Book Title: Jain Darshan Darpan Author(s): Dharmguptavijay Publisher: Navinchandra Ratilal Shah View full book textPage 8
________________ બીજું મેં તે મારા અલ્પ પશમ મુજબ સ્વ-પરઉપકારાર્થે શુભ માર્ગમાં એક અતિ અપ પ્રયાસ કર્યો છે. હું કાંઈ એ લબ્ધપ્રતિષ્ઠિત લેખક કે વિદ્વાન નથી કે મારી ક્ષતિ થવા ન જ પામે. ભાષાની દષ્ટિએ પણ જરૂર ખામી હશે. છતાં સજજન એ તરફ ધ્યાન ન આપતાં મુળ વસ્તુ તરફ દષ્ટિપાત કરશે એવી આશા રાખું છું. જેનકુલમાં જન્મ પામેલાઓને અને જેન નામ ધરાવતા એવા પુણ્યવાન મહાનુભાવોને આ ગ્રંથના વિષયેનું સ્પષ્ટ અને ઉંડું જ્ઞાન હોવું ખાસ જરૂરી છે. તત્ત્વજ્ઞાનના પીઠબી વગરનો એકલો આચાર દીર્ઘકાળી ટકી શકતો નથી, આત્માનું ઉવીકરણ કરી શકતો નથી, ગુણવિકાસ તરફ આગળ લઈ જઈ શકતો નથી. આચારને મહેલ તત્ત્વજ્ઞાનના દત પાયા ઉપર આધારિત છે. આચાર એ પગ છે, તો તત્વજ્ઞાન એ આંખ છે. મેક્ષમાર્ગ ઉપર ચાલવા માટે પગ અને આંખ બંનેની એકસાથે જરૂર છે. આચારપાલનનું પૂરેપૂરું ફળ મેળવવા તત્વજ્ઞાનની સહાય લીધા વગર નહિ ચાલે. અલપ પણ આચાર જે તત્ત્વજ્ઞાનથી પુષ્ટ બનેલો હોય છે તો વિપુલ પાપક્ષય કરાવે છે. મેહની ભેદી રમત તત્ત્વજ્ઞાન વિના નથી સમજતી, અને એ સિવાય મેહનો જોરદાર સામનો કરવાનું અને તેના વિજય મેળવવાનું બની શકતું નથી. ભવની જડ ઉખેડવા વસ્તુતત્વની ઊંડી સમજ અનિવાર્ય છે. સમજીને શુદ્ધ લક્ષપૂર્વક એક ધર્મ અનુષ્ઠાન કરવું એ જુદું અને એમને એમ વગર સમજે ચોક્કસ શુદ્ધ વ્યય કરવું એ જુદું. બંનેના ફળમાં આકાશ-પાતાલ જેટલું અંતર પડી જાય છે. અંતમાં આ ગ્રંથનું સંશોધન કરી આપવા જે ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 330