતિહાસ સંબંધે ઘણી ઘણી વાત થઈ હતી. પરિણામે તેઓ સાદરભાવે એવી ઈચ્છા વ્યક્ત કરતા કે, ઉક્ત વિષયનું જૈન સાહિત્ય જલદી પ્રકાશિત થાય તે તે દ્વારા ભારતવર્ષને પિતાની પ્રાચીન આર્ય સંસ્કૃતિની પ્રાપ્તિ થાય. માનવ માત્ર જે જેનધર્મના સિદ્ધાંતને અપનાવે તે દુનિયામાં ચાલતા વેર-ઝેરના કલહ અવશ્ય ઓછા થાય. એ સિદ્ધાંતના આદર્શો આજના જગતને ઘણી શાંતિ આપી શકશે એમ હવે ખુલ્લું જણાઈ આવે છે. અમે પણ એ પ્રેમાળ માગણીથી ઉત્સાહિત થઈને સૌ કેઈ ઈતિહાસપ્રેમીને ઉપયોગી એવા પટ્ટાવલી સમુચ્ચયના બે ભાગ પ્રકાશિત કરાવ્યા. એ પ્રકાશનેને ભારત અને ભારત બહારના ઈતિહાસએ અંતરના ઉમળકાથી વધાવી લીધા. આ જ કારણે આ વિષયમાં આગળ વધવા અને વધુ ઉત્સાહિત થયા અને ઈતિહાસની સામગ્રી એકત્રિત કરવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 729