Book Title: Jain Darshan Darpan Author(s): Dharmguptavijay Publisher: Navinchandra Ratilal Shah View full book textPage 7
________________ આ એક જ ગ્રંથમાં સામાન્યતઃ જૈન ધર્મનું લગભગ મૌલિક તત્ત્વજ્ઞાન અને આરારોનું જ્ઞાન આવી જાય એ રીતે પ્રયાસ કરવામાં આવ્યા છે. બીજું શાસ-ષ્ટિએ ભૂલ રહી જવા ન પામે એ માટે આ ગ્રંથનું આખુંયે લખાણ પ્રથમ મેં (સ્વ.) તપસ્વી વિદ્વાન પંન્યાસજી કાન્તિવિજયજી ગણિવર્ય ઉપર સંશોધન માટે મેકલેલું. તેઓશ્રીની તબિયત ખરાબ હોવા છતાં પણ મારા પ્રત્યેની અને જૈન શાસન પ્રત્યેની શુભલાગણીથી પ્રેરાઈને સંશોધન કરી આપેલું. ત્યારબાદ આ ગ્રંથ શાસ્ત્રીય દષ્ટિએ બિલકુલ શુદ્ધ બને એ હેતુથી ફરીથી આ ગ્રંથનું સંશોધન પૂજ્યપાદ આગમપ્રજ્ઞ જબુસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસે ૨૦૨૧ ના અમદાવાદના ચાતુર્માસમાં કરાવ્યું. ત્યારબાદ ફમ છપાયા બાદ વળી કંઇક પ્રેસ વગેરેના દોષના કારણે ભૂલો રહી જવા પામી હોય તો તેનું સંમાર્જન થઈ જાય એ હેતુથી એ બધાજ છાપેલા ફર્મા મેં પૂજ્યવર્ય શાંતમૂર્તિ વિદ્વદવર્ય પંન્યાસજી ભદ્રકવિજયજી ગણિવર્ય (પાટણવાળા) ઉપર સંશોધન માટે ઉનાવા મેકલી આપ્યા. તેઓશ્રીએ સુમતાથી છાપેલા ફર્તા વાંચી જઈને જ્યાં જ્યાં ખાસ ભૂલ રહી ગયેલી જણાઈ ત્યાં નિશાની કરી આપી. અને એથી એ ભૂલેને અમે શુદ્ધિપત્રક મૂકીને દૂર કરી છે. છતાં છદ્મસ્થતાના કારણે કે મતિદેવને કારણે કયાંક કંઈપણ અનાગથી ભૂલ રહી જવા પામી હોય તે મારા તરફથી ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુકકડ. આ ગ્રંથની પ્રેસકોપી તૈયાર કરી આપનાર જુનાગઢની પાઠશાળાના શિક્ષક નેમચંદભાઈ માંદની પ્રેરણાથી વિદ્યાર્થીની હસુમતીબેન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 330