Book Title: Jain Dharm Vikas Book 03 Ank 10 Author(s): Bhogilal Sankalchand Sheth Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 9
________________ પદ્મિરાજની આરાધના. પર્વાધિરાજની આરાધના” લેખકઃ—મુનિરાજશ્રી-લક્ષ્મીસાગરજી મહારાજ, પ્રાંતિજ જગતમાત્રના પ્રાણીએ સુખની અભિલાષા સેવતા હૉય છે. તેની શેષ માટે અહર્નિશ પ્રયત્ન પણ કરતા હોય છે. પ્રયત્નથી કાંઇક સુખ મળે છે. ખરૂં પણ તે સુખ દુઃખથી ભરેલું ડાય છે. સુખ ગમે છે; દુ:ખ ગમતું નથી. સુખ સદા ધર્મથી મળે છે. જગત વિચિત્ર છે, ધર્માંના ફળને (પુણ્યને) ઇચ્છે છે અને પાપના ફળને (દુઃખ) કાઈ ઇચ્છતું નથી. ધર્મ કાઈ કરતું નથી, પણ કરે છે પેટ ભરીને પાપ, તેથી મળે છે, દુ:ખ, આ વિચિત્રતાં જોઈનેં જ્ઞાની પુરૂષાએ સુખ મેળવવાનાં અનેક સાધનો ખતાવ્યાં છે, ઉત્સવ પ્રિય જનાને ઉત્સવેામાં પણ પુણ્યની પ્રાપ્તિ બતાવી છે. ત્યારે સંસારમાં ઉજવાતાં બીજા પર્વોમાં સંસારની વાસના હાય છે. તે વાસનાથી જન્મ જન્મમાં દુઃખ મળે છે. ત્યારે જૈન પદ્યમાં સર્વોત્તમ પર્યુષણ પર્વ ધમય છે. તેમાં વિવિધ સાધનાના સુમેળ હોય છે. તે પ માં યત્કિંચિત તપ, જપ, સંયમની આદરપૂર્વક આરાધનાથી મેાક્ષની ચેાગ્યતા મળે છે. કલ્પવૃક્ષ સમાન કલ્પસૂત્રને એકાગ્રચિતથી એકવીશવાર જો કાઇ વિધિ પૂર્વક સાંભળે તેને સંસાર અપ થઈ જાય છે. ઉત્કૃષ્ટતા પ્રાપ્ત થતાં ર૩ મેક્ષ મેળવે છે. એ સર્વ શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક હાવું જોઈએ. મન સ*યમકેળવી, બ્રહ્મચય ધારણ કરી, સર્વાં જીવાને પેાતાના સમાન માની થયેલી ભૂલેાની ક્ષમા યાચવી અને આપવી. ધર્મબ એને યથાશક્તિ દાન આપી સન્માનવી જોઇએ. વર્ષભરમાં એકજ વાર અનુષ્ઠાન કરાય તેા આત્મા સન્માર્ગ ગામી બની સાચા માનવ અને છે, માનવતામાં દેવના `ન કરે છે તે ખરેખર માનવદેવ મને છે. પર્વાધિરાજની આરાધના જિંદગીમાં એકજવાર શ્રેષ્ઠ ભાવે અને તે જીવન ધન્યતમ બને છે. અહિંસા, સત્ય, અસ્તેય ( ચારીત્યાગ ) બ્રહ્મચર્ય પાલન અને અપરિગ્રહ ભાવ એ પ'ચ મહામૂલા રત્નાની પ્રાપ્તિ, તીર્થંકરદેવાના ચરિત્રો, મહાનુભાવ મહાત્માઓનાં જીવન પ્રસંગે, તેમણે આચરેલા શુદ્ધ આચરણા જીવનમાં પ્રાપ્ત થાય તે જિંદગીના ફ્રા સફળ થાય છે. વાર ંવાર માનવજન્મ મળતા નથી. જેને મન્યેા છે. તેણે શ્રેષ્ઠ ગુણા મેળવી સફળ બનાવવા જોઇએ. ક્ષમાપના, જીવયાનું પાલન, સાધર્મિકવાત્સલ્ય વિગેરે સાધના પૂર્વક આપણે સૌ આરાધીએ પર્વાધિરાજ પયુ ષણુપ ને.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30