Book Title: Jain Darshan Author(s): Nyayavijay Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan View full book textPage 8
________________ કિંચિત્ વક્તવ્ય પાટણની શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા તરફથી આજે વિદ્વાને અને જિજ્ઞાસુઓના કરકમલમાં જૈન દર્શન નામને ચિંથ અર્પણ કરવામાં આવે છે. આ ગ્રંથમાં તાત્વિક જૈન દષ્ટિએ જીવન વિકાસને માર્ગ દર્શાવતાં અનેકાનેક પ્રકરણોને સંગ્રહ ગુજરાતીમાં આપવામાં આવે છે. એમાં પૂર્વાચાર્ય વર્ણિત વિવિધ પદાર્થોનું સ્વતંત્ર નવીન દષ્ટિએ વર્ણન અને વિવેચન કરવામાં આવ્યું છે. આ આખા પુસ્તકના મૂળ પ્રણેતા પૂજ્યપાદ મુનિવર શ્રી ન્યાયવિજયજી મહારાજ છે. એઓશ્રીએ પ્રત્યેક વિષયને પિતાની સૂકમ દષ્ટિએ ઠીક ન્યાય આપે છે. કેઈ પણ વિષય ઉપર ગમે તે બેલવું કે બેલી નાખવું એ ઘણું સહેલું છે, પરંતુ એ વિષયને લિપિબદ્ધ કે ગ્રંથબદ્ધ કરે એ ઘણું કપરૂ કામ છે. પૂજ્યપાદ શ્રી ન્યાયવિજયજી મહારાજશ્રીએ પૂર્વાચાર્યવણિત વિવિધ જૈનધર્મ માન્ય તાત્તિવક પદાર્થોને વીણીવાણીને વર્તમાન યુગને અનુરૂપ ગંભીર ભાષામાં ઉતારી વિદ્વદ્વર્ગ અને જિજ્ઞાસુ જનતા ઉપર ખરે જ મહાન અનુગ્રહ કર્યો છે. આ કૃતિ અને એ સિવાયની એમની બીજી મૌલિક કૃતિઓ સર્જાવા પાછળ તેઓશ્રીનાં વર્ષોનાં તપ અને ચિંતન છે. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 565